________________
વિપ્રથી મેધ પામેલ શેઠના પુત્રની કથા
૨૩
“સંશયથી અંધ થએલાને સારી વાણી રૂપ દીપકથી પ્રખાધ કરવા.’
કોલિકા નગરીમાં નંદિવર્ધન નામે એક શેઠ રહેતા
હતા. તેને જિનદત્ત નામના એક પુત્ર હતા. તે દશ પેઢીથી વિશુદ્ધકુળમાં ઉત્પન્ન થએલી એક સ્ત્રીને પરણ્યા. તે યુવાન થયા, અને નવા નવા વ્યવસાય શીખવા લાગ્યા. તેવામાં દિવર્ધન શેઠ માંદા પડયો.
વૈદ્યોએ કહ્યું કેઃ “આ શેઠના વ્યાધિ અસાધ્ય છે, તેથી તેની દવા થઈ શકે તેમ નથી.” એટલે શેઠે પાટલીપુત્રના રહેવાસી સેામદત્ત નામના પેાતાના ખાળમિત્ર બ્રાહ્મણને મેલાવીને તેના ચે!ગ્ય સત્કાર કરી ઘરને ભવિષ્યમાં ઉપયેાગી થાય તેવા, નિધિ વગેરે ભૂમિમાં દાટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org