________________
કાવેરી - શિવસમુદ્રના જળધોધ પછીથી કાવેરી મદ્રાસ ઈલાકામાં પ્રવેશ કરે છે, અને મહૈસૂરની માફક જ જમીનને જળરૂપી અમૃતને અભિષેક કરતી તે આગળ વધે છે. કેઈઅર અને સાલેમ જિલ્લાની બરાબર વચ્ચેથી વહેતી તે આગળ જાય છે. અહીંથી આગળ વધીને કાવેરી કોઈઓટુર જિલ્લાના અલાબાડી ગામ પાસે જઈ પહોંચે છે. અહીં નદીના માર્ગમાં એક મેટે વિશાળ ખડક આવે છે. આ ખડકને લોકો “ધુમાડિયો ખડક ? એ નામથી ઓળખે છે અને જળધોધ જેવું જ એક સુંદર દશ્ય ત્યાં ખડું થાય છે. નદીનાં પાણી એકદમ જોરથી આ ખડક ઉપર પડે છે અને તેથી પાણીનાં મોજાં અથવા ધુમાડે ઊછળતો હોય તેવો દેખાવ નજરે પડે છે. પાણી જોરથી ખડક પર પડે છે, તેથી તેનાં ફીણનાં પ્રચંડ મેજાં ઊછળે છે. તેને દેખાવ પાણીનો એક અખંડ ફરશ બીછાવેલ હોય તે જ લાગે છે.
ત્રિચીને પલ્લી નજીકના આ ખડક પાસેથી કાવેરી બે શાખાઓમાં વિભક્ત થઈને આગળ વધે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org