Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ભારતીય તત્ત્વજ્ઞાન ** આવતું કરણીય કર્મ છે, જેમ કે સંધ્યાવંઠન આદિ. અને (૪) નૈમિત્તિક કર્મ તે છે જે અવસરવિશેષ પર કરવામાં આવે છે, જેમ કે શ્રાદ્ધ આદિ કર્મ, મીમાંસા કામ્ય કર્મોને તેમ જ નિષિદ્ધ કર્મોને જ દુઃખનું અને કર્મબંધનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત નિત્યનૈમિત્તિક કર્મો દુઃખનું કે કર્મબંધનું કારણ નથી. એટલે દુઃખમાંથી અને બંધનમાંથી મુક્ત થવા માટે કામ્ય કર્મોને તેમ જ નિષિદ્ધ કર્મોને છોડવાં જોઈએ. યજ્ઞ આદિ અનુજ્ઞાન (કર્મ) કરતાં તરત જ ફળની નિષ્પત્તિ થતી નથી, પરંતુ કાલાન્તરમાં થાય છે. હવે પ્રશ્ન એ છે કે કર્મના અભાવમાં કર્મ ફલોત્પાદક કેવી રીતે બની શકે ? મીમાંસકોનું કહેવું છે કે અપૂર્વ દ્વારા. પ્રત્યેક કર્મમાં અપૂર્વને (પુણ્યાપુણ્યને) ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે. (તન્ત્રવાર્તિક પૃ. ૩૯૫). કર્મથી ઉત્પન્ન થાય છે અપૂર્વ અને અપૂર્વથી ઉત્પન્ન થાય છે ફળ. આમ અપૂર્વ જ કર્મ અને કર્મફળને જોડનાર કડી છે, એટલે જ શંકરાચાર્ય અપૂર્વને કર્મની સૂક્ષ્મ ઉત્તરાવસ્થા કે ફળની પૂર્વાવસ્થા માને છે (શાંકરભાષ્ય ૩.૨.૪૦).૪૪ અપૂર્વની કલ્પનાને મીમાંસકોની કર્મવિષયક એક મૌલિક કલ્પના માનવામાં આવે છે. જૈનદર્શનમાં કર્મ અને પુનર્જન્મ આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ ઉદ્દેશકના ‘અપ્પણો અત્થિત્તપદ’ નામના પ્રથમ પદમાં આત્માના પૂર્વજન્મનું જ્ઞાન જાતિસ્મરણથી થાય છે એમ કહેવાયું છે. વધુમાં ત્યાં જણાવ્યું છે કે આત્મા બધી દિશાઓ અને અનુદિશાઓમાં ગતિ કરે છે. અહીં જન્માન્તર માટે જતા જીવની ગતિનો નિર્દેશ છે. સિદ્ધાન્ત ગ્રંથોમાં આને અંતરાલગતિ કહેવામાં આવેલ છે. આમ જૈનદર્શન પ્રાચીન કાળથી પૂર્વજન્મ અને પુનર્જન્મ માને છે. જૈનદર્શન અનુસાર કર્મનો એક અર્થ છે ક્રિયા, પ્રવૃત્તિ; બીજો અર્થ છે જીવની પ્રવૃત્તિ દ્વારા જે સૂક્ષ્મ પુદ્ગલો (કર્મવર્ગણા) જીવ તરફ આકર્ષાઈને તેને ચોટે છે તે યુગલોને કર્મ કહેવામાં આવે છે. આમ કર્મ પૌદ્ગલિક દ્રવ્યરૂપ છે. પુદ્ગલનો અર્થ મેટર (matter) છે. ૫ કર્મો પૌદ્ગલિક યા ભૌતિક હોય તો તેને રંગો હોવા જોઈએ. જેમ જપાકુસુમનો લાલ રંગ દર્પણમાં પ્રતિફલિત થાય છે તેમ ર્મપુદ્ગલોના રંગો પોતાના સાન્નિધ્યમાં રહેલા આત્મામાં પ્રતિફલિત થાય છે. આમ કર્મની પૌદ્ગલિક્તાને કારણે આત્માની લેયાઓના રંગની જૈન માન્યતા ઘટે છે. આજીવિનો અભિજાતિઓનો સિદ્ધાંત પણ કર્મરજોનું રંગને આધારે વર્ગીકરણ જ છે. આ કારણે પ્રોફેસર ઝીમર તેમના ‘ફલોસોફિઝ ઓફ ઇન્ડિયા’ (પૃ. ૨૫૧)માં જણાવે છે કે કર્મોના રંગોનો સિદ્ધાંત જૈન ધર્મની જ ખાસ વિશેષતા નથી, પરંતુ મગધમાં સચવાયેલ આર્ય પૂર્વેના સામાન્ય વારસાનો એક ભાગ હોય એમ જણાય છે. કર્મના પૌદ્ગલિક્ત્વ અથવા મૂર્તત્વની સિદ્ધિ નીચે પ્રમાણે કરવામાં આવી છે-(૧) શરીર વગેરે મૂર્ત હોવાને કારણે તેમના નિમિત્તભૂત કર્મ પણ મૂર્ત હોવાં જોઈએ. આ તર્કનો સ્વીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28