________________
૧૬
વિદ્યાથી વાચનમાળા-૮ છે; અને તાંજોર પાસે આવી પહોંચે છે. તાંજોરના. આ ડેટાના પ્રદેશને અહીંની કાવેરીની શાખાઓ ખૂબ પાણી પૂરું પાડે છે. તાંજોરને. આ ડેટાપ્રદેશ એટલો ફળદ્રુપ છે કે તે દક્ષિણ ભારતને બગીચે કહેવાય છે. કાવેરીની એક શાખા ઉત્તર તરફ કેલેરૂન નહેરના નામથી ઓળખાય છે. કોલેન ત્યાંથી આગળ વહેતી. પૂર્વમાં આવે છે. અહીં પાછી તે કાવેરીના. નામથી ઓળખાય છે. મદ્રાસમાં કાવેરીને ત્રણ નાની નદીઓ મળે છે. તેમના નામે ભવાની, નૈયાલી અને અમરાવતી છે. અરોડ સ્ટેશન પાસે કાવેરી ઉપર બીજે એક સુંદર અને ભવ્ય પુલ બાંધવામાં આવ્યો છે. આ પૂલ ૧૫૩૬ ફુટ લાંબે છે અને તે નક્કર પાષાણુના થાંભલાઓ ઉપર બાંધેલો છે.
કાવેરી આટલી મોટી નદી છે, બીજી અનેક નદીએ તેમના પાણીના બહોળા જથ્થા સાથે કાવેરીને મળે છે અને તે દક્ષિણ ભારતની મહાગંગા બને છે, છતાં તેમાં પુષ્કળ અંતર સુધી વહાણે ફરતાં નથી. થોડાં ઘણાં વહાણો ફરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org