________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
૨૪+૨
પણ કર્મને પહેલી-પ્રથમ શ્રેણીમાં મૂકે છે. મેગીને પણ કર્મ કરવું જોઈએ-કર્મચગી થવું જોઈએ. કરવાનું કર્મ તે કેવું હોવું જોઈએ, તેને પણ આદેશ ગીતાજીમાં આપવામાં આવ્યો છે. નિયત ગુરુ શર્મવં! મતલબ કે તારે માટે નિર્માણ કરેલું કર્મ તું કર, એ નિર્મિત કક્ષાની બહાર ન જા: જે એમ કરશે તે તેનું પરિણામ અરાજકીય-સાદી ભાષામાં આપણે જેને ઘેટાળો કહીએ છીએ તે આવે. શૂદ્ર પિતાનું કર્તવ્ય ન કરતાં બ્રાહ્મણનું કરવા માંડે, વૈશ્ય ક્ષત્રીનું કરવા માંડે, તે સમાજ કથળી જાય-બંધારણ તૂટી જાય, માટે સર્વેએ પિતાનું નિયત કર્મ કરવું, એ આદેશ બુદ્ધિપૂર્વક આપવામાં આવ્યું છે અને તે આદેશ એક સનાતન સત્ય છેઃ હમેશને માટે અમલમાં મૂકવા જેવો આદેશ છે. આ આખા ધોરણને “કર્મગ” ગ્રંથમાં પાને પાને, લીટીએ લીટીએ, વિસ્તારથી સ્પષ્ટ રીતે વિકસાવવામાં આવ્યું છે. ધ્યાનપૂર્વક એનું અધ્યયન કરવાથી, એમાં પ્રવર્તાવેલી દલીલથી હરકોઈના મનને ખાત્રી થયા વગર નહિ રહે કે કર્મ કરવું એ દરેક માણસને માટે આવશ્યક છે; પછી તે માણસ ગમે તે કેટિને હોય. સ્વ. સૂરીશ્વરજીની બાહોશ કલમે લખાયેલા ઘણુ ગ્રંથમાંને આ ગ્રંથ અમૂલ્ય છે. એનું વાચન ઘણું હેટા પ્રમાણમાં થવું જોઈએ. એમાં વર્ણવેલા સિદ્ધાંતને અમલ અને તેનું સેવન ક્ષણે ક્ષણે થવું જોઈએ, એવી એ અજોડ ગ્રંથની મહત્વતા છે. આશા છે કે વખતના વહેવા સાથે એ ગ્રંથ વાચનારાઓની સંખ્યા–પછી વાચનાર હિંદ હાય, જન હોય કે કઈ ઈતર કેમને હેય તે પણ વધતી જશે, અને તેમાં દર્શાવેલા સિદ્ધાંતને અમલમાં મૂક્તી જશે-મુક્તિ એ જ માર્ગ મળશે.
મુંબઈ તા. ૧૯ મી ફેબ્રુઆરી
સને ૧૯૫૧
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી.
For Private And Personal Use Only