________________
કાવેરી
એક સુંદર પૂલ બાંધ્યો છે. એ જ ચાલવંશના રાજાઓએ કાવેરીમાંથી બીજી પણ કેટલીક નહેરો ખદી હતી, જેમાંની કેટલીક હજી તેમના સ્થાપકેનું નામ જાળવતી વિદ્યમાન રહેવા પામી છે. અહીંની કેટલીક નહેરોને લીધે કાવેરીનાં પાણી અન્ય પ્રદેશમાં વહી જતાં હતાં અને તાંજોર વિભાગને જોઈતું પાણી મળતું ન હતું. આથી ગોદાવરી અને કૃષ્ણ નદીને ડેલ્ટાને પ્રદેશ, સરકારને જેટલી આવક આપતો હતો; તેટલી આવક કાવેરી નહેર પ્રબંધથી થતી ન હતી.
તાર વિભાગમાં ઈ. સ. ૧૮૦૧માં અંગ્રેજેની સત્તા સ્થપાયા પછી તેમણે આ પ્રશ્ન હાથ પર લીધો હતો. અંગ્રેજ એન્જિનિયરોને તેમની તપાસમાં માલમ પડ્યું હતું, કે કાવેરીના પાણીને મોટો જથ્થો કેલેરૂન તરફ વહી જાય છે, કારણ કે કાવેરીના પાત્ર કરતાં કોલેરૂનનું પાત્ર વધારે નીચું છે અને તેનું વહેણુ સરળ અને સીધું છે. પાણીનો પ્રવાહ આ પ્રમાણે કેલેરૂનમાં વહી જવાથી કાવેરીમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org