________________
૧૬
લાલા અમરનાથ
વચ્ચે મૅચ ખેલાઈ. લિન્ડસે હેસેટની આગેવાની હેઠળ આવેલી આ ટીમે ૮ વિકેટને ભોગે ૪૨૪ ૨ન કરીને દાવ ‘ડિકલેર’ કર્યો. ભારતીય ટીમે આરંભમાં એનો કંગાળ જવાબ આપ્યો. ઓપનિંગ ખેલાડી સી. એસ. નાયડુ છ રને અને કે. વી. ભાંડારકર શૂન્ય રને આઉટ થયા ! પરિણામે મુસ્તાકઅલી સાથે લાલા અમરનાથ જોડાયા. ભારતના બે અત્યંત લોકપ્રિય અને રોમાંચક રમત ખેલનારા ખેલાડીઓ ભેગા થયા. રનની આતશબાજી ઊડવા લાગી. અમરનાથે ખૂબ આસાનીથી પોતાની વૈવિધ્યપૂર્ણ બૅટિંગના પ્રતાપે વિરોધી ટીમની ગોલંદાજીનો પ્રભાવ નષ્ટ કર્યો. મુસ્તાકઅલી ૧૦૮ રને મિલરના દડામાં સ્લિપમાં રહેલા વિલિયમ્સના હાથમાં ઝિલાઈ ગયા, જ્યારે લાલા અમરનાથે ૨૫૮ મિનિટ સુધી ભૂલ વિનાની રમત ખેલીને ૧૬૩ ૨ન કર્યા ! આમાં ૧૪ ચોગ્ગાનો સમાવેશ થાય છે. મુસ્તાક અને અમરનાથના ક્રિકેટજીવનની ખૂબી એ છે કે મુસ્તાકઅલીએ પોતાની ક્રિકેટકારકિર્દીનો પ્રારંભ ડાબોડી મધ્યમ ઝડપી ગોલંદાજ તરીકે કર્યો અને સમય જતાં સમર્થ બેટધર બન્યા. અમરનાથે પોતાની કારકિર્દીનો પ્રારંભ બેટધર તરીકે કર્યો અને પછી વિશ્વકક્ષાના ગોલંદાજ બની ગયા !
દસ વર્ષના ગાળા પછી ભારતીય ટીમ ઇંગ્લૅન્ડને પ્રવાસે ગઈ. ૧૯૩૬માં ટેસ્ટ અગાઉ ભારત પાછા મોકલી દેવાયેલા
લાલા અમરનાથ
૧૭
અમરનાથ આ ટીમના અનુભવી ખેલાડી હતા. સુકાની અને ઉપસુકાની પછી એમનું સ્થાન હતું ! આ વેળાએ અમરનાથ ગોલંદાજ તરીકે વધુ જાણીતા હતા. એમણે પોતાની આગવી ઢબે જ પોતાની આ કુશળતાની સાબિતી આપી. ૧૯૪૬ની બાવીસમી જૂને લૉર્ડ્ઝના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ૨૦૦ રનમાં આઉટ થતાં ઇંગ્લેન્ડની ટીમનો દાવ શરૂ થયો. અમરનાથે લેન હટનને માત્ર સાત રને આઉટ કર્યા ! એની જગ્યાએ આવેલા ડેનિસ કોમ્પટનને પછીના જ દડામાં અમરનાથે ‘બોલ્ડ’ કર્યા. ૧૬ રનના જુમલે તો ઇંગ્લૅન્ડના બે સમર્થ બેટધરો વિદાય થયા. આ પછી વૉશબૂક અને વૉલ્ટર હૅમંડને પણ અમરનાથે પાછા મોકલ્યા. આમ માત્ર સિત્તેર રનના જુમલે તો ઇંગ્લૅન્ડની ચાર વિકેટો ખેરવીને અમરનાથે પોતાના શાનદાર આગમનની આલબેલ પોકારી ! એ પછીની ઓલ્ડટ્રેફર્ડની બીજી ટેસ્ટમાં પણ અમરનાથે પોતાની ગોલંદાજીનું ખમીર બતાવ્યું. પ્રથમ દાવમાં ૫૧ ઓવર નાખી, જેમાં ૧૭ મેઇડન ગઈ, માત્ર ૯૬ રન આપ્યા અને પાંચ વિકેટો ઝડપી ! બીજા દાવમાં ઘૂંટણ પર ઈજા થવાને લીધે એમનો પગ લચકાતો હતો. આમ છતાં એમણે ૩૦ ઓવર નાખી. એમણે એટલી તો વેધક ગોલંદાજી કરી કે માત્ર ૭૧ રન આપ્યા અને ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટો ઝડપી લીધી ! લેન હટન જેવો ખેલાડી માત્ર બે રનમાં જ અમરનાથના દડામાં વિકેટકીપરના હાથમાં ઝિલાઈ