________________
પિપટની કથા
૯૩ માંજવાનું સ્થળ હતું, ત્યાં પહોંચી ગયો, અને એક પિલાણમાં સંતાઈ ગયે. - વેશ્યા છરો લઈને આવી ત્યારે પિપટને દેખ્યો નહિ. તેથી તેણે વિચાર્યું કે “કેઈ પક્ષી માંસની લાલચથી તેને ઉપાડી ગએલ લાગે છે, હવે તેનું શું કામ છે? આ પ્રમાણે વિચારી તેની શોધમાં તે બેદરકાર રહી. તે પોપટ વેશ્યા અને તેના પરિવારની દષ્ટિ ચૂકાવીને અંધકારના સમયે ધાન્યના કણે ખાતે ત્યાં જ રહેવા લાગ્યા. અનુક્રમે તેને ફરીથી પાંખો આવી અને પહેલાંની જે તે પુષ્ટ અંગવાળે થયે.
પછી તે શાણો પિોપટ વૈરનો બદલો લેવા માટે રાત્રે તે સ્થળેથી ઉડીને જે કૃષ્ણ ભગવાનના મંદિરમાં તે વેશ્યા ભક્તિપૂર્વક દર્શન કરવા દરરોજ જતી હતી, તે મંદિરમાં ગયે. કૃષ્ણની મૂતિ ઉપર ઘણું ફૂલ ચઢાવેલા હતા. તે મૂતિના એક ભાગમાં ફૂલોની નીચે તે સંતાઈ ગયો. દોઢેક પહોર ચઢ, ત્યારે તે ગણિકા મંદિરમાં દર્શન કરવા આવી. તેણીએ મહાભક્તિથી શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા.
આ વખતે સમયને ઓળખનાર પિપટ ઉચ્ચ સ્વરે બે કેઃ “હે ભદ્ર! તારી ભક્તિથી હું સંતુષ્ટ થયો છું. હું તને વિમાનમાં બેસાડીને વૈકુંઠભવનમાં લઈ જઈશ; તે વાતમાં તું જરા પણ શંકા રાખીશ નહિ.” આ પ્રમાણે તે પિપટે કહ્યું. પણ પિપટને નહિ દેખવાથી તે કૃષ્ણની મૂતિએ જ કહ્યું છે તેવી તેણને ખાત્રી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org