________________
કર્મ અને પુનર્જન્મ કરી જૈનદર્શનમાં કર્મને મૂર્તિ માનવામાં આવ્યાં છે. જેમ પરમાણુઓનાં ઘટ વગેરે કાર્ય મૂર્તિ છે એટલે પરમાણુ મૂર્તિ છે તેમ કર્મનાં શરીર આદિ કાર્ય મૂર્તિ છે એટલે કર્મ પણ મૂર્તિ છે. (૨) કર્મ મૂર્ત છે કારણ કે એની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ ભોજન. જે અમૂર્ત હોય એની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. (૩) કર્મ મૂર્તિ છે કારણકે એના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ અગ્નિ. જે અમૂર્ત હોય એના સંબંધથી વેદનાનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. (૪) કર્મ મૂર્તિ છે કારણ કે એમાં બાહ્ય પદાર્થો વડે બલાધાન થાય છે, ઉદાહરણાર્થ ઘટ. જેવી રીતે ઘટવગેરે મૂર્ત વસ્તુઓ ઉપર તેલ વગેરે બાહ્ય પદાર્થોનું વિલેપન કરવાથી બલાધાન થાય છે અર્થાત્ સ્નિગ્ધતા આદિની ઉત્પત્તિ થાય છે તેવી રીતે કર્મમાં પણ માલા, ચંદન, વનિતા આદિ બાહ્ય પદાર્થના સંસર્ગથી બલાધાન થાય છે, અર્થાત્ ઉદ્દીપન આદિની ઉત્પત્તિ થાય છે. આ બધાં કારણોને આધારે કર્મ મૂર્ત છે એ પુરવાર થાય છે. (જુઓ વિરોષાવશ્યકભાષ્ય, ગાથા ૧૬ ૨૫-૧૬૨ ૭).
કર્મ મૂર્ત છે અને આત્મા અમૂર્તિ છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે? મૂર્ત દ્વારા અમૂર્તિનો ઉપઘાત કે ઉપકાર કેવી રીતે થઈ શકે? જેમ જ્ઞાન વગેરે અમૂર્ત હોવા છતાં વિષ, મદિરા આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા તેમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પોષ્ટિક પદાર્થો દ્વારા એમનો ઉપકાર થાય છે તેમ આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્ત કર્મ દ્વારા તેનો ઉપઘાત કે ઉપકાર થાય છે. વળી, સંસારી આત્મા એકાંતપણે અમૂર્ત નથી. જીવ અને કર્મનો અનાદિકાલીન સંબંધ હોવાથી જીવ પણ કથંચિત્ કર્મપરિણામરૂપ છે. માટે એ એ રૂપમાં મૂર્તિ છે. આ પ્રકારે થંચિત્ મૂર્તિ આત્મા સાથે મૂર્ત કર્મ સંબદ્ધ થઈ શકે છે તથા કર્મ આત્માનો ઉપઘાત કે ઉપકાર કરી શકે છે. (જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૬૩૭-૩૮).
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પગલપરમાણુઓ કર્મરૂપે પરિણત થાય છે તેમને કર્મવર્ગણા કહે છે અને જે શરીરરૂપે પરિણત થાય છે તેમને નોકર્મવર્ગણા કહે છે. લોક આ બન્ને પ્રકારના પરમાણુથી પૂર્ણ છે. જીવ પોતાની મનવચનકાયાની પ્રવૃત્તિથી આ પરમાણુઓને પોતાના ભણી આકર્ષતો રહે છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ સંબદ્ધ હોય, અને જીવની સાથે કર્મ ત્યારે જ સંબદ્ધ થાય છે જ્યારે મનવચનકાયાની પ્રવૃત્તિ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિ કાળથી છે. કર્મ અને પ્રવૃત્તિના કાર્યકારણભાવને નજર સમક્ષ રાખી પુગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ અને રાગદ્વેષ આદિ રૂપ કર્મને ભાવકર્મ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવ મરઘી અને ઈંડાની માફક અનાદિ છે. જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મયુગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ, આત્માનો કર્મયુગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં સાંત છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૬૩૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org