________________
સપ્તતિકા નામા કર્મગ્રંથ-છઠ્ઠો ભાગ -૬
ચૌદ ગુણસ્થાનકને વિષે જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોનાં બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા તેના ભાંગા અને સંવેધ ભાંગાઓનું વર્ણન જણાવતી પ્રશ્નોત્તરી વર્ણન ગુણસ્થાનકને વિષે જ્ઞાનાવરણી-દર્શનાવરણીય અને અંતરાયના ભાંગા નાણંતરાય તિવિહમવિ દસસુ દો હુંતિ દોસુ ઠાણે સું । મિચ્છાસાણે બીએ નવ ચઉ પણ નવ ય સંતંસા ॥૪૩મા મિસ્સાઈ નિયટ્ટીઓ, છચઉપણ નવય સંતકëસા । ચઉબંધ તિગે ચઉપણ, નવંસ દુસુ જુઅલ છસંતા ॥૪૪॥ ઉવસંતે ચઉપણ નવ ખીણે ચઉરૂદય છચ્ચ ચઉ સંતા । વેઅણિઆઉ અ ગોએ વિભજ્જ મોહં પરં વુચ્છ ॥૪॥ ભાવાર્થ :- જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને વિષે બંધ-ઉદય અને સત્તાનો સંવેધ ભાંગો દશમા ગુણસ્થાનક સુધી હોય છે, અગ્યાર અને બારમા ગુણસ્થાનકે ઉદય-સત્તારૂપ સંવેધ ભાંગો હોય છે.
પહેલા બીજા ગુણસ્થાનકે દર્શનાવરણીય કર્મનો નવનો બંધ-ચાર પાંચ નો ઉદય અને નવની સત્તા હોય છે. ॥૪॥
ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છનો બંધ ચાર પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. આઠ નવ દશ એમ ત્રણ ગુણસ્થાનકને વિષે ચારનો બંધ-ચાર પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે.
ક્ષપક શ્રેણીને આશ્રયીને નવ અને દશમા ગુણસ્થાનકમાં ૪ નો બંધ, ૪નો ઉદય, ૬ની સત્તા હોય છે. II૪૪L --
અગ્યાર અને બારમા ગુણસ્થાનકે ચાર અથવા પાંચનો ઉદય, નવની