Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 244
________________ 38 કથામંજરી વ્યંતરે કહ્યું કે “તારા ઘરની પાસે રહેલા વૃક્ષ ઉપર રહેનાર હું વ્યંતર છું. તારી પત્નીના કંકાશથી અને એઠવાડથી હું મુંઝાયે, તેથી ત્યાંથી નાશીને અહિં આરામ સ્થળમાં આવીને રહેલો છું. જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે કંઈ પણ પુરુષ યા સ્ત્રીને પકડું છું, અને ભજન મેળવું છું. હવે તું અહિં શા માટે આવ્યો છું, તે કહે.” આ પ્રમાણે સાંભળીને તે બ્રાહ્મણ છે કેઃ તારી માફક હું પણ તે પત્નીના ત્રાસથી બીને રખડતે રખડતે અત્રે આવેલ છું.” વ્યંતરને તેની દયા આવવાથી પૂછ્યું કે “તું ક્યાં જમીશ?” બ્રાહ્મણે કહ્યું કેઃ “જેવી રીતે તું ભેજન કરે છે, તેવી રીતે હું પણ કરી લઈશ.” વ્યંતરે કહ્યું કે “ઉઠ, એક ઉપાય બતાવું. હું નગરમાં જઈને શાલિભદ્ર શેઠના પુત્રને વળગીશ. ત્યાં તું મંત્રવાદી થઈને આવજે ને પાઠ કરજે, તેની પાસે પાંચ સેનામહોર માગજે; વધારે લેભ કરીશ નહિ, તારા મંત્રવાદના મિથ્યાડંબરથી હું તે શેઠના પુત્રને છેડી દઈશ.” આ પ્રમાણે નિર્ણય કર્યા પ્રમાણે કાર્ય કરતાં કોકશિવને પાંચસો સોનામહોર મળી; એટલે બ્રાહ્મણને લેભ લાગે. તેથી વિચાર્યું કે “ફરીથી પણ સોનામહોરો મળે તો સારું.” પછી એક દિવસે તે વ્યંતરે કઈ મંત્રીને બાળકને પકડ્યો. તે બ્રાહ્મણે વિચાર્યું કે “ખરેખર! અહિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276