________________
સકલ શેઠની કથા આવ્યા. તે પોતાના ઘર પાસે આવ્યા, ત્યાં “રૂપાંતર કરીને ઘણું ઠગે હાલ ફરે છે. તે પ્રમાણે પ્રથમથી કહી રાખેલા દરવાએ મૂળ સંકલને ઘરમાં પેસવા દીધું નહિ.
આ પ્રમાણે નિષેધ થવાથી સંકલ શેઠે બૂમ પાડવા માંડી કેઃ “ઘરમાં કઈ ચોર પેઠે હોય તેમ જણાય છે. તેના આવા શબ્દો સાંભળીને વેષધારી સંકલ બહાર આવ્યું અને કહ્યું કેઃ “તું ચાર છે.” આ પ્રમાણે ઝઘડે વધતાં તે વાત રાજદરબારમાં પહોંચી. તે બંનેને રાજાએ બોલાવ્યા.
પછી સ્વર, વેષ, ભાષા, વય, ગતિ વગેરેમાં જરા પણ ફેરફાર નહિ હોવાથી, ન્યાય આપનારાઓ પણ વિચારમાં પડી ગયા. ઘરના ગુપ્ત નિધિ વગેરેનાં સ્થાનો પણ જેવી રીતે સાચા સંકલે કહ્યા તેવી જ રીતે ચલના પ્રભાવથી વેષધારી સંકલે પણ કહ્યા.
આ પ્રમાણે વાદવિવાદમાં કેટલાક સમય વીતી ગયા પછી, તે સ્થળે બેઠેલા મતિસાગર મંત્રીએ તેનો નિર્ણય કરવા માટે એક કલશ મંગાવ્યું અને કહ્યું કે “જે સાચે સંકલ હશે તે આ કળશની ભુંગળીમાંથી નીકળી શકશે.” સાચે સંકલ તેમ કરવા સમર્થ થ નહિ, પણ વેષધારી સંકલ તરત જ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સૂક્ષ્મ દ્વારમાંથી નીકળી ગયે.
લેકએ તે તરત જ ખોટા સંકલને સાચા સંકલ તરીકે સ્વીકાર્યો; પણ મંત્રીએ તેને દેવી સહાય હેવાનું જણાવી છેટા સંકલ તરીકે પ્રગટ કર્યો. તેણે તરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org