________________
સાળવીની કથા
૧૩ સ્ત્રીના કહેવા પ્રમાણે ધીર પુરુષોએ વર્તવું નહિ.
દ્રિકા નામની નગરીમાં વિરક નામને એક સાળવી રહેતું હતું. તેને એક વખત ખાસ લાકડાની જરૂર પડવાથી તે જંગલમાં ગયો. ત્યાં તે એક મોટા ઝાડને કાપતે હતે, તે વખતે તે સ્થળે રહેનાર એક વ્યંતર દેવે તેને કહ્યું કે “અરે ભાઈ! આ મારા રહેવાના સ્થળરૂપ વૃક્ષને તું છેદીશ નહિ. તને હું તારી ઈચ્છા મુજબ તારે જે જોઈએ તે આપીશ, તારે જે જોઈએ તે માગ.”
આ પ્રમાણેની વ્યંતરની વાણી સાંભળીને સ્ત્રીને વશ રહેનાર તે સાળવી બેલ્યો કેઃ “શું માગવું તે હું મારી સ્ત્રીને પૂછીને જણાવીશ.” પછી તે ઘેર ગયો. અને સ્ત્રીને પૂછયું કેઃ “હે પ્રિયતમા! મને વ્યંતરે આ પ્રમાણે કહ્યું છે, માટે મારે શું માગવું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org