Book Title: Lala Amarnath Author(s): Kumarpal Desai Publisher: Balbharti Pustak Shreni View full book textPage 7
________________ લાલા અમરનાથ લાલા અમરનાથ વિકેટની પાછળ રહીને પાંચ કૅચ ઝડપ્યા ! આ મૅચમાં પ્રથમ દાવમાં અમરનાથે ચાર ઓવર નાખી હતી તેમજ પહેલા દાવમાં ૧૯ અને બીજા દાવમાં ૩૯ રન કર્યા હતા. એક જ મૅચમાં આટલી સર્વતોમુખી કામગીરી બજાવનાર અમરનાથ ગમે તે પરિસ્થિતિમાં પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતા નહીં. અમરનાથનો સ્વભાવ એમના પ્રિય એવા ક્રિકેટના ખેલમાં પૂર્ણપણે ઓતપ્રોત થયેલો જણાય છે. એમની હિંમતભરી ઝમકદાર બૅટિંગ, ખતરનાક ગોલંદાજી કે પરંપરાને તોડીને નવી જ પદ્ધતિ અપનાવવાની સુકાની તરીકેની એમની રીત ઉપરાંત અમરનાથ સત્તાધારીઓ સામે સહેજે નમ્યા વિના અડગ રહેવાના એના વલણને કારણે જાણીતા બન્યા. અદમ્ય ઉત્સાહ, સતત આક્રમણની વૃત્તિ અને સંપૂર્ણ આત્મવિશ્વાસને કારણે ક્રિકેટર અમરનાથ ભારતના મહાન ખેલાડી બન્યા, પણ અમરનાથ માટે ક્રિકેટ એ વ્યવસાય ન હતો, નવરાશનો વખત પસાર કરવાની રમત ન હતી, માન કે સન્માન મેળવવાનું માધ્યમ ન હતું અથવા સમૃદ્ધિ મેળવવાનું સાધન ન હતું. પોતાની કુશળતા અને ખમીરથી એ આગળ આવ્યા હતા. એમણે આ માટે કોઈની કદમબોશી કે પગચંપી કરી ન હતી. ટોચે પહોંચવું એ કઠણ હતું. એ માટે એમને અવિરત પુરુષાર્થ કરવો પડ્યો હતો, ભયંકર સંજોગોનો સામનો કરવો પડ્યો હતો, ઈર્ષા અને મુલ્લકતા સામે ઝઝૂમવું પડ્યું હતું. વધુ સારો દેખાવ કરવાની વૃત્તિને કારણે પોતાની પ્રિય રમતમાં અમરનાથ આગળ વધતા ગયા. ૧૯૩૬માં વિજયનગરના મહારાજાના સુકાનીપદે ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ. અમરનાથ બૅટ અને દડાથી પોતાની બધી ખૂબીઓ રજૂ કરી રહ્યા હતા. ઇસેક્સની ટીમ સામેની મૅચમાં એમણે બંને દાવમાં સદી કરીબેન્ટવૂડમાં રમાયેલી આ મૅચમાં અમરનાથે પ્રથમ દાવમાં ૧૩૦ અને બીજા દાવમાં ૧૦૭ રન કર્યા ! નોર્ધમ્પટનશાયર સામેની મૅચમાં અણનમ રહીને ૧૧૪ રન કર્યા. મિડલસેક્સ સામે ૨૪ રનમાં છ વિકેટ મેળવી ! આમ અમરનાથે વીસ દાવમાં ૬૧૩ રન કર્યા, જ્યારે ગોલંદાજી માં એમની ‘એનાલિસિસ' આ પ્રમાણે હતી : ૨૬૭.૩ ઓવર – ૭૧ મેઇડન – ૬૬૮ રન – ૩૨ વિકેટ; બૉલિંગ અને બૅટિંગ બન્નેની પરાકાષ્ઠાએ અમરનાથ હતા ત્યારે એમની સામે શિસ્તભંગનાં પગલાં લઈ એમને ભારત મોકલી આપવામાં આવ્યા. ક્રિકેટના ઇતિહાસમાં આવો બનાવ અગાઉ કદી બન્યો ન હતો.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20