Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 257
________________ કુલપુત્રની કથા २४७ થોડી વાર પછી પાસે જઇને તેણે કાનમાં કહ્યું કેઃ “તમારા ઘરમાં આગ લાગી છે..” રજપુતે ભ્રકુટી ચડાવીને કહ્યું કેઃ “અરે મૂર્ખ! તેં આવીને તરત જ કેમ ના કહ્યું?” તેણે જવાબ આપ્યો કેઃ “ચેાગ્ય સમય નહેતા, તમે કહ્યું હતું કે સમય વિચારીને ખાનગીમાં કહેવું.” સ્વામી પણ ખેદ, હાસ્ય, દીનતા તથા ચિંતાપૂર્વક વિચારવા લાગ્યા કે ખરેખર! આ મહા જડ છે.” કહ્યું છે કે: “જેને બુદ્ધિ જ ના હોય તેને શાસ્ત્રો શું કરે? આંધળા માણસને દર્પણ શું કામ આવે?’ પછી તરત જ ઉઠીને તે ઘેર આવ્યા. ઘર તે આખું અળીને ભસ્મિભૂત થઈ ગયું હતું. પછી હાથ પકડીને તે મૂર્ખને સ્વામીએ કહ્યું કેઃ “અરે મૂર્ખ! જો. તે લાંમા વખત સુધી ઢીલ કરીને કહ્યું તેથી આ બધાંના નાશ થઈ ગયે; તેથી આજથી જે સ્થળે લેશ માત્ર પણ અગ્નિ કે અગ્નિના ધુમાડા દેખાય તે સ્થળે પાણી, કચરા, ધેાણ કે મૂત્ર જે હાજર હાય તે નાંખવું.” તે પ્રમાણે શિખામણ આપી. એક દિવસ તે રજપુત સ્નાન કરીને પેાતાના વાળ સુકાવવા સગડીમાં દેવતા રાખીને તેની પાસે બેઠા હતા. અગ્નિ ખળતા હતા, તેના તેના મસ્તક ઉપરથી ધુમાડા નીકળતા હતા; પેલા કુલપુત્રે તેની શિખામણ યાદ કરીને એક પાત્રમાં રાખેલ ગંદું પાણી તરત જ લાવીને રજપુતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276