________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
૨૧
છેલ્લી ઘડીએ લાલા અમરનાથને સુકાનીપદ સોંપવામાં આવ્યું. એ સમયે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો ડંકો વાગતો હતો. જ ગતની સર્વાગી ક્રિકેટકૌશલ્ય ધરાવતી ટીમ એની પાસે હતી. એના શિરમોર રૂપે વિશ્વનો અજોડ બેટધર ડોન બ્રેડમેન એનો રાહબર હતો. ભારતના કેટલાક ચુનંદા ખેલાડીઓ આવ્યા ન હતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાલા અમરનાથે ટીમને સુંદર રીતે ઘડી અને એક પ્રકારની સંઘભાવના જાગ્રત કરી. ટેસ્ટમાં ભારતીય ટીમની હાર થઈ, તેમ છતાં ભારતે કરેલા સામનાની પૂરી પ્રસંશા કરવામાં આવી. આ પ્રવાસ દરમિયાન કેટલાક પ્રસંગોએ ભારતીય ક્રિકેટરોએ શાનદાર દેખાવ કર્યો. એમાં પણ ભારતીય ટીમે ઍડિલેડ, મેલબોર્ન અને બ્રિસબેનના મેદાન પર ભવ્ય દેખાવા કર્યો. ૧૯૪૭ની ૨૪મી ઑક્ટોબરે એડિલેડના મેદાન પર દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને ભારતીય ટીમનો મુકાબલો થયો. દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ટીમના સુકાની બ્રેડમેને ૧૫૬ રન ર્યા. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની આ મજબુત ટીમે આઠ વિકેટના ભોગે પ૧૮ રન કરીને દાવ ડિકલૅર કર્યો. નિર્બળ ભારતીય ટીમ સામે સુકાની બ્રેડમેન વિજયની આશા રાખીને બેઠા હતા. ૧૯૭ રનમાં તો ભારતની છ વિકેટો પડી ગઈ. એ પછી લાલા અમરનાથે આવીને રમતની બાજી પોતાના
હાથમાં લીધી અને ત્રણ કલાક સુધી ખેલીને શાનદાર રીતે ૧૪૪ રન કરી ભારતીય ટીમને ગૌરવપૂર્ણ સ્થાને મૂકી દીધી. બ્રેડમેને વિજયની ધારણા સાથે બીજા દાવમાં આઠ વિકેટે ૨૧૯ રન થતાં દાવ ડિક્લેર કર્યો. બ્રેડમેનની ધારણા સાચી પડતી જતી હતી. માત્ર ૨૦ રનમાં ભારતની ચાર વિકેટ પડી ગઈ ! વિનુ માંકડ અને લાલા અમરનાથની જોડીએ સાવધાનીથી ખેલવા માંડ્યું. માંકડે અણનમ રહીને ૧૧૬ રન કર્યા, જ્યારે અમરનાથે અણનમ રહીને ૯૪ રન કર્યા. દક્ષિણ ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે છેક સુધી ઝઝૂમેલા આ ખેલાડીઓ રમત પૂરી થઈ ત્યારે માત્ર બાવન રન જ દૂર હતા. પાછળના સમયમાં લાલા અમરનાથ અને વિનુ માંકડ ઝડપથી રમતા હતા - થોડો સમય વધુ મળ્યો હોત તો અમરનાથ પ્રથમ કક્ષાની મૅચના બંને દાવમાં સદી કરવાની સિદ્ધિ નોંધાવી શક્યા હોત. મૅચ સમાપ્ત થઈ ત્યારે ભારતીય ટીમને માત્ર બાવન રન જ કરવાના હતા અને એના અડધા ખેલાડીઓ બાકી હતા. સુકાની અમરનાથે મહાન બ્રેડમેનના ક્રિકેટ-સામ્રાજ્યમાં પોતાની છટા અને લાક્ષણિકતા બતાવી.
અમરનાથની ખરી તાકાત અને આવડત તો એ પછી ઑક્ટોબરની ૩૦મી તારીખે વિક્ટોરિયા રાજ્યની ટીમ