Page #1
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
જેમ ભૌતિક જગતમાં કાર્યકારણનો નિયમ કાર્ય કરે છે તેમનેતિક જગતમાં પણ કાર્યકારણનો નિયમ કાર્ય કરે છે. તેને આપણે કર્મનો નિયમ-કર્મસિદ્ધાન્ત કહીએ છીએ. દરેક ક્રિયાને તેનું ફળ હોય છે. જેવું કરશો તેવું પામશો આ ભાવના ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત છે. કર્મસિદ્ધાન્તની પાયાની વાત આ જ છે. પરંતુ આ સિદ્ધાન્ત કેવી રીતે કામ કરે છે તે સમજવું કઠણ છે. કર્મની ગતિ વિચિત્ર છે અને ન કળી શકાય એવી છે.
આપણે ઘણી વાર જોઈએ છીએ કે સજજન માણસ સુકાર્યો કરવા છતાં આ જન્મમાં તેના ફળરૂપ સુખ પામતો નથી અને દુર્જન માણસ કુકર્મ કરવા છતાં આ જન્મમાં ભરપૂર સુખ ભોગવે છે. આવી પરિસ્થિતિને લઈ આપણી શ્રદ્ધા કર્મસિદ્ધાન્તમાંથી ન ડગે ? આનો ઉત્તર એ છે કે સુકાયનાં કે કુકમનાં ફળ મળે જ છે-આ જન્મમાં નહિ તો પછીના જન્મમાં કેટલાંક કર્મો આ જન્મમાં ફળે છે. કેટલાંક પછીના જન્મમાં.
પરંતુ આ માટે તો પુનર્જન્મ સાબિત કરવો જોઈએ. પુનર્જન્મનીચે પ્રમાણે સાબિત થાય છે. તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થના દર્શનથી ભય અને ત્રાસ થાય છે. આ ભય અને ત્રાસ દુ:ખની સ્મૃતિ થવાને પરિણામે થાય છે. તે સ્મૃતિ સંરકાર વિના તો સંભવે નહિ અને સંસ્કાર પૂર્વાનુભવ વિના બને નહિ. અને તાજા જન્મેલામાં પૂર્વે દુઃખાનુભવ થયો હોવાનો સંભવ નથી. તેથી તે પૂર્વજન્મમાં થયેલો હોવો જોઈએ. આમ તાજા જન્મેલા બાળકને ભયંકર પદાર્થ જોઈ થતો ભય અને ત્રાસ પૂર્વજન્મને સાબિત કરે છે. વળી, કેટલાકને પૂર્વજન્મનું સ્મરણ પણ આ જન્મમાં થાય છે. આ સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. જાતિસ્મરણ પણ પૂર્વજન્મને સિદ્ધ કરે છે. પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
કરેલું કોઈ પણ કર્મ ફળ આપ્યા વિના રહેતું નથી. કર્મનો આ અટલ નિયમ જન્મજન્માન્તર સુધી વિસ્તરે છે. એ જ નિયમ આપણા ભૂત, ભાવિ અને વર્તમાનને સમજાવે છે. આમ કર્મ અને પુનર્જન્મ એ બંને એકબીજાથી છૂટા પાડી શકાય એમ નથી.
થેંકમાં કર્મ અને પુનર્જન્મનો અણસાર સર્વેદમાં આવતી ૧૦.૧૬.૩ ઋચા નોંધપાત્ર છે. તેમાં મૃત મનુષ્યની ચક્ષુને સૂર્ય પાસે અને આત્માને વાયુ પાસે જવાનું કહ્યું છે. વળી, તેમાં એ આત્માને પોતાના ધર્મ (અર્થાત્ કર્મ અનુસાર પૃથ્વમાં, સ્વર્ગમાં, પાણીમાં કે વનસ્પતિમાં જવાનું કહેવામાં
Page #2
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન આવેલ છે. આમ અહીં કર્મ અને પુનર્જન્મનો સૌથી પ્રાચીન અણસાર પ્રાપ્ત થાય છે. આત્મા પાણીમાં કે વનસ્પતિમાં પણ અવતરે છે એ હકીકતમાં જેનોના અપૂકાય અને વનસ્પતિકાય જીવના સ્વીકારનું સૂચન છે.
ઉપનિષદોમાં કર્મ અને પુનર્જન્મ કઠોપનિષદમાં (૧.૧.૫-૬) નચિકેતા જણાવે છે કે જેમ અનાજના દાણા પાકે છે અને નાશ પામે છે અને પુનઃ ઉત્પન્ન થાય છે તેમ મનુષ્ય પણ જીવે છે, મરે છે અને પુનઃ જન્મે છે. બૃહદારણ્યક ૪.૪.૧-૨માં સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત્યુકાળે આત્મા ચક્ષુ, મૂર્ધા કે અન્ય શરીરદેશમાંથી ઉત્ક્રમણ કરે છે, તે આત્માને તેનાં વિદ્યા, કર્મ અને પૂર્વપ્રજ્ઞા અનુસરે છે. તે જ ઉપનિષદમાં ૪, ૪.૩માં કહ્યું છે કે જેમ તૃણજલાયુકા મૂળ તૃણના અંતે જઈ અન્ય તૃણને પકડી લીધા પછી મૂળ તૃણને છોડી દે છે તેમ આત્મા વર્તમાન શરીરમાં અંતે પહોંચ્યા પછી અન્ય આધારને (શરીરને) પકડી તેમાં જાય છે.' કઠોપનિષદ ૨.૨.૬-૭ કહે છે કે આત્માઓ પોતાનાં કર્મ અને શ્રુત અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મે છે. બૃહદારણ્યક ૪.૪.૫ કર્મનો સરલતમ છતાં સારભૂત ઉપદેશ આપે છે કે આત્મા જેવું કર્મ કરે છે, જેવું આચરણ કરે છે તેવો તે બને છે. સત્કર્મ કરે છે તો સારો બને છે, પાપ કર્મ કરે છે તો પાપી બને છે, પુણ્ય કર્મ કરે છે તો પુણ્યશાળી બને છે. મનુષ્ય જેવી ઇચ્છા કરે છે તે અનુસાર તેનો સંકલ્પ થાય છે, જેવો સંકલ્પ કરે છે તે અનુસાર તેનું કર્મ થાય છે અને જેવું કર્મ કરે છે તે અનુસાર તે બને છે. છાંદોગ્ય ૫.૧૦.૭ કહે છે કે જેનું આચરણ રમણીય છે તે શુભ યોનિમાં જન્મે છે અને જેનું આચરણ દુષ્ટ છે તે કૂતરો, સૂકર, ચાંડાલ જેવી અશુભ યોનિમાં જન્મે છે. કોષીતકી ઉપનિષદ ૧.૨ જણાવે છે કે પોતાના કર્મ અને વિદ્યા પ્રમાણે આત્મા કહ, પતંગ, મસ્ય, પક્ષી, વાઘ, સિંહ, સર્પ, માનવ કે અન્ય કોઈ પ્રાણી તરીકે જન્મે છે.
ગીતામાં કર્મ અને પુનર્જન્મ પૂર્વજન્મ અને પુનર્જન્મ છે જ એ હકીકત ગીતા ભારપૂર્વક જણાવે છે. જન્મેલાનું મૃત્યુ થાય છે જ અને મરેલાનો જન્મ પણ થાય છે જ (૨.૨૭). ‘આત્મા નિત્ય છે પણ એનાં શરીર નાશવંત છે (૨.૧૮). જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો ધારણ કરે છે (૨.૨૨)". કૃષ્ણ કહે છે, હે અર્જુન! મારા અને તારા ઘણા જન્મો વીતી ગયા છે.' (૪.૫)"
કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી (૩.૫). કર્મ ન કરવાથી તો શરીરનિર્વાહ પણ નહિ થાય (૩.૮). કર્મ બંધનકારક નથી ? ના, કર્મ
સ્વયં બંધનકારક નથી પણ કર્મફલની આસક્તિ જ બંધનકારક છે. કર્મફળની ઈચ્છા ન રાખનારા જ્ઞાનીઓ જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે. (૨.૫૧)." તેથી ગીતા ફળની આસક્તિ છોડી, સિદ્ધિ-સિદ્ધિમાં સમભાવ ધરી કર્મ કરવાનો આદેશ આપે છે
Page #3
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ (૨,૪૮). કર્મનો આરંભ ન કરવાથી મનુષ્ય નિષ્કર્મતા પામતો નથી અને કર્મનો ત્યાગમાત્ર કરવાથી તે સિદ્ધિ પામતો નથી (૩.૪). કર્મનો અનારંભ કે ત્યાગ નથી કરવાનો પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે. તે આસક્તિનો ત્યાગ જે કરે છે તે નિષ્કર્મા અને સિદ્ધિ પામે છે. કર્મફળની આસક્તિ ત્યજી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ કર્મ કરતો નથી (૪. ૨૦). જે દ્વેષ કરતો નથી કે કંઈ ઈચ્છતો નથી તેને સદા કર્મસંન્યાસી (કર્મચાગી) જાણવો (૫.૩). “કૃષ્ણ પોતાને વિશે કહે છે કે, “મને કર્મો લેપતાં નથી કારણ કે મને કર્મફળમાં સ્પૃહા નથી” (૪.૧૪)." વિવેકજ્ઞાનરૂપ અગ્નિ કર્મફળની સ્પૃહાને - આસક્તિને બાળી નાખે છે એટલે તેને કર્મને બાળીને ભસ્મ કરનાર ગણ્યો છે (૪.૩૭)." કર્મ કરવામાં જ મનુષ્યનો અધિકાર છે. અર્થાત, કર્મ કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે. કેવું કર્મ કરવું અને તે કેવી રીતે કરવું તેમાં તે સ્વતંત્ર છે (૨.૪૭). પરંતુ ફળની બાબતમાં તેનો અધિકાર નથી અર્થાત્ તે પરતંત્ર છે. કર્મ કર્યું એટલે તેનું મુકરર ફળ મળવાનું જ, એ ભોગવ્યે જ છૂટકો, એમાં તમારું કંઈ ન ચાલે (૨.૪૭). કર્મ કરતી વખતે કર્મના ફળને જ નજરમાં રાખી કર્મ ન કરવું જોઈએ પણ ફળની કામના – તેની સફળતા-નિષ્ફળતાનો વિચાર – કર્યા વિના કર્મને જ કુશળતાથી કરવું જોઈએ (૨.૪૭).તદ્દન કર્મ ન કરવામાં – આળસમાં સંગ ન રાખવો જોઈએ. કર્મ પણ નથી કરવું અને ફળ પણ નથી જોઈતું એમ વિચારી આળસમાં અકર્મણ્ય થઈ રહેવું તેના જેવું ભૂં બીજુ કંઈ નથી (૨.૪૭)." તારે ફળ ન જોઈતું હોય તો પણ કર્મ કર. પરાર્થે કર્મ કર, લોકસંગ્રહ માટે કર્મ કર (૩.૧૩, ૩.૨૦)." ત્યાં પણ ફળની આસક્તિ ન રાખવી જોઈએ. | ગીતાએ કર્મોના ત્રણ વિભાગ પાડ્યા છે - કર્મ, અકર્મ અને વિકર્મ (૪.૧૭). કર્મ એટલે ફળની ઇચ્છાથી કરવામાં આવતું સત્કર્મ. અકર્મ એટલે ફળની ઇચ્છા વિના કરવામાં આવતું સત્કર્મ. ફળની ઈચ્છાથી રાગદ્વેષપૂર્વક કરવામાં આવતું દુષ્ટ કર્મ વિકર્મ છે. કર્મ એ પુણ્યકર્મ છે, વિકર્મ એ પાપકર્મ છે અને અકર્મ એ પુણ્યકર્મ પણ નથી કે પાપકર્મ પણ નથી. અકર્મમાં ક્રિયા (કર્મ) કરવામાં આવતી હોવા છતાં ર્તાપણાનું અભિમાન, રાગદ્વેષ, કલાસક્તિ ન હોવાથી તે અકર્મ બની જાય છે. તેથી અકર્મ બંધનકારક નથી. કર્મ અને વિકર્મ બન્ને અનુક્રમે સોનાની બેડી અને લોખંડની બેડી સમ છે, બન્ને બંધનકારક છે.
કર્મનો નિયમ બીજા કોઈના હસ્તક્ષેપ વિના સ્વાભાવિક્મણે જ કાર્ય કરે છે. ઈશ્વર પણ તેમાં કોઈ હસ્તક્ષેપ કરતો નથી. ઈશ્વર કોઈની પાસે બળજબરીથી કર્મ કરાવતો નથી, તે કમોને ઉત્પન્ન કરતો નથી, તે કર્મને ફળ સાથે જોડતો નથી કે તે કર્મફળને કર્મ કરનાર સાથે જોડતો નથી. વળી, ઈશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી. અજ્ઞાનપ્રસૂત મોહને કારણે લોકો તેને તેવો માને છે. (૫.૧૪-૧૫).૧૮
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૮
ભારતીય તત્વજ્ઞાન * બૌદ્ધ ધર્મદનમાં કર્મ અને પુનર્જન્મ કર્મસિદ્ધાન્ત ભગવાન બુદ્ધના નૈતિક આદર્શવાદની આધારશિલા છે. પ્રતીત્યસમુત્પાદનું ચક્ર કર્મના નિયમને આધારે જ ચાલે છે. દ્વાદશાંગ ભવચકની ધરી * કર્મસિદ્ધાન છે. કર્મ અને ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યા કરે છે. “ જ પુનર્જન્મને સ્વીકાર્યા વિના ચાલે નહિ. જે કર્મોનું ફળ આ જન્મમાં નથી મળતું તેમનું ફળ પછીના જન્મોમાં મળે છે. બોધિ પ્રાપ્ત પછીબુદ્ધને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું હતું. વળી, પોતપોતાનાં કર્મથી પ્રેરિત પ્રાણીઓને વિવિધ યોનિઓમાં જતાં-આવતાં તેમણે પ્રત્યક્ષ જોયાં હતાં. અમુક પ્રાણી તેના કર્મ અનુસાર કયોનિમાં જન્મશે એનું જ્ઞાન તેમને હતું. આમ કર્માનુસારકોનેક્યો પુનર્જન્મ પ્રાપ્તયો એનું જ્ઞાન એમને માટે સ્વવેદ્ય અનુભવ હતો. (જુઓ મજૂઝિમનિકાયનાતેવિશ્વવચ્છગોરાસુત્તતથાબોધિરાજકુમારસુત્ત, અને અંગુત્તરનિકાયનું વેરંજક બ્રાહ્મણ સુત્ત). મહાત્મા બુદ્ધને એક વખત ચાલતાં ચાલતાં પગમાં કાંટો વાગ્યો, ત્યારે તેમણે ભિક્ષુઓને કહ્યું, “હે ભિક્ષુઓ! આ ભવથી એકાણુમા ભવમાં મેં એક પુરુષને શક્તિથી હણ્યો હતો. એ કર્મના વિપાકે મારો પગ વીંધાયો. ભગવાન બુદ્ધના શિષ્ય-શિખ્યાઓને પણ પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન હતું. ભિક્ષણી ઋષિદાસીએ ઘેરીગાથામાં (ગાથા ૪૦૦૪૪૭) પોતાના પૂર્વજન્મોનું માર્મિક વર્ણન ક્યું છે.
જગતમાં મનુષ્યો બુદ્ધિમાન-મંદબુદ્ધિ, ગરીબ-તવંગર, અલ્પાયુ-દીર્ધાયુ જણાય છે. કર્મને સ્વીકાર્યા વિના આ વિષમતાનો ખુલાસો થઈ શકતો નથી." કર્મ જ પ્રાણીઓને હીન યા ઉત્તમ બનાવે છે. જેવું કર્મ તેનું ફળ. જે મનુષ્ય હિંસા કરે છે, ક્રોધ કરે છે, ઈષ્ય કરે છે, લોભ કરે છે, અભિમાન કરે છે તે વર્તમાન શરીર છોડી મર્યા પછી દુર્ગતિમાં પડે છે અને જો મનુષ્યયોનિમાં જન્મે છે તો હીન, દરિદ્ર અને બુદ્ધિહીન બને છે. જે મનુષ્ય શુભ કર્મ કરે છે તેની સુગતિ થાય છે અને જે મનુષ્યોનિમાં જન્મે છે તો ઉત્તમ, સમૃદ્ધ અને પ્રજ્ઞાવાન થાય છે. (જુઓ મજૂઝિમનિકાયનાં ચૂલકમ્મવિલંગસુત્ત, મહાક—વિભંગસુત્ત, સાલેયસુત્ત તથા વેરંજકસુત્ત). સારાંશ એ કે વિશ્વની વ્યાવસ્થામાં કર્મ જ પ્રધાન છે,
સત્કર્મોને કુશલ કર્મો કહે છે, કારણકે એમનું ફળ કુશલ (સારું) છે. કુરાલ કર્મો કાં તો થોડા વખત માટે દુ:ખથી બચાવે છે કાં તો હંમેશ માટે. પ્રથમ પ્રકારનાં કુશલ કમને સામ્રવ કુશલ કર્મો કહેવામાં આવે છે અને બીજા પ્રકારનાં કુશલ કમને નિરાસવ કુલકર્મો કહેવામાં આવે છે. પાપકર્મો અકુશલ છે, કારણ કે તેમનું ફળ અનિષ્ટયા દુઃખ છે. સારાવ કુરાલ કર્મનું ફળ સુખ, અભ્યદય અને સુગતિ છે. નિરાસવ કુશલ કર્મનું ફળ જ નથી, તે વિપાકરહિત છે, દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે, આ દુઃખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે, રોગના અભાવની જેમ નિર્વાણ શાન્ત અવસ્થા છે. (જુઓ બૌદ્ધધર્મદર્શન, આચાર્ય નરેન્દ્રદેવ, પૃ. ૨૫૭-૧૫૮). ગીતાની પરિભાષામાં કહેવું હોય તો કહી શકીએ કે સામ્રવ કુશલ કર્મો કર્મ છે, નિરાસવ કુશલ કર્મો અકર્મ છે અને અકુશલ કર્મો વિકર્મ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૯
કર્મ અને પુનર્જન્મ
અભિધર્મકોશ ૪.૫૯માં કર્મના ચાર પ્રકારો ગણાવ્યા છે. કૃષ્ણ, શુક્લ, શુક્લકૃષ્ણ અને અશુલઅકૃષ્ણ.” કૃષ્ણ કર્મો અકુરાલ કર્યો છે, શુકલ કર્મો સાસવ કુશલ કર્યો છે અને અશુક્લાકૃષ્ણ કર્મો નિરાસવ કુશલ કર્મો છે.
બીજી રીતે કર્મના ત્રણ પ્રકાર છે - માનસ, વાચિક અને કાયિક. આ ત્રણમાં માનસ કર્મ પ્રધાન છે કારણકે બાકીનાં બધાં ફનું કારણ માનસ કર્મ છે. તેથી ભગવાને કર્મને વસ્તુતઃ ચેતનામય કહ્યાં છે. કાયિક કે વાચિક કર્મ કુશલ છે કે અકુશલ એ નક્કી કરવાની કસોટી માનસ કર્મ (આશય) છે. દાક્તર તીક્ષ્ણ ધારવાળા સાધનથી દરદીનું પેટ ચીરી નાખે છે અને એક માણસ પોતાના દુમનના પેટમાં છરો હુલાવી દે છે. બાહ્ય દષ્ટિએ બન્ને કાયિક કર્મ એક સરખાં છે. પરંતુ કાયિક કર્મોનાં કારણરૂપ આશયો (માનસ કમ) જુદાં છે. એકનું માનસ કર્મ દરદીને રોગમુક્ત કરવાની ભાવનારૂપ છે અને બીજાનું માનસ કર્મ વરભાવના રૂપ છે. તેથી દાકતરનું કાયિક કર્મકુશલ છે, જ્યારે પેલા માણસનું કાયિક કર્મ અકુશલ છે. (જુઓ બૌદ્ધધર્મદર્શન, આચાર્ય નરેન્દ્રદેવ, પૃ. ૨૨૪-૨૨૫, ૨૫૬૨૫૭; ધમ્મપદ ૧.૧).
આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે અને તેને પરિણામે જે સંસ્કાર (વાસના) ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપકર્મ પુનર્જન્મનું કારણ છે.
કર્મના બીજી એક દષ્ટિએ બે વર્ગ પાડવામાં આવ્યા છે - કૃત અને ઉપચિત. જે કર્મ કરાઈ ગયું હોય તે કર્મ કૃત કહેવાય છે. જે કૃત કર્મ ફળ આપવા લાગે તે ઉપસ્થિત કર્મ કહેવાય છે. બધાં જ કૃત કર્મો ફળ આપતાં નથી. જે કર્મો ઈરાદાપૂર્વક સ્વેચ્છાએ ક્ય હોય છે તે જ ફળ આપે છે. ઈરાદાપૂર્વક પાપકર્મ કર્યા પછી જો અનુતાપ થાય તો કૃત કર્મ પોતાનું ફળ આપતાં નથી. પાપની કબૂલાત કરવાથી પાપની માત્રા ઘટે છે યા પાપનો ક્ષય થાય છે. પાપવિરતિનું વ્રત લેવાથી, શુભનો અભ્યાસ કરવાથી, બુદ્ધ વગેરે સંતોને શરણે જવાથી કૃત પાપકર્મ ઉચિત થતાં નથી અર્થાત્ પોતાનાં ફળ આપતાં નથી. કેટલાંક કૃત કમ પોતાનાં ફળ અવશ્ય આપે છે. આ કૃત કર્મો નિયતવિપાકી કહેવાય છે. કેટલાંક કૃત કર્મો પોતાનાં ફળ આપશે જ એવું નક્કી નથી અર્થાત્ અનિયતવિપાકી છે.આ અનિયતવિપાકી કૃત કર્મોને મનુષ્ય સ્વપ્રયત્નથી ફળ આપતાં રોકી શકે છે. . (જુઓ અભિધર્મકોશ ૪.૧૨૦ તથા બૌદ્ધધર્મદર્શને, પૃ. ૨૫૦)
વળી, કર્મના બે વિભાગ પાડવામાં આવે છે - નિયત કર્મ અને અનિયત કર્મ. નિયત કર્મના ત્રણ ભેદ છે : (૧) દgધર્મવેદનીય અર્થાતુ વર્તમાન જન્મમાં જ ફળ આપે છે તે કર્મ. આ કર્મ દુર્બળ છે, આ કર્મ પુનર્જન્મમાં કારણભૂત નથી. (૨) ઉપવઘવેદનીય અર્થાત્ તરત પછીના જન્મમાં જે ફળ આપે છે તે કર્મ. આને આનન્તર્ય કર્મ પણ કહેવામાં આવે છે. (૩) અક્ષરપર્યાયવેદનીય અર્થાત્ જે બીજા જન્મ પછી ગમે ત્યારે ફળ આપે છે તે કર્મ. અનિયત કર્મના પણ બે ભેદ છે – (૧) નિયતવિપાક અર્થાત્ જે કર્મને
Page #6
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન વિપાકકાળ અનિયત છે પરંતુ વિપાક નિયત છે તે કર્મ. જે કર્મ પોતાનું ચોક્કસ ફળ આપવાનું જ છે પરંતુ ક્યારે તે પોતાનું ફળ આપશે એ નિયત નથી તે કર્મ. (૨) અનિયતવિપાક અર્થાત્ જે કર્મ પોતાનું ફળ આપશે જ એવું નિયત નથી તે કર્મ. આ કર્મના ફળનું ઉલ્લંઘન થઈ શકે છે. (જુઓ બૌદ્ધધર્મદર્શન, નરેન્દ્રદેવ, પૃ. ૨૬૭ તથા અભિધર્મકોશભાષ્ય ૪.૫૦)*
બીજની જેમ ર્મ પોતાના સામર્થ્યથી જ પોતાનું ફળ ઉત્પન્ન કરે છે. પરંતુ બૌદ્ધ ધર્મ અમુક કર્મોનાં ફળનું ઉલ્લંઘન શક્ય છે એમ સ્વીકારે છે. બૌદ્ધ ધર્મ અનુસાર કર્મની પુણ્યતા-અપુણ્યતાનો આધાર આશય ઉપર છે. કર્મના ફળની કટુતા-માધુરતાની માત્રાનો આધાર અનેક બાબતો પર આધાર રાખે છે. કર્મ પોતાનું ફળ કેવી રીતે આપે છે અને તે ફળનાં નિર્ણાયક બળો ક્યાં છે તે જાણવું મુશ્કેલ છે. કર્મવિપાક દૂર્વિય છે. જ્યારે કાળ પાકે છે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે, વહેલા કે મોડા, અલ્પ યા મહાન ફળ આપે છે. ઈશ્વરવાદી કહે છે કે બીજને ફળદ્રુપ જમીનમાં વાવ્યું હોય પરંતુ વર્ષા વિના તેમાંથી અંકુર ફુટતું નથી; જેમવર્ષાના સામર્થ્યથી બીજમાંથી અંકુર ફુટે છે તેમ ઈશ્વરના સામર્થ્યથી કર્મમાંથી તેનું ફળ જન્મે છે, કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય ઈશ્વર આપે છે. બૌદ્ધો આનો પ્રતિષેધ કરે છે. તેઓ કહે છે કે તૃષ્ણાથી પ્રેરાઈને કરેલાં કર્મમાં વિપાકપ્રદાનનું સામર્થ્ય હોય છે, તૃષ્ણા જ કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મોનાં ફળ ભોગવવા પડતાં નથી. (જુઓ બૌદ્ધધર્મદર્શન, નરેન્દ્રદેવ, પૃ. ૨૭ર-ર૭૩)
બૌદ્ધ ધર્મ અપરિવર્તિષ્ણુ નિત્ય આત્માને ન માનતો હોવા છતાં કર્મ અને પુનર્જન્મને માને છે. તેના અનુસાર જે ચિત્તસંતાન કર્મ કરે છે તે ચિત્તસંતાન જ તેનું ફળ ભોગવે છે અને તેનો જ પુનર્જન્મ થાય છે. (જુઓ તત્ત્વસંગ્રહગત કર્મફલસંબંધ પરીક્ષા.)
ઈશ્વરવાદી દર્શનોમાં જે સ્થાન ઈશ્વરનું છે તે સ્થાન બૌદ્ધ ધર્મમાં કર્મનું છે. પોતાનાં કર્મને અનુરૂપ સુખ-દુઃખ પ્રાણી ભોગવે છે. જે જેવું કરે છે તે તેવું પામે છે. કોઈ કોઈને સુખ કે દુઃખ દેતું નથી. આમ કર્મસિદ્ધાન્ત શ્રેષનો નારાજ છે અને પુરુષાર્થ તેમ જ સ્વતંત્ર સંકલ્પશક્તિનો પોષક છે. કર્મનું ફળ ભોગવતી વખતે સમતા ધારણ કરવી કે વિક્ષિપ્ત થવું એ બાબતે પણ મનુષ્ય સ્વતંત્ર છે. શુભ સંકલ્પ કરવા કે અશુભ એ બાબતે પણ મનુષ્ય સ્વતંત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં તે જેવો થવા ઇચ્છે તે થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે.
પ્રાણીઓના કર્મોથી જગતની જડ વસ્તુઓમાં પણ અનુરૂપ પરિવર્તન થાય છે, કારણ કે તે જડ જગત પ્રાણીઓના ભોગનો વિષય છે. પ્રાણીઓનાં મેનો પ્રભાવ પ્રાણીઓના ભોગ્ય જડ જગત પર પણ અવશ્ય પડે છે. પ્રાણીઓનાં પાપકર્મોથી
Page #7
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
૩૧ ઔષધિ, ભૂમિ, વગેરે અલ્પવીર્ય બની જાય છે, ઋતુઓ વિષમ બને છે, ઈત્યાદિ (જુઓ બૌદ્ધધર્મદર્શન, નરેન્દ્રદેવ, પૃ. ૨૬૪)
પાતંજલ યોગદરમાં કર્મ અને પુનર્જન્મ યોગદર્શન પુનર્જન્મ સ્વીકારે છે. નવજાત શિશુને ભયંકર પદાર્થને જોઈ થતા ભય અને ત્રાસ ઉપરથી અનુમાન દ્વારા યોગભાકાર વ્યાસ (૪.૧૦ અને ૨.૯)" પૂર્વજન્મને સિદ્ધ કરે છે. વળી, સંસ્કારોમાં સંયમ (=ધારણા, ધ્યાન અને સમાધિ) કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે એમ સૂત્રકર પતંજલિએ સૂત્ર ૩.૧૮માં જણાવ્યું છે " આમ પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ પણ સિદ્ધ થાય છે.
જીવ જે પ્રવૃત્તિ કરે છે તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. આને કર્મસંસ્કાર, કર્ભાશય કે માત્ર કર્મ કહેવામાં આવે છે. આ કમ પ્રાકૃતિક છે. તે ચાર પ્રકારનાં છે-કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુલાકૃષ્ણ. દુર્જનોનાં કર્મો કૃષ્ણ હોય છે કારણ કે તેઓ કાળાં કામોના કરનારા છે. સામાન્ય જનોનાં કર્મો શુક્લકૃષ્ણ હોય છે, કારણ કે તેઓ પરપીડારૂપ કાળાં અને પરોપકારરૂપ ધોળાં કામોના કરનારા હોય છે. યજ્ઞયાગરૂપ બાહ્ય સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મોય શુકલકૃષ્ણ હોય છે કારણ કે આ બાહ્ય સાધનના અનુષ્ઠાનમાં પરપીડા અનિવાર્યપણે રહેલી હોય છે. તપ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ આંતર સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો શુક્લ હોય છે, કારણ કે આ આંતર સાધનોના અનુષ્ઠાનમાં પરપીડા હોતી નથી. જેમના રાગ આદિ ક્લેશો ક્ષીણ થઈ ગયા હોય છે તે ચરમદેહ વિવેકી પુરુષનાં કર્મો અશુક્લ-અકૃષ્ણ હોય છે. આ વિવેકી પુરુષ પરોપકારરૂપ શુભ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમનાં કર્મો શુક્લ નથી હોતાં કારણ કે તેમની પ્રવૃત્તિ નિષ્કામ હોય છે. તેમનાં કમને તેથી અશુક્લ ગણ્યાં છે. વળી, તેઓ પરપીડારૂપ કળી પ્રવૃત્તિ પણ કરતા નથી. બાહ્ય દષ્ટિએ તેમની પ્રવૃત્તિ પરપીડાજનક જણાય તો પણ તેમનો તેની પાછળનો આશય તો પરોપકારનો અને પરકલ્યાણનો જ હોય છે એટલે તેમનાં તે કર્મો કૃષ્ણ નહિ પણ અકૃષ્ણ ગણાય. આમતેમનાં કર્મો અશુક્લાકૃષ્ણ જ હોય છે. વિવેકી પુરુષ સિવાયના પુરુષમાં પ્રથમ ત્રણેય પ્રકારનાં કર્મો સંભવે છે. આ બધું વિવેચન યોગભાગ ૪.૭માં છે. વળી યોગભાષ્કાર જણાવે છે કે કેટલીક વાર કૃષ્ણ કર્મોનો નાશ શુક્લ કર્મોથી થઈ શકે છે. (૨૦૧૩).
લેશપૂર્વક પ્રવૃત્તિ કરીએ તો જ કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે. જો પ્રવૃત્તિ ક્લેશરહિત હોય તો કર્મસંસ્કારો ચિત્તમાં પડતા નથી. આમ કલેશ જ કર્મબંધનું કારણ છે.. કર્મસંસકારો ક્લેશમૂલક છે (૨.૧૨)."
કર્મસંસ્કારો અર્થાત્ કર્મો પુણ્યરૂપ અને પાપરૂપ એમ બે પ્રકારના હોય છે. પુણ્યરૂપ કર્મો અને પાયરૂપ કર્મો બંનેય ક્લેશભૂલક છે. દાખલા તરીકે, રાગ ક્લેશને લઈએ. સ્વર્ગ, વગેરે પ્રત્યેના રાગથી પ્રેરાઈ આપણે ધર્મરૂપ પ્રવૃત્તિ કરીએ છીએ અને
Page #8
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન પરિણામે પુણ્યરૂપ કર્મ બાંધીએ છીએ. ધન, વગેરે પ્રત્યેના રાગથી પ્રેરાઈ આપણે ચોરી વગેરે દુષ્કૃત્ય આચરીએ છીએ અને પરિણામે પાપરૂપ કર્મો બાંધીએ છીએ (યોગ ભાષ્ય ૨૦૧૨).૧
કર્મોનો બીજી રીતે પણ વિભાગ થાય છે. આ રીતે વિભાગ કરતાં કર્મો બે વગમાં વહેચાઈ જાય છે - દwજન્મવેદનીય કર્મો અને અદષ્ટજન્મવેદનીય કમોં. જે કર્મો પોતાનું ફળ વર્તમાન જન્મમાં જ આપી દે તે કમોં દષ્ટજન્મવેદનીય કહેવાય. જે કર્મો પોતાનું ફળ ભાવિ જન્મોમાં આપે તે કર્મો અદષ્ટજન્મવેદનીય કહેવાય. નારકોને દષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી. ક્ષીણક્લેશવાળાને અદષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી, કારણ કે તેને પુનર્ભવ સંભવતો નથી (યોગ ભાગ ૨.૧૨).
યોગસૂત્ર ૨.૧૩ અનુસાર કર્મો ત્રણ જાતનાં ફળો આપે છે - જાતિ (જન્મ), આયુ અને ભોગ (સુખ-દુઃખવેદન). આને બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે કેટલાંક કર્મો જાતિરૂપ ફળ આપે છે, કેટલાંક કર્મો આયુરૂપ ફળ આપે છે અને કેટલાંક કર્મો ભોગરૂપ ફળ આપે છે. આમ કર્મોના ત્રણ પ્રકાર થયા - જાતિવિપાકી કર્મ, આયુવિપાકી કર્મ અને ભોગવિપાકી કર્મ. ૨.૧૩ સૂત્ર ઉપરના ભાષ્યમાં વધુમાં જણાવ્યું છે કે નવો જન્મ, તેને અનુરૂપ આપ્યું અને તેને અનુરૂપ ભોગ આ ત્રણે વિપાકો આપનાર તે તે કર્મો મૃત્યુથી અભિવ્યક્ત થાય છે. અર્થાતુ જે પ્રકારનું આયુ અને જે પ્રકારનો ભોગ અમુક જ જાતિમાં સંભવે બીજીમાં નહિ તેવા આયુ અને તેવા ભોગને નિયત કરનાર કર્મો જ મૃત્યુથી અભિવ્યક્ત થાય છે, બીજાં નહિ. જાતિવિપાકી કર્મ અદષ્ટજન્મવેદનીય જ હોય, જ્યારે આયુવિપાકી અને ભોગવિપાકી કર્મો દષ્ટજન્મવેદનીય અને અદષ્ટજન્મવેદનીય એમ બંને પ્રકારનાં સંભવે. આમ અદઈજન્મવેદનીય કર્મો ત્રિવિપાકી હોય છે, જ્યારે દજન્મવેદનીય કર્મો એકવિપાકી કે બેવિપાકી હોય છે, એકવિપાકી હોય ત્યારે માત્ર ભોગરૂપ વિપાકને જ આપે છે અને દ્ધિવિપાકી હોય ત્યારે ભોગરૂપ અને આયુરૂપ એ બે જ વિપાકોને આપે છે. "
દઈજન્મવેદનીય કર્મોને એકભવિક હોવાનો અર્થાત્ મૃત્યુથી અભિવ્યક્ત થઈ સાથે મળી એક ભવનો (જન્મનો) આરંભ કરનાર હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કારણકે તે દષ્ટજન્મવેદનીય હોઈ વર્તમાન જન્મમાં જ પોતાનું ફળ આપી નિવૃત્ત થાય છે. પરંતુ અદષ્ટજન્મવેદનીય કર્મો બધાં જ એકભાવિક હોય છે કે નહિ તે પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નને જરા વિરતારથી સમજીએ. જે અદષ્ટજમવેદનીય કર્મો છે તેમાં ઘણાં જાતિવિપાકી, ઘણાં આયુવિપાકી અને ઘણાં ભોગવિપાકી હોવાનાં જ. આમાંથી કેટલાંક જાતિવિપાકી, કેટલાંક આયુવિપાકી અને કેટલાંક ભોગવિપાકીએ પૂર્વજન્મમાં મૃત્યુથી અભિવ્યક્ત થઈ ભેગાં મળી, વર્તમાન જન્મનો આરંભ કર્યો છે. હવે વર્તમાન જન્મમાં મૃત્યુ વખતે અભિવ્યક્ત થઈ ભેગાં મળી બીજાં કેટલાંક જાતિવિપાકી, આયુવિપાકી અને ભોગવિપાકી .
Page #9
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ કર્મો પછીના જન્મને આરંભશે અને આમ આ જ ક્રમે શું બધાં જ અદજન્મવેઠનીય કર્મો એકભવિક જ બનરો? આ પ્રશ્નનો ઉત્તર યોગભાષ્ય ૨.૧૩માં છે. તે આ પ્રમાણે છે. અદષ્ટજન્મવેદનીય કર્મો બે પ્રકારના હોય છે - નિયતવિપાકી અને અનિયતવિપાકી. આમાંથી જે નિયતવિપાકી છે તે એક્સવિક છે, જ્યારે જે અનિયતવિપાકી છે તે એકભવિક નથી જ અદઈજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોની બાબતમાં ત્રણ વિકલ્પો સંભવે છે - (૧) અપક્વ દશામાં જ તેમનાં વિરોધીથી નાશ, (૨) પ્રધાન કર્મમાં આવાપગમન અને (૩) નિયતવિપાકવાળા પ્રધાન કર્મથી અભિભવ પામી ચિત્તમાં લાંબા સમય સુધી પડી રહેવું " હવે આ ત્રણ વિકલ્પોને જરા વિસ્તારથી સમજીએ. કેટલાંક અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનો તેમનાં વિરોધી કર્મોથી નાશ થાય છે. દાખલા તરીકે, કૃષ્ણકર્મોને નાશ શુક્લ કર્મોથી થાય છે. કેટલાંક અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનું પ્રધાન કર્મ પોતાનું ફળ આપે છે ત્યારે જ તે પ્રધાન કર્મનાં અંગભૂત કર્મો ફળ આપે છે, તે પહેલાં કે તે પછી નહિ. કેટલાંક અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મો અસમાન યા વિરોધી કર્મો વડે અભિભૂત થઈને માત્ર બીજભાવે સ્વતંત્રપણે લાંબા વખત સુધી ચિત્તમાં પડી રહે છે અને
જ્યારે તેમનાં સમાન યા અવિરોધી કર્મો બળવાન બને છે ત્યારે તેમનાથી તેઓ અભિવ્યક્ત થઈ પોતપોતાનું ફળ આપવા લાગે છે. આ અભિભવને પામેલાં કર્મોને અભિવ્યક્ત કરી વિપાકોમુખ બનાવનાર નિમિત્તરૂપ અવિરોધ કર્મો ક્યાં છે એનો નિશ્ચય કરવો કઠિન છે.
સૂત્રકાર સૂત્ર ૩.૨૨માં જણાવે છે કે કર્મો બે પ્રકારનાં છે-સોપકમ અને નિરુપક્રમ." ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે સૂત્રકાર અહીં માત્ર આયુકર્મની વાત કરે છે. એટલે આયુકર્મ બે પ્રકારનાં છે - સોપક્રમ અને નિરુપક્રમ. વળી ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે બધાં આયુકર્મ નહિ પરંતુ અદષ્ટજન્મવેદનીય નિયતવિપાકી એકભાવિક આયુકર્મો જ બે પ્રકારનાં હોય છે. “સોપઝમ એટલે એક વાર ફળ આપવાનું શરૂ કર્યું એટલે ઝડપથી ફળ આપી નિવૃત્ત થનાર. નિરુપમ એટલે ફળ આપવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે પોતાનું ફળ આપી નિવૃત્ત થનાર.
અનુભવજન્ય સંસ્કાર વાસના છે અને પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર કર્મ છે. વાસના સ્મૃતિ જન્માવે છે. કર્મ (ક્લેશયુક્ત હોય તો) જાતિ, આયુ અને ભોગરૂપ વિપાક જન્માવે છે. * યોગસૂત્ર ૪.૮ કહે છે કે વાસના વિપાકને અનુરૂપ જ જાગે છે. આ વસ્તુને વિસ્તારથી સમજીએ. જીવ અમુક જાતિવિપાકી કર્મને પરિણામે અમુક જાતિમાં જન્મે છે. ઉદાહરણાર્થે, એક એવું જાતિવિપાકી કર્મ છે જેને પરિણામે જીવ વર્તમાન જન્મમાં કુતરો બને છે. જ્યારે જીવ કૂતરો બને છે ત્યારે કૂતરાજાતિને અનુરૂપ ભોગવિપાકી કર્મો વિપાકોન્મુખ બન્યાં હોઈ તે કૂતરારૂપે જન્મેલો જીવ કૂતરાજાતિને અનુરૂપ ભોગ ભોગવે છે. તે હાડકાં ચોટ છે ને કરડે છે, તે વિષ્ટા ખાય છે, વગેરે. આ બધું તે કરવા માંડે છે કારણકે તે જાતિમાં જન્મેલા જીવને તેમ કરવામાં સુખ થાય છે. પરંતુ તે
Page #10
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન કૂતરારૂપે જન્મેલો જીવ પ્રથમ વાર હાડકું ચાટવા-કરડવા જાય ત્યારે તેને તે ફાાન હોવું જોઈએ કે તેમ કરવાથી તેને સુખ થશે. આવું જ્ઞાન તેને તો જ સંભવે જો તેણે પહેલાં હાડકું ચાટ્ય-કરડ્યું હોય અને તેથી તેને સુખાનુભવ થયો હોય. હકીકતમાં, આ પહેલાં તે અનંત વાર કૂતરારૂપે જન્મી ચૂકેલો છે ને તેને એવો અનુભવ થઈ ચૂકેલો છે. એ અનુભવના સંસકારો ચિત્તમાં પડેલા હતા. એ સંસ્કારો કૂતરાજાતિમાં જન્મ કરાવનાર જાતિવિપાકી કર્મોએ જેવું પોતાનું ફળ આપવા માંડ્યું તેવા જ તે જાગૃત થઈ ગયા. તે સંસ્કારો જાગૃત થવાથી તેને સ્મૃતિ થઈ કે હાડકું ચાટવા-કરડવાથી સુખ થાય છે અને તે હાડકું ચાટવાકરડવા લાગી સુખ ભોગવવા લાગ્યો. જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે અને પ્રવૃત્તિકાળે થયેલ અનુભવના સંસ્કારો પણ તે જ વખતે પડે છે. આમ મ-પ્રવૃત્તિ મ-કર્મસંસ્કારોને અને અનુભવ સંસ્કારોને એક સાથે ચિત્તમાં પાડે છે. એટલે મ-કર્મસંસ્કારો જ્યારે વિપાકોનુખ બને છે ત્યારે પોતાની સાથે -અનુભવના સંસ્કારોને પણ જગાડે છે – બીજા અનુભવસંસ્કારોને જગાડતા નથી.
ન્યાય-વૈશેષિક દર્શનમાં કર્મ અને પુનર્જન્મ ન્યાય-વૈશેષિક દાર્શનિકો આત્માને નિત્ય ગણે છે. નિત્યનો અર્થ છે અનાદિ-અનંત. આનો અર્થ એ કે આત્મા વર્તમાન દેહની ઉત્પત્તિ પહેલાં અને તેના પાત પછી પણ અસ્તિત્વ ધરાવે છે. બીજા શબ્દોમાં, પૂર્વજન્મ અને પુનર્જન્મ બન્ને છે. પૂર્વજન્મ પુરવાર થતાં પુનર્જન્મ પુરવાર થઈ જ જાય છે, એટલે ન્યાય-વૈશેષિકો પૂર્વજન્મને ચીવટપૂર્વક પુરવાર કરે છે, તેમની મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે :
નવજાત શિશુના મુખ પર હાસ્ય દેખી તેને થયેલ હર્ષનું અનુમાન થાય છે. ઇષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં જે સુખ જન્મે છે તેને હર્ષ કહેવામાં આવે છે. વિષયને આપણે ઈષ્ટ ત્યારે જ ગણીએ છીએ જ્યારે આપણને સ્મરણ થાય કે તજ્જાતીય વિષયે પહેલાં આપણને સુખાનુભવ કરાવેલો. આમ વર્તમાન વિષય ઈષ્ટ છે એવું ભાનતો જ શક્ય બને જો તજ્જાતીય વિષયનો પૂર્વાનુભવ થયો હોય, તે અનુભવના સંસ્કારો પડ્યા હોય, તે સંસ્કારો વર્તમાન વિષય ઉપસ્થિત થતાં જાગૃત થયા હોય અને પરિણામે સ્મરણફાન થયું હોય કે વર્તમાન વિષયની જાતિના વિષયે મને પહેલાં સુખકર અનુભવ કરાવેલો. નવજાત શિશુ અમુક વિષયને ઇષ્ટ કેવી રીતે ગણી શકે? આ જન્મમાં તજજાતીય વિષયો પહેલાં એને કદી અનુભવ થયો ન હોઈ, તે અનુભવના તેવા સંસ્કારો પડ્યા નથી તેથી તેવા પ્રકારની સ્મૃતિ જન્મી શકે નહિ. એટલે તજ્જાતીય વિષયનો અનુભવ પૂર્વજન્મમાં તેને થયેલો અને તે અનુભવના જે સંસકાર પૂર્વજન્મમાં પડેલા તે આ જન્મમાં શિશુના આત્મામાં છે એમ સ્વીકારવું પડે છે. આ રીતે પૂર્વજન્મ સિદ્ધ થાય છે. (જુઓ ન્યાયસૂત્ર ૩.૧.૧૯).૧૧
જે જન્મપ્રવાહ અનાદિ હોય તો જીવે અનંત વાર મનુષ્ય, બળદ, વાનર અને કૂતરારૂપે જન્મ ધારણ કર્યો હોવો જોઈએ અને તે બધા જન્મોના સંસ્કાર પણ તેનામાં હોવા જોઈએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
૩૫ તો પછી તેને તે બધા સંસ્કારો વર્તમાન એક જન્મમાં જાગવા જોઈએ અને પરિણામે તેને એક જન્મમાં અન્ન તરફ, ઘાસ તરફ, લીમડા તરફ અને હાડકા તરફ પણ રાગ થવો જોઈએ. પરંતુ એવું તો છે નહિ. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે જીવ પોતાના પૂર્વ કર્મ અનુસાર જ્યારે નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહને ઉત્પન્ન કરનાર કર્મોનો વિપાક થયો હોય છે અને આ દેહોત્પાદક કર્મોના વિપાકની સાથે તે દેહને અનુરૂપ કર્મો જ વિપાકોનુખ બને છે - અર્થાત તે દેહને અનુરૂપ સંસ્કારો જ જાગૃત થાય છે - જ્યારે બાકીનાં અભિભૂત જ રહે છે. કોઈ માનવનો આત્મા માનવજન્મ પછી નિજ કર્મ અનુસાર જોવાનર જન્મ પ્રાપ્ત કરે તો અનંત પૂર્વજન્મોમાંથી પૂર્વકાલીન વાનરજન્મોમાં પ્રાપ્ત કરેલા સંસ્કારો જ જાગ્રત થાય છે. તેથી તે વખતે તેને માનવોચિત રાગ જન્મતો નથી. આમ કેવળ જાતિ જ રાગનું કારણ નથી. રાગનું કારણ પૂર્વસંસ્કારો છે અને તે સંસ્કારોની જાગૃતિનું એક નિયામક કારણ જાતિ છે. એટલે જ કણાદે કહ્યું છે કે અમુક પ્રકારની જાતિ (જન્મ યા દેહ) અમુક પ્રકારના રાગ ઉત્પન્ન કરે છે. (વૈશેષિક સૂત્ર ૬.૨.૧૩)ર
જીવોમાં જુદી જુદી જાતનાં શરીરો, જુદી જુદી જાતની શક્તિઓ અને જુદી જુદી જાતના સ્વભાવો આપણને જણાય છે. આ વિચિત્ર્યનું કારણ તેમણે પૂર્વજન્મોમાં કરેલાં જુદી જુદી જાતનાં કર્યો છે. આમ પૂર્વજન્મોનાં વિચિત્ર મને માખ્યા વિના જીવો વચ્ચે જે ભેદ જણાય છે તેનો ખુલાસો થઈ શક્તો નથી. એક જ માબાપના સમાન પરિસ્થિતિમાં ઉછરેલા જોડિયા બાળકોમાં જણાતા ભેદનો ખુલાસો પૂર્વજન્મમાં કરેલાં કર્મો અને તેની અસરો માન્યા વિના થઈ શકે નહિ. (ન્યાયસૂત્ર ૩.૨.૬૦),
જો પૂર્વજન્મ હોય તો પૂર્વજન્માનુભૂત કોઈ કોઈ વિષયનું જ સ્મરણ કેમ થાય છે? પૂર્વજન્માનુભૂત બધા વિષયોનું સ્મરણ કેમ થતું નથી ? પૂર્વજન્મમાં હું કોણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેનું સ્મરણ કેમ થતું નથી ? આના ઉત્તરમાં ન્યાયશેષિક ચિંતકો જણાવે છે કે આત્મસાત જે પૂર્વસંસ્કારો આ જન્મમાં ઉદ્દબુદ્ધ થાય છે તે સંસ્કારો જ
સ્મૃતિને ઉત્પન્ન કરે છે. ઉબુદ્ધ સંસ્કારો જ સ્મૃતિનું કારણ છે. જે સંસ્કારો અભિભૂત રહે છે તે સ્મૃતિ જન્માવતા નથી. સંસ્કાર હોય એટલે સ્મૃતિ થાય જ એવું નથી. સ્મૃતિ થવા માટે પૂર્વે સંસ્કારની જાગૃતિ થવી આવશ્યક છે. આ જન્મમાં જે વસ્તુઓ બાળપણમાં અનુભવી હોય છે તે બધીનું સ્મરણ શું આપણને વૃદ્ધાવસ્થામાં થાય છે? ના, બાળપણમાં અનુભવેલ વિષયોના સંસ્કાર વૃદ્ધાવસ્થામાં હોય છે પણ તે બધા જાગૃત થતા નથી. વળી, આપણે જાણીએ છીએ કે દુ:ખને કારણે કેટલીક વ્યક્તિઓ પરિચિત વ્યક્તિને પણ ભૂલી જાય છે કારણ કે દુઃખે તે પરિચિત વ્યક્તિના પડેલ સંસ્કારોને અભિભૂત કરી દીધા છે. એવી જ રીતે, જીવનું મૃત્યુ થતાં તે મૃત્યુ તેના અનેક સુદઢ સંસ્કારોને અભિભૂત કરે છે. પરંતુ પુનર્જન્મ યા દેહાન્તરપ્રાપ્તિ થતાં તેના અનેક પૂર્વસંસ્કારો જાગ્રત થાય છે. જેઓ સંસકારોને ઉબુદ્ધ કરે છે તેમને સંસ્કારના ઉદ્દબોધક ગણવામાં આવે છે. આ ઉદ્દબોધકો
Page #12
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન અનેક જાતના છે અને તેઓ ખાસ પ્રકારના સંસ્કારોને જ જાગૃત કરે છે. આ ઉબોધકોમાં એક ઉદ્દબોધક જાતિ (જન્મ) છે. જે પ્રકારનો જન્મ જીવ પ્રાપ્ત કરે છે તેને અનુરૂપ સંસ્કારોનો ઉદ્દબોધક તે જન્મ (જાતિ) છે. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. જાતિ ઉપરાંત ધર્મ પણ અમુક પ્રકારના સંસ્કારોનો ઉદ્દબોધક છે. પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોનો ઉબોધક ધર્મ છે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે મનુસ્મૃતિમાં મનુ પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોના ઉબોધક તરીકે વેદાભ્યાસ, શૌચ, તપ અને અહિંસાને ગણાવે છે. તેથી પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોનું ઉદ્દબોધક કારણ જે પ્રાપ્ત કરે છે તેને જ પૂર્વજન્મમાં પોતે કોણ હતો, કેવો હતો, ક્યાં હતો, વગેરેનું સ્મરણ થાય છે. પૂર્વજન્મમાં પોતે કોણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેના સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. આવું જાતિસ્મરણશાન છે જ, પરંતુ તે કોઈકને જ થાય છે કારણ કે તેના સંસ્કારનો ઉદ્દબોધક ધર્મ કોઈક જ પામે છે. (ન્યાયભાષ્ય ૩.૨.૪૧).૧૫
આત્માનો પૂર્વજન્મ સિદ્ધ થતાં તેનો પુનર્જન્મ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થતો નથી તેમ જ શરીરના નારા સાથે આત્મા નાશ પામતો નથી. આત્મા તો એક શરીરને છોડી નવું શરીર ધારણ કરે છે. પૂર્વશરીરનો ત્યાગ મૃત્યુ છે અને નૂતન શરીરનું ધારણ કરવું એ જન્મ છે. જો શારીરના નારા સાથે આત્માનો નાશ અને નૂતન શરીરની ઉત્પત્તિ સાથે નૂતન આત્માની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો કુરહાન અને અકૃતાભ્યાગમ દોષો આવે. શરીરના નારા સાથે આત્માનો નાશ થઈ જતો હોય તો તેણે કરેલાં કર્મોનું ફળ તેને ભોગવવા નહિ મળે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા પણ ઉત્પન્ન થતો હોય તો તે જે ભોગવશે તે તેના પોતાના કર્મનું ફળ નહિ ગણાય. આમ શરીરના નારા સાથે આત્માનો ઉચ્છેદ અને શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ માનતાં કર્મસિદ્ધાંત ઠાલો ઠરે અને સાધના ફોગટ હરે. આ દર્શાવે છે કે પૂર્વજન્મો અને પુનર્જન્મો છે જ. (ન્યાયભાષ્ય ૪.૧.૧૦)
જન્મ કેમ થાય છે ? અર્થાત્ દેહોત્પત્તિનું કારણ શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક દાર્શનિકો જણાવે છે કે પૂર્વ શરીરમાં કરેલાં કમનું ફળ ધર્માધર્મ – જે આત્મામાં સમવાયસંબંધથી રહેલું હોય છે તે – જન્મનું કારણ છે, દેહોત્પત્તિનું કારણ છે. ધર્માધર્મરૂપ અદષ્ટથી પ્રેરિત ભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે, ભૂત સ્વતઃ દેહને ઉત્પન્ન કરતા નથી. (ન્યાયસૂત્ર ૩.૨.૬૦) ૫૦
અહીં ભૌતિકવાદી કહી શકે કે જ્વળ પૃથ્વી, જળ વગેરે ભૂતોના સંયોગથી જ શરીર બની જાય છે, તો પછી શરીરોત્પત્તિના નિમિત્તકારણ તરીકે પૂર્વકર્મ માનવાની શી જરૂર છે? જેમ પુરુષાર્થ કરી વ્યક્તિ ભૂતોમાંથી ઘટ વગેરે બનાવે છે તેમ પુરુષાર્થ કરી સ્ત્રીપુરુષનું જોડું ભૂતોમાંથી દેહને પેદા કરે છે. સ્ત્રી-પુરુષના યુગલના પુરુષાર્થથી શુક્ર અને શોણિતનો સંયોગ થાય છે અને પરિણામે તેમાંથી દેહ ઉત્પન્ન થાય છે. એટલે
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ * દેહોત્પત્તિમાં પૂર્વકર્મને નિમિcકારણ માનવાની આવશ્યકતા જ ક્યાં રહે છે? કર્મનિરપેક્ષ ભૂતોમાંથી જેમ ઘટ વગેરે ઉત્પન્ન થાય છે તેમ કર્મનિરપેક્ષ ભૂતમાંથી દેહ ઉત્પન્ન થાય છે. (ન્યાયસૂત્ર ૩.૨.૬૧ ભાગ્યસહિત).
ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે ઘટ વગેરે કર્મનિરપેક્ષ ઉત્પન્ન થાય છે એમ જે ભૌતિકવાદીએ દષ્ટાન્તરૂપે કહ્યું તે સાબિત થયેલી વસ્તુ નથી, અને અમને સ્વીકાર્ય પણ નથી. વળી, ઘટ વગેરેની ઉત્પત્તિમાં બીજ અને આહાર નિમિત્ત નથી જ્યારે દેહની ઉત્પત્તિમાં તે બંને નિમિત્ત છે; એટલે ભૌતિકવાદીએ આપેલું દષ્ટાંત વિષમ હોઈ અમને સ્વીકાર્ય નથી. ઉપરાંત, શુક અને શોણિતના સંયોગથી હમેશાં શરીરોત્પત્તિ ( ગર્ભાધાન) થતી નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે શુકશોણિતસંયોગ શરીરોત્પત્તિનું એકમાત્ર નિરપેક્ષ કારણ નથી. કોઈ બીજી વસ્તુની પણ એમાં અપેક્ષા રહે છે. તે છે પૂર્વકર્મ. પૂર્વકર્મ વિના શુશોણિતસંયોગ શરીરોત્પત્તિમાં સમર્થ બનતો નથી. તેથી, ભૌતિક તત્ત્વોને શરીરોત્પત્તિનું નિરપેક્ષ કારણ ન માનતાં કર્મસાપેક્ષ કારણ માનવું જોઈએ. પૂર્વ કર્મ અનુસાર જ શરીરની ઉત્પત્તિ થાય છે અને પૂર્વકર્મને અનુરૂપ શરીર સાથે જ આત્મવિરોષનો સંયોગ થાય છે. જીવોનાં શરીર એકસરખાં નથી પણ અનેક જાતનાં હોય છે. શરીરભેદનો ખુલાસો કરવા જીવનાં પૂર્વક માનવો જ જોઈએ. પૂર્વકર્મ ન માનવાથી અમુક આત્માને અમુક જ જાતનું શરીર એવી જે વ્યવસ્થા છે તેનું સમાધાન નહિ થાય. પૂર્વકર્મને માનીએ તો જ આ વ્યવસ્થાનું સમાધાન થાય. એટલે શરીરોત્પત્તિમાં કર્મને નિમિત્તકારણ માનવું જોઈએ. (ન્યાયસૂત્ર ૩.૨, ૬૨-૬૭)
આ બધી ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે શરીરની ઉત્પત્તિ અને નાશ કર્મ ઉપર નિર્ભર છે. વિપાકોનુખ કર્મોનાં ફળ ભોગવવા માટે અનુરૂપ શરીર ઉત્પન્ન થાય છે અને તે ફળ ભોગવાઈ જતાં તે શરીર પડે છે.
ઇચ્છા-દ્વેષપૂર્વક કરાતી ક્રિયા (= પ્રવૃત્તિને પોતાનું ફળ આપે છે જ, ઇચ્છાઠેષપૂર્વક કરાતી ભલી ક્રિયા ધર્મ કહેવાય છે અને બૂરી ક્રિયા અધર્મ કહેવાય છે. ભલી ક્રિયાનું ફળ સુખ છે અને બૂરી ક્રિયાનું ફળદુ:ખ છે. પરંતુ ક્રિયા તો ક્ષણિક છે અને તેનું મૂળ તો ઘણી વાર જન્માન્તરમાં મળે છે. ક્રિયા ક્ષણિક હોઈ નારા પામી જાય છે તો તે પોતાનું ફળ જન્માન્તરમાં કેવી રીતે આપી શકે? આનો ઉકેલ અદષ્ટની કલ્પાનામાં છે. ક્રિયાને કારણે આત્મામાં અદષ્ટ જન્મે છે. તે ક્રિયા અને તેના ફળની વચ્ચે કડી સમાન છે. ક્રિયાને લઈ જન્મેલું અદષ્ટ આત્મામાં રહે છે અને પોતાનું ફળ સુખ યા દુ:ખ આત્મામાં જન્માવીને તે પૂરેપૂરું ભોગવાઈ જાય પછી જ નિવૃત્ત થાય છે. ભલી પ્રવૃત્તિને ધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદષ્ટને પણ ધર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે, બૂરી પ્રવૃત્તિને અધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદષ્ટને પણ અધર્મ કહેવામાં આવે છે. ધર્મરૂપ અદષ્ટ આત્મામાં સુખ પેદા કરે છે અને અધર્મરૂપ અદષ્ટ આત્મામાં દુ:ખ પેદા કરે છે.
{" *
Page #14
--------------------------------------------------------------------------
________________
, ભારતીય તત્વજ્ઞાન ખરેખર ક્રિયાને (પ્રવૃત્તિને) અદષ્ટનું કારણ ગણવામાં આવી નથી પરંતુ ઈચ્છાદ્વેષને જ ધર્માધર્મરૂપ અદષ્ટનું કારણ ગણવામાં આવ્યાં છે. ક્રિયા તો શરીર કે મન કરે છે પણ અદષ્ટ અને તેનું ફળ આત્મામાં ઉત્પન્ન થાય છે, એમ કેમ ? ન્યાય-વૈશેષિક ઉત્તર આપશે કે ધર્મ કે અધર્મરૂપ અદષ્ટની ઉત્પત્તિમાં અમે ક્રિયાને કારણ ગણતા નથી પણ ઇચ્છાષને કારણ ગણીએ છીએ. ઇચ્છષનિરપેક્ષ ક્રિયા અદષ્ટોત્પાદક નથી, અદષ્ટના ઉત્પાદક ઇચ્છાષનો આશ્રય આત્મા છે, ઇચ્છાષજન્ય ધર્માધર્મરૂપ અદષ્ટ પણ આત્મામાં ઉત્પન્ન થાય છે અને ધર્માધર્મરૂપ અદષ્ટનું ફળ સુખદુઃખ પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે. વળી, જે આત્મામાં ઈચ્છા-દ્વેષ ઉત્પન્ન થાય છે તે જ આત્મામાં તજન્ય અદષ્ટ ઉત્પન્ન થાય છે અને તે જ આત્મામાં તે અદષ્ટજન્ય સુખ કે દુઃખ ઉત્પન્ન થાય છે. જુઓ પ્રશસ્તપાદભાષ્ય ગુણસાધર્મ્સ પ્રકરણ.
રાગ આદિ દોષોથી રહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. દોષરહિત પ્રવૃત્તિ કરનારનો પુનર્ભવ અટકી જાય છે (ન્યાયસૂત્ર ૪.૧.૧૪). પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવાં કમ બંધાતાં નથી. તેથી જે રાગ વગેરે દોષોથી મુક્ત થઈ ગયો હોય છે તે વિહરતો હોવા છતાં મુક્ત છે-જીવન્મુક્ત છે (ન્યાયભાષ્ય ૪.૨.૨).૧૪ - જે રાગ વગેરે દોષોથી મુક્ત થયો હોય છે તેનો પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતો ન હોવા છતાં તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળો ભોગવાઈ ન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હોય છે. અનન્ત જન્મોમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કોઈને થાય." આ શંકાનું સમાધાન ન્યાયવૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે એક, કર્મક્ષય માટે આટલો વખત જોઈએ જ એવો કોઈ નિયમ નથી. બીજું, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કમનો સંચય થતો રહ્યો હોય છે તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે. બીજું, પોતાના છેલ્લા જન્મમાં તે તે કર્મનો વિયાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક શરીરો યોગઋદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને ગ્રહણ કરીને જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોના વિપાકને ભોગવી લે છે.
ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સુત્રો છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે.
સૂત્ર ૪.૧.૧૯ જણાવે છે કે પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે.” આ સૂત્ર અનુસાર કર્મફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને કર્મફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે ઘણી વાર કર્મ કરવા છતાં પુરુષને તેનું ફળ મળતું દેખાતું નથી.
Page #15
--------------------------------------------------------------------------
________________
'કર્મ અને પુનર્જન્મ
૩૯
સૂત્ર ૪.૧.૨૦ જણાવે છે કે ના, ઈશ્વર ફળનું કારણ નથી કારણ કે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી.' આ સૂત્ર અનુસાર ઉપરના સૂત્રમાં નિરૂપવામાં આવેલો સિદ્ધાંત ખોટો છે, કારણ કે ખરેખર કર્મફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું જણાતું નથી.
ર
સૂત્ર ૪.૧.૨૧ જણાવે છે કે કર્મ (તેમ જ ફળ) ઈશ્વરકારિત હોવાથી ઉપરના બેય સિદ્ધાંત તર્કહીન છે. આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બન્ને સિદ્ધાંત ખોટા છે. એક કર્મ-ફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને કળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી. પરંતુ ઇચ્છિત ફળ મેળવવા કયું કર્મ કરવું તે જાણવું જોઈએ. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર આપે છે. પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ ક્ક્ષાએ કેવું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો રાગ આદિથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે. ઈશ્વર કેવળ ઉપદેશા, માર્ગદર્શક, કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતો નથી. વૈધ કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈધે રોગ મટાડ્યો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગ આદિ રોગનો ઇલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો-ઈશ્વરે ફળ આપ્યું–ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળસંપાયિતા છે. આમ સંભવ છે કે ગૌતમને મતે દોષમાંથી મુક્ત થયેલાને, જીવન્મુક્ત ઉપદેશાને ઈશ્વર ગણવામાં આવેલ છે અને તે જ કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન જીવોને કરાવે છે.
V
ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોએ સદામુક્ત સૃષ્ટિકર્તા ઈશ્વરને સ્વીકારેલ છે. આ ઈશ્વર જીવોને તેમનાં કર્મ અનુસાર ફળો આપે છે. એથી એના ઈશ્વરપણાને કે એની સ્વાધીનતાને કંઈ ખાધ આવતો નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકોની યોગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તો રોડ રોઠ મટી જતો નથી. ઈશ્વર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મને અનુરૂપ ભોગસામગ્રી ઉપસ્થિત કરે છે; તેના કર્મના વિષાકાળે તે કર્મનું યોગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે. (ન્દલી પૃ. ૧૩૩). મીમાંસાદર્શનમાં કર્મ અને પુનર્જન્મ
મીમાંસાદર્શન પણ આત્માને નિત્ય માને છે. એટલે તે પણ પૂર્વજન્મ અને પુનર્જન્મને સ્વીકારે છે.
વેદપ્રતિપાદ્ય કર્મ ચાર પ્રકારનાં છે−(૧) કામ્ય કર્મ તેને કહેવામાં આવે છે જે કોઈ કામનાવિશેષની સિદ્ધિને માટે કરવામાં આવે છે. (૨) પ્રતિષિદ્ધ કર્મ તે છે જે અનર્થોત્પાદક હોવાથી નિષિદ્ધ છે. (૩) નિત્ય કર્મ તે છે જે ફલાકાંક્ષા વિના કરવામાં
Page #16
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
**
આવતું કરણીય કર્મ છે, જેમ કે સંધ્યાવંઠન આદિ. અને (૪) નૈમિત્તિક કર્મ તે છે જે અવસરવિશેષ પર કરવામાં આવે છે, જેમ કે શ્રાદ્ધ આદિ કર્મ, મીમાંસા કામ્ય કર્મોને તેમ જ નિષિદ્ધ કર્મોને જ દુઃખનું અને કર્મબંધનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત નિત્યનૈમિત્તિક કર્મો દુઃખનું કે કર્મબંધનું કારણ નથી. એટલે દુઃખમાંથી અને બંધનમાંથી મુક્ત થવા માટે કામ્ય કર્મોને તેમ જ નિષિદ્ધ કર્મોને છોડવાં જોઈએ.
યજ્ઞ આદિ અનુજ્ઞાન (કર્મ) કરતાં તરત જ ફળની નિષ્પત્તિ થતી નથી, પરંતુ કાલાન્તરમાં થાય છે. હવે પ્રશ્ન એ છે કે કર્મના અભાવમાં કર્મ ફલોત્પાદક કેવી રીતે બની શકે ? મીમાંસકોનું કહેવું છે કે અપૂર્વ દ્વારા. પ્રત્યેક કર્મમાં અપૂર્વને (પુણ્યાપુણ્યને) ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે. (તન્ત્રવાર્તિક પૃ. ૩૯૫). કર્મથી ઉત્પન્ન થાય છે અપૂર્વ અને અપૂર્વથી ઉત્પન્ન થાય છે ફળ. આમ અપૂર્વ જ કર્મ અને કર્મફળને જોડનાર કડી છે, એટલે જ શંકરાચાર્ય અપૂર્વને કર્મની સૂક્ષ્મ ઉત્તરાવસ્થા કે ફળની પૂર્વાવસ્થા માને છે (શાંકરભાષ્ય ૩.૨.૪૦).૪૪ અપૂર્વની કલ્પનાને મીમાંસકોની કર્મવિષયક એક મૌલિક કલ્પના માનવામાં આવે છે.
જૈનદર્શનમાં કર્મ અને પુનર્જન્મ
આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ ઉદ્દેશકના ‘અપ્પણો અત્થિત્તપદ’ નામના પ્રથમ પદમાં આત્માના પૂર્વજન્મનું જ્ઞાન જાતિસ્મરણથી થાય છે એમ કહેવાયું છે. વધુમાં ત્યાં જણાવ્યું છે કે આત્મા બધી દિશાઓ અને અનુદિશાઓમાં ગતિ કરે છે. અહીં જન્માન્તર માટે જતા જીવની ગતિનો નિર્દેશ છે. સિદ્ધાન્ત ગ્રંથોમાં આને અંતરાલગતિ કહેવામાં આવેલ છે. આમ જૈનદર્શન પ્રાચીન કાળથી પૂર્વજન્મ અને પુનર્જન્મ માને છે.
જૈનદર્શન અનુસાર કર્મનો એક અર્થ છે ક્રિયા, પ્રવૃત્તિ; બીજો અર્થ છે જીવની પ્રવૃત્તિ દ્વારા જે સૂક્ષ્મ પુદ્ગલો (કર્મવર્ગણા) જીવ તરફ આકર્ષાઈને તેને ચોટે છે તે યુગલોને કર્મ કહેવામાં આવે છે. આમ કર્મ પૌદ્ગલિક દ્રવ્યરૂપ છે. પુદ્ગલનો અર્થ મેટર (matter) છે. ૫
કર્મો પૌદ્ગલિક યા ભૌતિક હોય તો તેને રંગો હોવા જોઈએ. જેમ જપાકુસુમનો લાલ રંગ દર્પણમાં પ્રતિફલિત થાય છે તેમ ર્મપુદ્ગલોના રંગો પોતાના સાન્નિધ્યમાં રહેલા આત્મામાં પ્રતિફલિત થાય છે. આમ કર્મની પૌદ્ગલિક્તાને કારણે આત્માની લેયાઓના રંગની જૈન માન્યતા ઘટે છે. આજીવિનો અભિજાતિઓનો સિદ્ધાંત પણ કર્મરજોનું રંગને આધારે વર્ગીકરણ જ છે. આ કારણે પ્રોફેસર ઝીમર તેમના ‘ફલોસોફિઝ ઓફ ઇન્ડિયા’ (પૃ. ૨૫૧)માં જણાવે છે કે કર્મોના રંગોનો સિદ્ધાંત જૈન ધર્મની જ ખાસ વિશેષતા નથી, પરંતુ મગધમાં સચવાયેલ આર્ય પૂર્વેના સામાન્ય વારસાનો એક ભાગ હોય એમ જણાય છે. કર્મના પૌદ્ગલિક્ત્વ અથવા મૂર્તત્વની સિદ્ધિ નીચે પ્રમાણે કરવામાં આવી છે-(૧) શરીર વગેરે મૂર્ત હોવાને કારણે તેમના નિમિત્તભૂત કર્મ પણ મૂર્ત હોવાં જોઈએ. આ તર્કનો સ્વીકાર
Page #17
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ કરી જૈનદર્શનમાં કર્મને મૂર્તિ માનવામાં આવ્યાં છે. જેમ પરમાણુઓનાં ઘટ વગેરે કાર્ય મૂર્તિ છે એટલે પરમાણુ મૂર્તિ છે તેમ કર્મનાં શરીર આદિ કાર્ય મૂર્તિ છે એટલે કર્મ પણ મૂર્તિ છે. (૨) કર્મ મૂર્ત છે કારણ કે એની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ ભોજન. જે અમૂર્ત હોય એની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. (૩) કર્મ મૂર્તિ છે કારણકે એના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ અગ્નિ. જે અમૂર્ત હોય એના સંબંધથી વેદનાનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. (૪) કર્મ મૂર્તિ છે કારણ કે એમાં બાહ્ય પદાર્થો વડે બલાધાન થાય છે, ઉદાહરણાર્થ ઘટ. જેવી રીતે ઘટવગેરે મૂર્ત વસ્તુઓ ઉપર તેલ વગેરે બાહ્ય પદાર્થોનું વિલેપન કરવાથી બલાધાન થાય છે અર્થાત્ સ્નિગ્ધતા આદિની ઉત્પત્તિ થાય છે તેવી રીતે કર્મમાં પણ માલા, ચંદન, વનિતા આદિ બાહ્ય પદાર્થના સંસર્ગથી બલાધાન થાય છે, અર્થાત્ ઉદ્દીપન આદિની ઉત્પત્તિ થાય છે. આ બધાં કારણોને આધારે કર્મ મૂર્ત છે એ પુરવાર થાય છે. (જુઓ વિરોષાવશ્યકભાષ્ય, ગાથા ૧૬ ૨૫-૧૬૨ ૭).
કર્મ મૂર્ત છે અને આત્મા અમૂર્તિ છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે? મૂર્ત દ્વારા અમૂર્તિનો ઉપઘાત કે ઉપકાર કેવી રીતે થઈ શકે? જેમ જ્ઞાન વગેરે અમૂર્ત હોવા છતાં વિષ, મદિરા આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પોષ્ટિક પદાર્થો દ્વારા એમનો ઉપકાર થાય છે તેમ આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્ત કર્મ દ્વારા તેનો ઉપઘાત કે ઉપકાર થાય છે. વળી, સંસારી આત્મા એકાંતપણે અમૂર્ત નથી. જીવ અને કર્મનો અનાદિકાલીન સંબંધ હોવાથી જીવ પણ કથંચિત્ કર્મપરિણામરૂપ છે. માટે એ એ રૂપમાં મૂર્તિ છે. આ પ્રકારે થંચિત્ મૂર્તિ આત્મા સાથે મૂર્ત કર્મ સંબદ્ધ થઈ શકે છે તથા કર્મ આત્માનો ઉપઘાત કે ઉપકાર કરી શકે છે. (જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૬૩૭-૩૮).
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પગલપરમાણુઓ કર્મરૂપે પરિણત થાય છે તેમને કર્મવર્ગણા કહે છે અને જે શરીરરૂપે પરિણત થાય છે તેમને નોકર્મવર્ગણા કહે છે. લોક આ બન્ને પ્રકારના પરમાણુથી પૂર્ણ છે. જીવ પોતાની મનવચનકાયાની પ્રવૃત્તિથી આ પરમાણુઓને પોતાના ભણી આકર્ષતો રહે છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ સંબદ્ધ હોય, અને જીવની સાથે કર્મ ત્યારે જ સંબદ્ધ થાય છે જ્યારે મનવચનકાયાની પ્રવૃત્તિ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિ કાળથી છે. કર્મ અને પ્રવૃત્તિના કાર્યકારણભાવને નજર સમક્ષ રાખી પુગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ અને રાગદ્વેષ આદિ રૂપ કર્મને ભાવકર્મ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવ મરઘી અને ઈંડાની માફક અનાદિ છે. જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મયુગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ, આત્માનો કર્મયુગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં સાંત છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૬૩૯).
Page #18
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન આત્મા સ્વભાવથી અમૂર્ત છે પરંતુ પૌગલિકકર્મ સાથે તેનો નીરક્ષીર જેવો સંબંધ અનાદિ હોઈને સંસારી અવસ્થામાં તેને કથંચિત્ મૂર્તિ માનવામાં આવેલ છે. આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થા થાય છે–ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઔદયિક. કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઓપશમિક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક, કર્મના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થનાર ક્ષાયોપથમિક અને કર્મના ઉદયથી પેદા થનાર ઔદયિક. આ ઉપરાંત પાંચમો ભાવ પારિણામિક છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન જ છે. (તસ્વાર્થસૂત્ર ૨.૧): ૪
કર્મનું જીવ ભણી આવવાનું (= આસવનું) કારણ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. આમ મનવચનકાયાના વ્યાપારો, જેમને જેનો યોગ કહે છે તે, કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે. આત્મા ભણી આકર્ષાયેલાં કર્મોનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો તે બંધ છે. ઉમાસ્વાતિ મહારાજ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચને ગણાવે છે. પરંતુ ખાસ તો આ પાંચમાંથી ક્યાય જ બંધનું મુખ્ય કારણ છે. (તત્ત્વાર્થસૂત્ર ૬. ૧-૨ અને ૮.૧)
આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢકેિ છે, તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળાં ફળો આપે છે અને અમુક જગ્યામાં આત્માને "લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ રાક્તિને ઢાંકરો, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો શા છે? જેના મતે તેમને આત્મા ભણી લાવવામાં કારણભૂત આત્માની પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંશે તે નક્કી કરે છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો તેવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કમોં આત્માની જ્ઞાનશક્તિને ઢાંકો. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતામંદતા ઉપર છે. “ કષાય ચાર છે – ક્રોધ, માન, માયા અને લોભ તે રાગ-દ્વેષનો જ વિસ્તાર છે. જેમ વધારે તીવ્ર ક્યાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કમ વધારે વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે. આમ, જેનો કષાયોને છોડવા ઉપર વિશેષ ભાર મૂકે છે, પ્રવૃત્તિને છોડવા પર તેટલો નહિ. જૈનોએ સાંપરાયિક અને ઇર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક કર્મબંધ થાય છે અને કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઈર્યાપથિક કર્મબંધ થાય છે. સાંપરાયિક કર્મબંધને સમજાવવા માટે તેઓ ભીના ચામડા પર પડેલી રજના ચોદવાનું દષ્ટાંત આપે છે અને ઇર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત પર
Page #19
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. અર્થાત જૈનો કહેવા માંગે છે કે , મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ તેમ જ રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે. આથી ક્યાય જ સંસારની ખરી જડ છે. આમ, ખરેખર તો ફળની આકાંક્ષાવાળી પ્રવૃત્તિ જ બંધનું કારણ છે, ફળની આકાંક્ષા વિનાની અનાસક્ત પ્રવૃત્તિ બંધનું કારણ નથી એવું ફલિત થાય છે. (જુઓ તત્ત્વાર્થસૂત્ર ૮.૩, સર્વાર્થસિદ્ધિ ૮.૩, તત્ત્વાર્થસૂત્ર ૬.૪)
અહીં ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજીના શબ્દો ટાંક્વા યોગ્ય છે. તેઓ તેમના જૈનદર્શન પૃ. ૩૭પ ઉપર કહે છે કે “કર્મલના અનન્ત વિસ્તારમાં મોહનું – રાગદ્વેષમોહનું, કામ, ક્રોધ, મદ, માયા, લોભ એ ટોળકીનું પ્રમુખ અને અગ્રિમ વર્ચસ છે. ભવચક્રનો મુખ્ય આધાર એમના ઉપર છે. એઓ સમગ્ર દોષોના ઉપર છે. સકલ કર્મતન્ન પર એમનું અગ્રગામી પ્રભુત્વ અને નેતૃત્વ છે. એમનાથી મુકિત થઈ જાય તો સમગ્ર કર્મચથી મુક્તિ થયેલી જ છે. એટલા માટે કહ્યું છે : કષાયમુઃિ વિત્ત મુવિ અર્થાત્ કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે.”
પ્રવૃત્તિ ત્યાગ સંબંધમાં એ વિચારકમુનિવરે જે કહ્યું છે તે વિચારણીય છે. તેઓ કહે છે, અશુભ પ્રવૃત્તિ છોડી જ દેવાની છે, પણ તે ક્યારે બને? જ્યારે મનને શુભ પ્રવૃત્તિઓમાં રોક્વામાં આવે ત્યારે જેમ પગમાં વાગેલો કાંટો કાઢવામાં સોયનો ઉપયોગ કરીએ છીએ તેમ અશુભ પ્રવૃત્તિઓથી છૂટવા માટે શુભ પ્રવૃત્તિઓનો આશ્રય લેવાની જરૂર પડે છે. કાંઠે કાઢ્યા પછી કાંટાને ફેંકી દઈએ છીએ, પણ સોયને ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખીએ છીએ. તે પ્રમાણે જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યેનું વલણ તદ્દન નાબૂદન થયું હોય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિઓ ત્યાજ્ય બનતી નથી. શુભ પ્રવૃત્તિના બંધનથી છૂટવા માટે તે પ્રવૃત્તિનો ત્યાગ કરવાની જરૂર નથી, પણ તે પ્રવૃત્તિના કર્તાએ પ્રવૃત્તિ કરવાના આશયને શુભમાંથી શુદ્ધ રૂપમાં ફેરવવાની જરૂર છે. પ્રસ્તુતમાં કહેવાની મતલબ એ છે કે પ્રવૃત્તિ છેડી છૂટતી નથી. જ્યારે તેની જરૂર નથી હોતી ત્યારે તે આપોઆપ સ્વાભાવિક્યો છૂટી જાય છે. પણ
જ્યાં સુધી જીવનની દશા સ્વભાવતઃ પ્રવૃત્તિમામી છે ત્યાં સુધી માણસે અસત પ્રવૃત્તિને ત્યાગી સપ્રવૃત્તિશીલ બનવું જોઈએ. અકાળે કરેલા પ્રવૃત્તિત્યાગમાં કર્તવ્યપાલનના સ્વાભવિક અને સુસંગત માર્ગથી ટ્યુત થવાપણું છે, એમાં વિકાસ સાધાનાની અનુકૂળતા નથી, પણ જીવનની વિડબના છે.” (જૈનદર્શન, પૃ. ૩૬૩)
જૈનો સ્વીકારે છે કે પૂર્વજન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલાં કર્મ પણ આ જન્મમાં ફળે છે. આના સમર્થનમાં ન્યાયવિજ્યજી ભગવતીસૂત્રને અંકે છે. (જેનદર્શન પૃ. ૩૫૫). દસકાલિયસત્તની અગત્યસિંહયુણિણ (પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, પૃ. ૫૭) આ બે પ્રકારનાં કર્મો માટે અનુકમે પરલોકદનીય અને ઈહલોકવેદનીય એવાં નામો વાપરે છે.
*
Page #20
--------------------------------------------------------------------------
________________
૪૪
ભારતીય તત્વજ્ઞાન કર્મના મૂળભૂત આઠ પ્રકાર છે. તેમને કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે:
(૧) જ્ઞાનાવરણીય કર્મ – આત્માની શાનશક્તિને ઢાંકનાર કર્મ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
(૨) દર્શનાવરણીય કર્મ – અહીં દર્શનનો અર્થ નિરાકાર ઉપયોગ - બોધ છે. આત્માની નિરાકાર ઉપયોગરૂપ શક્તિને ઢાંકનાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
(૩) વેદનીયકર્મ – જે કર્મોસુખદુઃખનો અનુભવ કરાવે છે તે વેહનીય કર્મ કહેવાય છે.
(૪) મોહનીય કર્મ – મોહનીય કર્મના બે ભેદ છે : દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મ. તત્ત્વપક્ષપાતને રૂંધનાર કર્મ દર્શનમોહનીય કર્મ કહેવાય છે અને ચારિત્રને રૂંધનાર કર્મ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે.
(૫) આયુષ્યકર્મ – જે કર્મ આયુષ્યની મર્યાદાનું નિયમન કરે છે તે આયુષ્યકમ કહેવાય છે.
(૬) નામકર્મ – જેનાથી એકેન્દ્રિય આદિ ભિન્ન જાતિઓ અને મનુષ્ય આદિ ભિન્ન ભિન્ન ગતિઓ તેમ જ શરીર, રૂપ, સ્વર આદિ વ્યક્તિત્વને ઘડતી બાબતો નક્કી થાય છે તે નામકર્મ છે.
(૭) ગોત્રકર્મ – જે કર્મ ઉચ્ચ-નીચ ગોત્ર અને સામાજિક મોભો, માનમરતબો નક્કી કરી આપે છે તે ગોત્રકર્મ કહેવાય છે.
(૮) અન્તરાયકર્મ – દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અન્તરાય ઊભો કરવાનું કાર્ય કરે છે તે કર્મ અન્તરાયકર્મ. (તસ્વાર્થસૂત્ર ૮.૪)
જૈનોએ કર્મની દશ અવસ્યાઓ માની છે. તે નીચે પ્રમાણે છે :
(૧) બંધ – કર્મનીબંધાવસ્થામાં, કર્મયુગલોનો આત્માની સાથેનીરક્ષીરસંબંધ હોય છે.
(૨) સત્તા – કર્મની સત્તાવસ્થામાં, કર્મયુગલો પોતાનું ફળ ન આપતાં કેવળ સત્તારૂપે રહે છે.
(૩) ઉદય – કર્મની ઉદયાવસ્થામાં, કર્મયુદ્ગલો પોતાનું ફળ આપવા તત્પર થાય છે અને પોતાનું ફળ આપે છે.
(૪) ઉદીરણા - કર્મની ઉદીરણાવસ્થામાં, કર્મયુગલોને ખાસ પ્રયત્નવિશેષથી આત્મા તેમના નિયત સમય પહેલાં ફળ આપવા ઉન્મુખ બનાવે છે.
(૫) સંક્રમણ – કર્મની સંક્રમણાવસ્થામાં, આત્માના ખાસ પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં પરિવર્તન થાય છે.
(૬)-(૭) ઉદ્દવર્તના-અપવર્તના – કર્મની તે અવસ્થા કે જેમાં તેની સ્થિતિ અને રસમાં વધારો થાય તે ઉદ્વર્તના અને જેમાં ઘટાડો થાય તે અપવર્તના. અહીં પણ આ વધારો કે ઘટાડો આત્માના પ્રયત્નવિશેષથી થાય છે.
.
Page #21
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
(૮) ઉપશમના – કર્મની ઉપશમનાવસ્થામાં, ઉદિત કર્મને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દબાવી શાંત કરી દેવામાં આવે છે. આ ઉપશમન પણ આત્માના પ્રયત્નવિશેષથી થાય છે.
(૯) નિધત્તિ – કર્મની નિધત્તિ અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ હોય છે.
(૧૦) નિકાચના – કર્મની નિકાચના અવસ્થામાં ઉદીરણા અને સંક્રમણ ઉપરાંત ઉદ્દવર્તન અને અપવર્તનની સંભાવનાનો પણ બિલકુલ અભાવ હોય છે.
ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તના અને ઉપાસના કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે એમ સ્પષ્ટપણે દર્શાવે છે, પુરુષ કર્મનો ગુલામ નથી. જેને કર્મસિદ્ધાન્તમાં પુરુષસ્વાતંત્ર્ય (freedom of will) અને ઉદ્યમને ઘણો અવકાશ છે. મુનિશ્રી ન્યાયવિજયજી તેમના જેનદર્શનમાં (પૃ. ૩૫૩) લખે છે, “કર્મશાસ્ત્ર પણ કર્મનો ઉદય થવામાં સમુચિત ઉઘમનો અવકાશ માને છે, તેમ જ કર્મના ઉદયને દુર્બલ બનાવવામાં પણ યોગ્ય ઉદ્યમને આવકારે છે.” ઉપાધ્યાયયશોવિજયજી ૨૬મી દ્વાચિંશિકામાં શ્લોક ૨૪માં પુરુષપ્રયત્નની અને પુરુષ સ્વાતંત્ર્યની સર્વોપરિતા સ્વીકારે છે અને સ્પષ્ટપણે કહે છે કે નિકાચિત ગણાતા કર્મને પણ પુરુષ તપ અને સાધનાથી ક્ષીણ કરી શકે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે તેના ફળને સમતાથી ભોગવવા કે આસક્તિ-વિહવળતાથી ભોગવવા પુરુષ સ્વતંત્ર છે. “કર્મ ઉદયમાં આવે ત્યારે તેને સમતાથી-સમભાવથી ભોગવી લેવામાં ડહાપણ છે. એમ ભોગવી લેવાથી એ કર્મ ખતમ થતાં નવાં દુઃખદ કમ મૂકી જતું નથી. પણ જ્યારે કર્મનાં સુખભોગરૂપ ફળ આસક્તિથી અને દુઃખ ભોગરૂપ ફળ દુર્ગાનથી ભોગવવામાં આવે ત્યારે એ પ્રકારે ભોગવવાના પરિણામે બીજા નવા કર્મબન્ધો જડાઈ જાય છે. અતઃ સુખભોગના ઉદયકાળે સુખભોગમાં નહિ રંગાતા એટલે કે અનાસક્તપણે સમભાવથી એ ઉદિત કર્મને ભોગવી લેવાથી અને દુઃખની હાલતમાં હિંમતથી મનને પત્તિમાં રાખી દુઃખને (એ ઉદિત અસતાવેજનીય કર્મને) ભોગવી લેવાથી એ ઉઠયાગત કર્મ એવી રીતે ક્ષીણ થઈ જાય છે કે જેના અનુસંધાનમાં નવાં અશુભ કર્મો બંધાવા પામતા નથી. કર્મયોગથી ભોગસામગ્રી ઉપસ્થિત થઈ, પણ એમાં મોહવિકારને વશ થવું કે ન થવું એ આત્માની પોતાની સત્તાની વાત છે.” (ન્યાયવિજયજીકૃત જેનદર્શન પૃ. ૩૪૮).
બધાં જ કર્મોનો ક્ષય તે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કમને અટકાવી દેવાં જોઈએ (સંવર) અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ (નિર્જરા), સંવરના ઉપાય તરીકે જનો વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ ગણાવે છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહમાંથી વિરતિ એ વ્રત. છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ એ ગુમિ છે. વિવેકશીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આચિન્ય અને
બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવે પરીષહોને સહન કરવા એ પરીષહજય છે. • સમભાવ આદિ ચરિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતન એ અનુપ્રેક્ષા છે. નિર્જરાના
Page #22
--------------------------------------------------------------------------
________________
४६
ભારતીય તસવજ્ઞાન ઉપાયોમાં ઉપર ગણાવેલા ઉપાયો ઉપરાંત તપનો સ્વીકાર છે. નિર્જરાનો ખાસ ઉપાય તપ છે. તપના બે પ્રકાર છે - બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપમાં અનશન આદિનો સમાવેશ થાય છે. આંતર તપમાં પ્રાયશ્ચિત્ત (દોષશોધનક્રિયા), વિનય, વૈયાવૃત્ય (સેવાભક્તિ), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (મમત્વનો-કાપાયિક વિકારોનો ત્યાગ) તથા કલ્યાણગામી એકાગ્રતારૂપ ધ્યાન આ છનો સમાવેશ થાય છે. તપથી સંવર પણ સધાય છે. પરંતુ નિર્જરા માટે તો મુખ્ય ખાસ ઉપાય તય જ છે. આવતાં કર્મોને તદ્દન અટકાવી દેતાં અને લાગેલાં કર્મોને સંપૂર્ણપણે ખેરવી નાખતાં આત્મા સંપૂર્ણપણે કર્મરહિત બની જાય છે. સંપૂર્ણપણે કર્મથી મુક્તિ એ જ મોક્ષ છે.
કર્મ અને પુનર્જન્મ-ભારતીય દર્શનોનો સર્વસાધારણ સિદ્ધાંત ચાર્વાક દર્શનને છોડી બાકીના બધાં જ દર્શન કર્મવાદને અને પુનર્જન્મને સ્વીકારે છે. બધાં ભારતીય દર્શનોમાં એ વાત ઉપર સર્વસંમતિ છે કે મનુષ્ય કે વ્યક્તિ જે કર્મ કરે છે એ કર્મનું ફળ તેને જ મળે છે. શુભ કર્મનું ફળસુખ છે અને અશુભ કર્મનું ફળદુઃખ છે. જે કર્મનું ફળ વર્તમાન જન્મમાં મળતું નથી તે કર્મનું ફળ પછીના જન્મમાં મળે છે. જીવ પોતાનાં કર્માનુસાર વિવિધ યોનિઓમાં જન્મે છે. જ્યારે જીવ તૃષ્ણારહિત બની જાય છે ત્યારે તે ફલાસક્તિરહિત કર્મ કરે છે. નિષ્કામભાવે કરાતાં કર્મો બન્ધન નથી બનતાં. એ સ્થિતિમાં જીવને કેવળ પૂર્વજન્મોનાં કર્મોનાં જ ફળ ભોગવવાં પડે છે. તેને પુનર્ભવ નથી. તે કેહપાત પછી મુક્ત બને છે. અંતિમ જન્મમાં બધાં કર્મોનાં ફળો ખાસ પ્રક્રિયાથી તે ભોગવી લે છે.
કર્મસિદ્ધાન્ત પરનો આક્ષેપ અને તેનો પરિવાર કર્મ સિદ્ધાન્ત નિયતિવાદ (predeterminism) અને નિરાશાવાદ ભણી લઈ જાય છે, તેમાં પુરુષસ્વાતંત્ર્યને (freedom of wiાને) અવકાશ જ નથી. પૂર્વ કર્મોને કારણે પ્રાણી અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને નિયત કરશે અને આમ ચાલ્યા કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકમથી બદ્ધ છે, એટલું જ નહિ તેમનાથી તેનો ચેતસિક અને શારીરિક વ્યવહાર - તેનું સંપૂર્ણ વ્યક્તિત્વનિયત છે. આમાં પુરુષ સ્વાતંત્ર્યને અવકાશ ક્યાં રહ્યો? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં રો? આ શંકા બરાબર નથી. તે કર્મસિદ્ધાંતની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. કર્મ અનુસાર પુરુષને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમ જ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કેમ કરો અને અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, પુરુષ પોતાના પ્રયત્નથી પૂર્વકની અસરોને હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાંતમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે–અલબત્ત પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
કર્મસિદ્ધાંત નિરાશાવાદ કે અકર્મણ્યતા ભણી લઈ જતો નથી પરંતુ આાવાદ અને પુરુષાર્થનો પોષક છે. કર્મ કરનારને, સાધના કરનારને તેનું યોગ્ય ફળ મળે જ છે એવો વિશ્વાસ આપનાર કર્મસિદ્ધાંત છે. એક જન્મમાં પ્રયત્ન કરવા છતાં પણ પરમપદ(વીતરાગા)ની પ્રાપ્તિન થઈ અને અધવચ્ચે જ મરી ગયા તથા જે કંઈ પ્રાપ્ત કર્યું હતું એ પણ ચાલ્યું ગયું, આગલા જન્મમાં ફરી આ જન્મની જેમ દુઃખી થવું પડશે, વગેરે વિચારોને કર્મસિદ્ધાંતમાં સ્થાન નથી. પોતાના અધિકાર પ્રમાણે સાધના દ્વારા જે કંઈ જ્ઞાન જીવ એક જન્મમાં પ્રાપ્ત કરે છે, તે જ્ઞાનનો નાશમરણથી થતો નથી. એ જ્ઞાન તો જીવાત્માની સાથે એક જર્જર શરીર છોડી બીજા નવા શરીરમાં જાય છે અને બીજા જન્મમાં એ જીવ પૂર્વજન્મના સંચિત જ્ઞાનથી આગળ વધે છે. આમ કર્મવાદ આશા અને પુરુષાર્થનો પ્રેરક છે.
કર્મસિદ્ધાન્તની મહત્તા- ડો. મેફસમૂલરનું મન્તવ્ય કર્મસિદ્ધાંતનું મહત્ત્વ દર્શાવતાં ડૉ. મેકસમૂલર કહે છે, “એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતનો પ્રભાવ માનવજીવન ઉપર બેહદ પડ્યો છે. જો માનવી જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર મારે જે કંઈ દુ:ખ વેઠવું પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તો એ, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટને સહન કરી લેશે અને સાથે સાથે જ એ માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની... એટલું તો સુનિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારવામાં આવ્યો છે. એનાથી લાખો માનવીઓનાં કણો ઓછાં થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું અને ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.'
કર્મસિદ્ધાન્ત અને સર્વજ્ઞત્વ સામાન્ય રીતે સર્વજ્ઞત્વનો અર્થ એવો કરવામાં આવે છે કે બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની સૈકાલિક બધી જ અવસ્થાઓનું યુગપર્દૂ સાક્ષાત્કારી જ્ઞાન. સર્વજ્ઞત્વનો આવો અર્થ કરવાથી દરેક જીવની શૈકાલિક બધી જ અવસ્થાઓ ચુસ્તપણે નિયત (predetermined) છે એવું અવશ્યપણે ફલિત થાય. તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. આને જ પં. હુકમચંદ ભારિત ક્રમબદ્ધપર્યાયવાદ કહે છે. એમાં પુરુષપ્રયત્ન સ્વતંત્ર ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા, સાધના સર્વ જૂઠું કરે છે, પરિણામે, જેમાંથી આવો જડ નિયતિવાદ નિતાન્ત ફલિત થાય જ એવું આ સર્વજ્ઞત્વ કર્મસિદ્ધાન્તનું તદ્દન વિરોધી છે. બંનેનું સહાવસ્થાન અસંભવ છે. આવા સર્વજ્ઞત્વને અને કર્મસિદ્ધાન્તને બંનેને કોઈ એક ચિંતક સ્વીકારી ન શકે. બેમાંથી એકનો ત્યાગ કરવો જ પડે.
Page #24
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન
ટિપ્પણ १. सूर्य चक्षुर्गच्छतु वातमात्मा द्यां च गच्छ पृथिवीं च थर्मणा। ..
अपो वा गच्छ यदि तत्र ते हितमोषधीषु प्रति तिष्ठा शरीरैः। २. सस्यमिव मर्त्यः पच्यते सस्यमिवाजायते पुनः ॥६॥ 3. ..आत्मा निष्क्रामति चक्षुष्टो वा मूर्नो वाऽन्येप्यो वा शरीरदेशेभ्यस्तमुत्क्रामन्तं
प्राणोऽनूत्क्रामति प्राणमनूत्क्रामन्तं सर्वे प्राणा अनूत्क्रामन्ति स विज्ञानो भवति
सविज्ञानमेवाचवक्रामति । तं विद्याकर्मणी समन्वारभेते पूर्वप्रज्ञा च ।।२।। ४. तद्यथा तृणजलायुका तृणस्यान्तं गत्वाऽन्यमाक्रममाक्रम्यात्मानमुपसंहरत्येवमेवायमात्मेदं
शरीरं निहत्याविद्यां गमयित्वाऽन्यमाक्रममाक्रम्यात्मानमुपसंहरति ॥३॥ ५. हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । .
यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ||६|| योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः ।।
स्थाणुमन्येऽनुसंयन्ति यथाकर्म यथाश्रुतम् ।।७।। द्वितीये अध्याये द्वितीया वल्ली ६. ...यथाकारी यथाचारी तथा भवति, साधुकारी साधुर्भवति, पापकारी पापी भवति,
पुण्य: पुण्येन कर्मणा भवति पाप: पापेन ॥ अथो खल्वाहुः काममय एवायं पुरुष इति, . स यथाकामो भवति तत्क्रतुर्भवति, यत्क्रतुर्भवति तत्कर्म कुरुते, यत्कर्म कुरुते . तदभिसंपद्यते ॥५॥ .७. तद्य इह रमणीयचरणा अभ्याशो ह यत्ते रमणीयां योनिमापोरन् ब्राह्मणयोनि वा
क्षत्रिययोनि वा वैश्ययोनि वाथ य इह कपूयचरणा अभ्याशो ह यत्ते कपूयां योनिमापोरन्
श्वयोनि वा सूकरयोनि वा चाण्डालयोनि वा। ८. ...स इह कीटो वा पतुको वा शकुनिर्वा शार्दूलो वा सिंहो वा मत्स्यो वा परश्वा वा पुरुषो
वाऽन्यो वैतेषु स्थानेषु प्रत्याजायते यथाकर्म यथाविद्यम् । ९. जातस्य हि ध्रुवो मृत्युधुवं जन्म मृतस्य च । १०.अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः। . ११. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृणाति नरोऽपसणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ।। १२. बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन। १.३.न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । १४. शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मणः ।
Page #25
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
१५. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिण: । जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥ १५. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्चय । सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥ १७. न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्रुते । न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥ १८. त्यक्त्वा कर्मफलासमं नित्यतृप्तो निराश्रयः |
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः ॥ १७. ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति । २०. न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा । २१. यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन । ज्ञानाग्रिः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ २२. कर्मण्येवाधिकारस्ते ।
२३. मा फलेषु कदाचन ।
२४. मा कर्मफलहेतुभूः । २५. मा ते सङ्गोऽस्त्वकर्मणि ।
२१. कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः । लोकसङ्ग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि ।। २७. कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥ २८. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः । अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥
२७. कम्मा विपाका वत्तन्ति विपाको कम्मसम्भवो ।
कम्मा पुनब्भवो होति एवं लोको पवत्तति ॥ विभंग (विसुद्धिमग्ग, कंखावितरण - विसुद्धिनिद्देस गत उद्धरण)
३०. इत एकनवति कल्पे शक्त्या मे पुरुषो हतः ।
तेन कर्मविपाकेन पादे विद्धोऽसि भिक्षवः ! ॥
३१. 'कम्मं सत्ते विभजति यदिदं हीनपणीतताया 'ति । चूलकम्मविभंगसुत्त, मज्झिमनिकाय
४५
Page #26
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન ३२. कृष्णशुक्लादिभेदेन पुनः कर्म चतुर्विधम् । उउ. चेतनाहं भिक्खवे कम्मं ति वदामि । चेतयित्वा हि कम्मं करोति कायेन वाचा य मनसा
वा। अंगुत्तरनिकाय। सत्त्वलोकमथ भाजनोलोकं चित्तमेव रचयत्यतिचित्रम् । कर्मजं हि
जगदुक्तमशेष कर्म चित्तमवधूय च नास्ति । बोधिचर्यावतारपञ्जिका, पृ० १९, ४७२ ३४. नियतानियतं तच्च नियतं त्रिविधं पुनः ।
दृष्टधर्मादिवेद्यत्वात् पञ्चधा कर्म केचन ।। अभिधर्मकोश ४.५० ३५. जातमात्रस्य जन्तोरननुभूतमरणधर्मकस्य द्वेषो दु:खानुस्मृतिनिमित्तो कथं भवेत् ।
योगभाध्य ४.१० । सर्वस्य प्राणिन इयमात्माशीनित्या भवति मा न भूवं भूयासमिति । न चाननुभूतमरणधर्मकस्यैषा भवत्यात्माशी: । एतया च पूर्वजन्मानुभव: प्रतीयते ।
योगभाष्य २.९ १. संस्कारसाक्षात्करणात् पूर्वजातिविज्ञानम् । ३७. “In Sankhya karma is explained materialistically, as consisting
in a special collocation of minutest infra-atomic particles or
material forces making the action good or bad." ३८. चतुष्पदी खल्वियं कर्मजाति: । कृष्णा शुक्लकृष्णा शुक्ला अशुक्लाऽकृष्णा चेति । तत्र
कृष्णा दुरात्मनाम् । शुक्लकृष्णा बहिःसाधनसाध्या । तत्र परपीडानुग्रहद्वारेणैव कर्माशयप्रचयः । शुक्ला तप:स्वाध्यायध्यानवताम् । सा हि केवले मनस्यायत्तत्वाद् बहि:साधनानधीना न परान् पीडयित्वा भवति । अशुक्लाऽकृष्णा संन्यासिनां क्षीणक्लेशानां चरमदेहानाम् । तत्राऽशुक्लं योगिन एव, फलसंन्यासात् । अकृष्णं
चानुपादानात् । इतरेषां तु भूतानां पूर्वमेव त्रिविधमिति। उ८. शुक्लकर्मोदयादिहैव नाश: कृष्णस्य । ४०. क्लेशमूल: कर्माशयः... । योगसूत्र ४१. तत्र पुण्यापुण्यकर्माशय: कामलोभमोहक्रोधप्रभवः । ४२. स दृष्टजन्मवेदनीयश्चादृष्टजन्मवेदनीयश्च । ४३. तस्माजन्मप्रयाणान्तरे कृत: पुण्यापुण्यप्रचयो विचित्रः प्रधानोपसर्जनीभावेनावस्थितः ।
प्रयाणाभिव्यक्त एकप्रघट्टकेन मरणं प्रसाध्य सम्पूर्छित एकमेव जन्म करोति । तच्च जन्म तेनैव कर्मणा लब्धायुष्कं भवति । तस्मिन्नायुषि तेनैव कर्मणा भोग: सम्पद्यते इति । असौ
कर्माशयो जन्मायुर्भोगहेतुत्वात् त्रिविपाकोऽभिधीयते इति । अत एककर्माशय उक्त इति। ४४. दृष्टजन्मवेदनीयस्त्वेकविपाकारम्मी भोगहेतुत्वात् द्विविपाकारम्भी वा भोगायुर्हेतुत्वात् । ४५. यस्त्वसावेकभविक: कर्माशय: स नियतविपाकश्चानियतविपाकश्च । तत्रादृष्टजन्मवेदनीयस्य
नियतविपाकस्यैवायं नियमो न त्वदृष्टजन्मवेदनीयस्यानियतविपाकस्य, कस्मात् ? यो
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્મ અને પુનર્જન્મ
ह्यदृष्टजन्मवेदनीयोऽनियतविपाकस्तस्य त्रयी गतिः - कृतस्याविपक्कस्य नाशः,
प्रधानकर्मण्यावापगमनम् वा, नियतविपाकप्रधानकर्मणाऽभिभूतस्य चिरमवस्थानमिति । ४६. सोपक्रमं निरुपक्रमं च कर्म... । ४७.आयुर्विपाकं कर्म द्विविधं - सोपक्रम निरुपक्रमं च । ४८. तदैकभविकमायुष्करं कर्म द्विविधं - सोपक्रमं निरुपक्रमं च । ४८. द्वये खल्वमी संस्काराः- स्मृतिक्लेशहेतबो वासनारूपाः, विपाकहेतवो धर्माधर्मरूपाः ।
योगभाष्य ३.१८ ५०. ततस्तद्विपाकानुगुणानामेव व्यक्तिर्वासनानाम्। ५१. पूर्वाभ्यस्तस्मृत्यनुबन्धाज्जातस्य हर्षभयशोकसंप्रतिपत्तेः। ५२. जातिविशेषाच्च। ५३. पूर्वकृतफलानुबन्धात् तदुत्पत्तिः । ५४. वेदाभ्यासेन सततं शौचेन तपसैव च।
अद्रोहेण भूतानां जातिं स्मरति पौर्विकीम् ।। मनुस्मृति ४.१४८ ५५. धर्माज्जात्यन्तरस्मरणमिह... | ५१. पूर्वशरीरं हित्वा शरीरान्तरोपादानं प्रेत्यभावः । यस्य तु सत्त्वोत्पादः सत्त्वनिरोध:
प्रेत्यभावस्तस्य कृतहानमकृताभ्यागमश्च दोषः । ५७. पूर्वकृतफलानुबन्धात् तदुत्पत्तिः । ५८. भूतेभ्यो मूर्युपादानवत् तदुत्पत्ति: । न्या० सू० । कर्मनिरपेक्षेभ्यो भूतेभ्यो निर्वृत्ता मूर्तयः
सिकताशर्करापाषाणगैरिकाजनप्रभृतयः पुरुषार्थकारित्वादुपादीयन्ते तथा कर्मनिरपेक्षेभ्यो
भूतेभ्यः शरीरमुत्पन्नं पुरुषार्थकारित्वादुपादीयते । ५६.न, साध्यसमत्वात् । न्यायसूत्र ३.२.६२ १०.न, उत्पत्तिनिमित्तत्वान्मातापित्रोः । तथाऽऽहारस्य । न्या० सू०३.२.६३-६४ ११.प्राप्ती चानियमात् । न्या० सू० ३.२.६५ ? न च सर्वो दम्पत्योः संयोगो
गर्भाधानहेतुर्दृश्यते, तत्रासति कर्मणि न भवति, सति च भवति, इति अनुपपन्नो नियमाभावः इति । न्या० भा० ३.२.६५ । शरीरोत्पत्तिनिमित्तत्वात् संयोगोत्पत्तिनिमित्तं
कर्म । न्या० सू० ३.२.६६ । ६२. एतेनानियमः प्रत्युक्तः । न्या० सू० ३.२.६७ 53. न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य । १४. बहिश्च विविक्तचित्तो विहरन्मुक्त इत्युच्यते । १५. सर्वाणि पूर्वकर्माणि ह्यन्ते जन्मनि विपच्यन्त इति । न्याय भा० ४.१.६४
Page #28
--------------------------------------------------------------------------
________________ 5 2 ભારતીય તત્ત્વજ્ઞાન F१.अनन्तानां कथमेकस्मिन् जन्मनि परिक्षय इति चेत् / कन्दली पृ० 687 ६७.न, कालानियमात् / कन्दली पृ० 687 18. यथैव तावत् प्रतिजन्म कर्माणि चीयन्ते, तथैव भोगात् क्षीयन्ते च / कन्दली पृ० 687 १६.योगी हि योगद्धिसिद्ध्या... निर्माय तदुपभोगयोग्यानि ...तानि तानि सेन्द्रियाणि शरीराणि, अन्त:करणानि च मुक्तात्मभिरुपेक्षितानि गृहीत्वा सफलकर्मफलमनुभवति / न्यायमञ्जरी, भाग 2, पृ०८८ 70. ईश्वरः कारणं पुरुषकर्माफल्यदर्शनात् / / ७१.न, पुरुषकर्माभावे फलानिष्पत्तेः / 72. तत्कारितत्वादहेतुः। 73. स हि सर्वप्राणिनां कर्मानुरूपं फलं प्रयच्छन् कथमनीवरः स्यादिति भावः / न हि __ योग्यतानुरूप्येण भृत्यान् फलविशेषप्रदः प्रभुणभुर्भवति / कन्दली पृ० 133 / ७४.न चाप्यनुत्पाद्य किमपि अपूर्व, कर्म विनश्यत् कालान्तरितं फलं दातुं शक्नोति; अत: कर्मणो वा सूक्ष्मा काचिदुत्तरावस्था, फलस्य वा पूर्वावस्थाऽपूर्वनामास्तीति तय॑ते। 75.. प्रमाणनयतत्त्वालोक 7.56 99. "The theory of karmic colours is not peculiar to Jainas, but seems to have been part of the general pre-Aryan inheritance that was preserved in Magadha". Philosophies of India, The Bollingen Series, XXVI (1953), p. 251 77. औपशमिकक्षायिकी भावौ मिश्रच जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च / 78. कायवाङ्मनःकर्म योगः / स आम्रवः। 78. प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः / 10 सू० 8.3 80. तत्र योगनिमित्तौ प्रकृतिप्रदेशौ / कषायनिमित्तौ स्थित्यनुभावौ / सर्वार्थसिद्धि 8.3 81. सकषायाकषाययो: सांपरायिकेर्यापथयो / त० सू० 6.8 82. हुमो पं. दलसुख मालवणियाकृत / आत्ममीमांसा पृ० 128-131 83. कृत्स्नकर्मविप्रमोक्षो मोक्षः / त० सू० 10.2 84. आम्रवनिरोध: संवरः / त० सू० 9.2 85. एकदेशसंक्षयलक्षणा निर्जरा। ८१.स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः / त० सू०९.२ 87. हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् / त० सू०७.१ 88. तपसा निर्जरा च / त० सू० 9.3 ૮૯.પં. સુખલાલજી કૃત જૈનધર્મનો પ્રાણ પુસ્તક કર્મસિદ્ધાન્ત પ્રકરણમાં ઉદ્ધત.