________________
વિદ્યાર્થી વાચનમાળા–૮
૧૨
ત્યાર પછી તે ધોડનાળ આકારે પાછા ત્રીસ ફુટ નીચે પડે છે. એ ભાગ પણ ટેકરાવાળા ખડકાળ ઊચ્ચ પ્રદેશના બનેલા છે. અહીંથી આગળ જતાં યેાધની બન્ને શાખાએ પાછી એક બની જાયછે અને પાછી ઝાડીથી ખીચાખીચ ભરેલી સાંકડી ખીણમાં થઈને એ સંયુક્ત જળપ્રવાહ આગળ ધસે છે. આ જગ્યાનું એક સ્થાન મકેડાટુ અથવા ‘ઘેટાના હોઠ’’ ને નામે ઓળખાય છે.
શિવસમુદ્રમ્ આગળ જળધોધ દ્વારા ઉત્પન્ન થતી પ્રચંડ શક્તિના યાંત્રિક ઉપયાગ કરવામાં આવે છે. અહીં હજારો રૂપિયાને ખર્ચે મોટાં યંત્રો ગેાઠવવામાં આવ્યાં છે. અને ધેાધના પ્રચંડ વેગને લીધે જે શકિત ઉત્પન્ન થાય છે, તે શકિતના ઉપયાગ વીજળી ઉત્પન્ન કરવાના કાર્ય માં કરવામાં આવે છે. આ સ્થળે ઉત્પન્ન થતી વિદ્યુતશકિતના બહુ જ વિશાળ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવેછે.
અહીં એકજંગી શકિતગૃહ બાંધવામાં આવ્યું છે. તેમાંથી વિદ્યુત્પ્રવાહ કાલરની સાનાની ખાણમાં લઈ જવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org