Book Title: Laghu Puja Sangraha Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ [૬ ] ટક છંદ વધાવી લે છે રત્નકુક્ષી—ધારિણી તુજ સુતતણો, હું શક સહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ઢાળ પૂર્વલી મેરૂ ઉપરજી પાંડુકવનમેં ચિહુ દિશે, શિલા ઉપરેજી સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસી જી શકે જિન ખેાળે , હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ટક છંદ મલ્યા ચેસક સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અશ્રુતપતિયે હુકમ કીને, સાંભળો દેવા સવે, ખરજલધિ ગંગાનેર લાવે. ઝટિતિ જિન મહાસવે. ઢાળ ( વિવાહલાની દેશી) સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે. ૧ તીરથ જળ ઔષધ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જલકળશા બહુલ ભરાવે કુલ ચંગેરી થાળ લાવે. ૨ સિંહાસન ચામરધારી, ધૂપથાણું રેકગી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સહુ તિહાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 128