________________
કર્મ અને પુનર્જન્મ કર્મો પછીના જન્મને આરંભશે અને આમ આ જ ક્રમે શું બધાં જ અદજન્મવેઠનીય કર્મો એકભવિક જ બનરો? આ પ્રશ્નનો ઉત્તર યોગભાષ્ય ૨.૧૩માં છે. તે આ પ્રમાણે છે. અદષ્ટજન્મવેદનીય કર્મો બે પ્રકારના હોય છે - નિયતવિપાકી અને અનિયતવિપાકી. આમાંથી જે નિયતવિપાકી છે તે એક્સવિક છે, જ્યારે જે અનિયતવિપાકી છે તે એકભવિક નથી જ અદઈજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોની બાબતમાં ત્રણ વિકલ્પો સંભવે છે - (૧) અપક્વ દશામાં જ તેમનાં વિરોધીથી નાશ, (૨) પ્રધાન કર્મમાં આવાપગમન અને (૩) નિયતવિપાકવાળા પ્રધાન કર્મથી અભિભવ પામી ચિત્તમાં લાંબા સમય સુધી પડી રહેવું " હવે આ ત્રણ વિકલ્પોને જરા વિસ્તારથી સમજીએ. કેટલાંક અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનો તેમનાં વિરોધી કર્મોથી નાશ થાય છે. દાખલા તરીકે, કૃષ્ણકર્મોને નાશ શુક્લ કર્મોથી થાય છે. કેટલાંક અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનું પ્રધાન કર્મ પોતાનું ફળ આપે છે ત્યારે જ તે પ્રધાન કર્મનાં અંગભૂત કર્મો ફળ આપે છે, તે પહેલાં કે તે પછી નહિ. કેટલાંક અદષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મો અસમાન યા વિરોધી કર્મો વડે અભિભૂત થઈને માત્ર બીજભાવે સ્વતંત્રપણે લાંબા વખત સુધી ચિત્તમાં પડી રહે છે અને
જ્યારે તેમનાં સમાન યા અવિરોધી કર્મો બળવાન બને છે ત્યારે તેમનાથી તેઓ અભિવ્યક્ત થઈ પોતપોતાનું ફળ આપવા લાગે છે. આ અભિભવને પામેલાં કર્મોને અભિવ્યક્ત કરી વિપાકોમુખ બનાવનાર નિમિત્તરૂપ અવિરોધ કર્મો ક્યાં છે એનો નિશ્ચય કરવો કઠિન છે.
સૂત્રકાર સૂત્ર ૩.૨૨માં જણાવે છે કે કર્મો બે પ્રકારનાં છે-સોપકમ અને નિરુપક્રમ." ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે સૂત્રકાર અહીં માત્ર આયુકર્મની વાત કરે છે. એટલે આયુકર્મ બે પ્રકારનાં છે - સોપક્રમ અને નિરુપક્રમ. વળી ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે બધાં આયુકર્મ નહિ પરંતુ અદષ્ટજન્મવેદનીય નિયતવિપાકી એકભાવિક આયુકર્મો જ બે પ્રકારનાં હોય છે. “સોપઝમ એટલે એક વાર ફળ આપવાનું શરૂ કર્યું એટલે ઝડપથી ફળ આપી નિવૃત્ત થનાર. નિરુપમ એટલે ફળ આપવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે પોતાનું ફળ આપી નિવૃત્ત થનાર.
અનુભવજન્ય સંસ્કાર વાસના છે અને પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર કર્મ છે. વાસના સ્મૃતિ જન્માવે છે. કર્મ (ક્લેશયુક્ત હોય તો) જાતિ, આયુ અને ભોગરૂપ વિપાક જન્માવે છે. * યોગસૂત્ર ૪.૮ કહે છે કે વાસના વિપાકને અનુરૂપ જ જાગે છે. આ વસ્તુને વિસ્તારથી સમજીએ. જીવ અમુક જાતિવિપાકી કર્મને પરિણામે અમુક જાતિમાં જન્મે છે. ઉદાહરણાર્થે, એક એવું જાતિવિપાકી કર્મ છે જેને પરિણામે જીવ વર્તમાન જન્મમાં કુતરો બને છે. જ્યારે જીવ કૂતરો બને છે ત્યારે કૂતરાજાતિને અનુરૂપ ભોગવિપાકી કર્મો વિપાકોન્મુખ બન્યાં હોઈ તે કૂતરારૂપે જન્મેલો જીવ કૂતરાજાતિને અનુરૂપ ભોગ ભોગવે છે. તે હાડકાં ચોટ છે ને કરડે છે, તે વિષ્ટા ખાય છે, વગેરે. આ બધું તે કરવા માંડે છે કારણકે તે જાતિમાં જન્મેલા જીવને તેમ કરવામાં સુખ થાય છે. પરંતુ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org