Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૯ કર્મ અને પુનર્જન્મ અભિધર્મકોશ ૪.૫૯માં કર્મના ચાર પ્રકારો ગણાવ્યા છે. કૃષ્ણ, શુક્લ, શુક્લકૃષ્ણ અને અશુલઅકૃષ્ણ.” કૃષ્ણ કર્મો અકુરાલ કર્યો છે, શુકલ કર્મો સાસવ કુશલ કર્યો છે અને અશુક્લાકૃષ્ણ કર્મો નિરાસવ કુશલ કર્મો છે. બીજી રીતે કર્મના ત્રણ પ્રકાર છે - માનસ, વાચિક અને કાયિક. આ ત્રણમાં માનસ કર્મ પ્રધાન છે કારણકે બાકીનાં બધાં ફનું કારણ માનસ કર્મ છે. તેથી ભગવાને કર્મને વસ્તુતઃ ચેતનામય કહ્યાં છે. કાયિક કે વાચિક કર્મ કુશલ છે કે અકુશલ એ નક્કી કરવાની કસોટી માનસ કર્મ (આશય) છે. દાક્તર તીક્ષ્ણ ધારવાળા સાધનથી દરદીનું પેટ ચીરી નાખે છે અને એક માણસ પોતાના દુમનના પેટમાં છરો હુલાવી દે છે. બાહ્ય દષ્ટિએ બન્ને કાયિક કર્મ એક સરખાં છે. પરંતુ કાયિક કર્મોનાં કારણરૂપ આશયો (માનસ કમ) જુદાં છે. એકનું માનસ કર્મ દરદીને રોગમુક્ત કરવાની ભાવનારૂપ છે અને બીજાનું માનસ કર્મ વરભાવના રૂપ છે. તેથી દાકતરનું કાયિક કર્મકુશલ છે, જ્યારે પેલા માણસનું કાયિક કર્મ અકુશલ છે. (જુઓ બૌદ્ધધર્મદર્શન, આચાર્ય નરેન્દ્રદેવ, પૃ. ૨૨૪-૨૨૫, ૨૫૬૨૫૭; ધમ્મપદ ૧.૧). આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે અને તેને પરિણામે જે સંસ્કાર (વાસના) ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપકર્મ પુનર્જન્મનું કારણ છે. કર્મના બીજી એક દષ્ટિએ બે વર્ગ પાડવામાં આવ્યા છે - કૃત અને ઉપચિત. જે કર્મ કરાઈ ગયું હોય તે કર્મ કૃત કહેવાય છે. જે કૃત કર્મ ફળ આપવા લાગે તે ઉપસ્થિત કર્મ કહેવાય છે. બધાં જ કૃત કર્મો ફળ આપતાં નથી. જે કર્મો ઈરાદાપૂર્વક સ્વેચ્છાએ ક્ય હોય છે તે જ ફળ આપે છે. ઈરાદાપૂર્વક પાપકર્મ કર્યા પછી જો અનુતાપ થાય તો કૃત કર્મ પોતાનું ફળ આપતાં નથી. પાપની કબૂલાત કરવાથી પાપની માત્રા ઘટે છે યા પાપનો ક્ષય થાય છે. પાપવિરતિનું વ્રત લેવાથી, શુભનો અભ્યાસ કરવાથી, બુદ્ધ વગેરે સંતોને શરણે જવાથી કૃત પાપકર્મ ઉચિત થતાં નથી અર્થાત્ પોતાનાં ફળ આપતાં નથી. કેટલાંક કૃત કમ પોતાનાં ફળ અવશ્ય આપે છે. આ કૃત કર્મો નિયતવિપાકી કહેવાય છે. કેટલાંક કૃત કર્મો પોતાનાં ફળ આપશે જ એવું નક્કી નથી અર્થાત્ અનિયતવિપાકી છે.આ અનિયતવિપાકી કૃત કર્મોને મનુષ્ય સ્વપ્રયત્નથી ફળ આપતાં રોકી શકે છે. . (જુઓ અભિધર્મકોશ ૪.૧૨૦ તથા બૌદ્ધધર્મદર્શને, પૃ. ૨૫૦) વળી, કર્મના બે વિભાગ પાડવામાં આવે છે - નિયત કર્મ અને અનિયત કર્મ. નિયત કર્મના ત્રણ ભેદ છે : (૧) દgધર્મવેદનીય અર્થાતુ વર્તમાન જન્મમાં જ ફળ આપે છે તે કર્મ. આ કર્મ દુર્બળ છે, આ કર્મ પુનર્જન્મમાં કારણભૂત નથી. (૨) ઉપવઘવેદનીય અર્થાત્ તરત પછીના જન્મમાં જે ફળ આપે છે તે કર્મ. આને આનન્તર્ય કર્મ પણ કહેવામાં આવે છે. (૩) અક્ષરપર્યાયવેદનીય અર્થાત્ જે બીજા જન્મ પછી ગમે ત્યારે ફળ આપે છે તે કર્મ. અનિયત કર્મના પણ બે ભેદ છે – (૧) નિયતવિપાક અર્થાત્ જે કર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28