________________
૨૦
વિદ્યાર્થી વાચનમાળા-૮ દવામાં આવેલી બીજી નહેરોમાં પાણી આવી શકતું ન હતું. આ મુશ્કેલી ટાળવાના કાર્યને તેમણે આરંભ કર્યો અને નહેરોમાં વધારેમાં વધારે પાણી આવતું થાય, એ રીતના પ્રયત્ન શરૂ થયા.
વડી નહેરની ઉત્તર બાજુએ એક બીજી નહેર છે. તે નહેર કેલેરૂન નદીના શિરોભાગ આગળિથી પસાર થાય છે. એ નહેરને ફરી ખોદવામાં
આવી. આ નહેર ઈ. સ. ૧૮૩૬ અને ૧૮૩૮ની વચ્ચે તૈયાર થઈ ગઈ હતી. આ નહેર ૨૨૫૦ ફુટ લાંબી છે. એ નહેર વાટે કેલેરૂનનાં પાણી હવે કાવેરીમાં જાય છે. એટલે કાવેરીની બધી નહેરોને પાણી મળે છે. આ જ પ્રદેશમાં કાવેરીને મળનારી વેનર નદીમાંથી પણ નહેરો દવામાં આવી છે. અહીંથી કાવેરી ઉત્તર પૂર્વ તરફ વહે છે અને વેનર નદી દક્ષિણ પૂર્વ તરફ વહે છે. આ લાંબી અને સુંદર નહેરો, અહીં એવી રીતે પથરાયેલી છે, કે જાણે નીલ વસ્ત્રથી આચ્છાદિત થયેલા આ પ્રદેશ ઉપર રૂપેરી જાળી ગુંથવામાં આવી ન હોય, તેવું જ દેખાય છે. અહીંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org