________________
-
૨૨
વિવાથી વાચનમાળા-૮
રસકસવાળે બન્યું છે. કાવેરી પુરાતન કાળથી જાણીતી હેઈ, તેને પુરાણેએ પણ દક્ષિણ ગંગાનું નામ આપ્યું છે. અગ્નિપુરાણ અને સ્કંધપુરાણ એ આપણા દેશના બે મહાન પ્રાચીન ગ્રંથો છે. તેમાં કાવેરીનું મહામ્ય ગાયું છે.
કાવેરીમાં સ્નાન કરવાથી બધા પાપોને નાશ થઈને મુક્તિ મળે છે એમ લોકો માને છે અને તે જ માન્યતાને વશ થઈ લાખે હિંદુઓ એમાં પ્રતિવર્ષે સ્નાન કરે છે. ભગમંડળ નામના સ્થળ પાસે જ્યાં કાવેરીને પહેલવહેલી એક નાની નદી મળે છે, ત્યાં ટાલાકાવેરી નામનું સ્થળ છે. અહીં ઘણાં મંદિરો આવેલાં છે અને દર વર્ષે તુલામાસમાં મેટી યાત્રા ભરાય છે. તુલામાસ ઓકટોબર નવેમ્બર મહિનામાં આવે છે. આમ કાવેરી હિંદને જળથી અન્ન અને તેના વિશ્વપ્રસિદ્ધ જળધોધથી દર્શનીય સ્થાન તરીકેની કીર્તિ આપી રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org