________________
કર્મ અને પુનર્જન્મ
(૮) ઉપશમના – કર્મની ઉપશમનાવસ્થામાં, ઉદિત કર્મને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દબાવી શાંત કરી દેવામાં આવે છે. આ ઉપશમન પણ આત્માના પ્રયત્નવિશેષથી થાય છે.
(૯) નિધત્તિ – કર્મની નિધત્તિ અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણની સંભાવનાનો અભાવ હોય છે.
(૧૦) નિકાચના – કર્મની નિકાચના અવસ્થામાં ઉદીરણા અને સંક્રમણ ઉપરાંત ઉદ્દવર્તન અને અપવર્તનની સંભાવનાનો પણ બિલકુલ અભાવ હોય છે.
ઉદીરણા, સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તના અને ઉપાસના કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે એમ સ્પષ્ટપણે દર્શાવે છે, પુરુષ કર્મનો ગુલામ નથી. જેને કર્મસિદ્ધાન્તમાં પુરુષસ્વાતંત્ર્ય (freedom of will) અને ઉદ્યમને ઘણો અવકાશ છે. મુનિશ્રી ન્યાયવિજયજી તેમના જેનદર્શનમાં (પૃ. ૩૫૩) લખે છે, “કર્મશાસ્ત્ર પણ કર્મનો ઉદય થવામાં સમુચિત ઉઘમનો અવકાશ માને છે, તેમ જ કર્મના ઉદયને દુર્બલ બનાવવામાં પણ યોગ્ય ઉદ્યમને આવકારે છે.” ઉપાધ્યાયયશોવિજયજી ૨૬મી દ્વાચિંશિકામાં શ્લોક ૨૪માં પુરુષપ્રયત્નની અને પુરુષ સ્વાતંત્ર્યની સર્વોપરિતા સ્વીકારે છે અને સ્પષ્ટપણે કહે છે કે નિકાચિત ગણાતા કર્મને પણ પુરુષ તપ અને સાધનાથી ક્ષીણ કરી શકે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે તેના ફળને સમતાથી ભોગવવા કે આસક્તિ-વિહવળતાથી ભોગવવા પુરુષ સ્વતંત્ર છે. “કર્મ ઉદયમાં આવે ત્યારે તેને સમતાથી-સમભાવથી ભોગવી લેવામાં ડહાપણ છે. એમ ભોગવી લેવાથી એ કર્મ ખતમ થતાં નવાં દુઃખદ કમ મૂકી જતું નથી. પણ જ્યારે કર્મનાં સુખભોગરૂપ ફળ આસક્તિથી અને દુઃખ ભોગરૂપ ફળ દુર્ગાનથી ભોગવવામાં આવે ત્યારે એ પ્રકારે ભોગવવાના પરિણામે બીજા નવા કર્મબન્ધો જડાઈ જાય છે. અતઃ સુખભોગના ઉદયકાળે સુખભોગમાં નહિ રંગાતા એટલે કે અનાસક્તપણે સમભાવથી એ ઉદિત કર્મને ભોગવી લેવાથી અને દુઃખની હાલતમાં હિંમતથી મનને પત્તિમાં રાખી દુઃખને (એ ઉદિત અસતાવેજનીય કર્મને) ભોગવી લેવાથી એ ઉઠયાગત કર્મ એવી રીતે ક્ષીણ થઈ જાય છે કે જેના અનુસંધાનમાં નવાં અશુભ કર્મો બંધાવા પામતા નથી. કર્મયોગથી ભોગસામગ્રી ઉપસ્થિત થઈ, પણ એમાં મોહવિકારને વશ થવું કે ન થવું એ આત્માની પોતાની સત્તાની વાત છે.” (ન્યાયવિજયજીકૃત જેનદર્શન પૃ. ૩૪૮).
બધાં જ કર્મોનો ક્ષય તે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કમને અટકાવી દેવાં જોઈએ (સંવર) અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ (નિર્જરા), સંવરના ઉપાય તરીકે જનો વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપ ગણાવે છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહમાંથી વિરતિ એ વ્રત. છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ એ ગુમિ છે. વિવેકશીલ પ્રવૃત્તિ એ સમિતિ છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સંયમ, સત્ય, તપ, ત્યાગ, આચિન્ય અને
બ્રહ્મચર્યરૂપ દશવિધ ધર્મ છે. શાંતભાવે પરીષહોને સહન કરવા એ પરીષહજય છે. • સમભાવ આદિ ચરિત્ર છે. વસ્તુસ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતન એ અનુપ્રેક્ષા છે. નિર્જરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org