Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 19
________________ કર્મ અને પુનર્જન્મ ફેંકવામાં આવેલા લાકડાના ગોળાનું ઉદાહરણ આપે છે. અર્થાત જૈનો કહેવા માંગે છે કે , મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં સ્થિતિ તેમ જ રસનો બંધ થતો નથી. સ્થિતિ અને રસ બન્નેના બંધનું કારણ કષાય છે. આથી ક્યાય જ સંસારની ખરી જડ છે. આમ, ખરેખર તો ફળની આકાંક્ષાવાળી પ્રવૃત્તિ જ બંધનું કારણ છે, ફળની આકાંક્ષા વિનાની અનાસક્ત પ્રવૃત્તિ બંધનું કારણ નથી એવું ફલિત થાય છે. (જુઓ તત્ત્વાર્થસૂત્ર ૮.૩, સર્વાર્થસિદ્ધિ ૮.૩, તત્ત્વાર્થસૂત્ર ૬.૪) અહીં ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજીના શબ્દો ટાંક્વા યોગ્ય છે. તેઓ તેમના જૈનદર્શન પૃ. ૩૭પ ઉપર કહે છે કે “કર્મલના અનન્ત વિસ્તારમાં મોહનું – રાગદ્વેષમોહનું, કામ, ક્રોધ, મદ, માયા, લોભ એ ટોળકીનું પ્રમુખ અને અગ્રિમ વર્ચસ છે. ભવચક્રનો મુખ્ય આધાર એમના ઉપર છે. એઓ સમગ્ર દોષોના ઉપર છે. સકલ કર્મતન્ન પર એમનું અગ્રગામી પ્રભુત્વ અને નેતૃત્વ છે. એમનાથી મુકિત થઈ જાય તો સમગ્ર કર્મચથી મુક્તિ થયેલી જ છે. એટલા માટે કહ્યું છે : કષાયમુઃિ વિત્ત મુવિ અર્થાત્ કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે.” પ્રવૃત્તિ ત્યાગ સંબંધમાં એ વિચારકમુનિવરે જે કહ્યું છે તે વિચારણીય છે. તેઓ કહે છે, અશુભ પ્રવૃત્તિ છોડી જ દેવાની છે, પણ તે ક્યારે બને? જ્યારે મનને શુભ પ્રવૃત્તિઓમાં રોક્વામાં આવે ત્યારે જેમ પગમાં વાગેલો કાંટો કાઢવામાં સોયનો ઉપયોગ કરીએ છીએ તેમ અશુભ પ્રવૃત્તિઓથી છૂટવા માટે શુભ પ્રવૃત્તિઓનો આશ્રય લેવાની જરૂર પડે છે. કાંઠે કાઢ્યા પછી કાંટાને ફેંકી દઈએ છીએ, પણ સોયને ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખીએ છીએ. તે પ્રમાણે જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યેનું વલણ તદ્દન નાબૂદન થયું હોય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિઓ ત્યાજ્ય બનતી નથી. શુભ પ્રવૃત્તિના બંધનથી છૂટવા માટે તે પ્રવૃત્તિનો ત્યાગ કરવાની જરૂર નથી, પણ તે પ્રવૃત્તિના કર્તાએ પ્રવૃત્તિ કરવાના આશયને શુભમાંથી શુદ્ધ રૂપમાં ફેરવવાની જરૂર છે. પ્રસ્તુતમાં કહેવાની મતલબ એ છે કે પ્રવૃત્તિ છેડી છૂટતી નથી. જ્યારે તેની જરૂર નથી હોતી ત્યારે તે આપોઆપ સ્વાભાવિક્યો છૂટી જાય છે. પણ જ્યાં સુધી જીવનની દશા સ્વભાવતઃ પ્રવૃત્તિમામી છે ત્યાં સુધી માણસે અસત પ્રવૃત્તિને ત્યાગી સપ્રવૃત્તિશીલ બનવું જોઈએ. અકાળે કરેલા પ્રવૃત્તિત્યાગમાં કર્તવ્યપાલનના સ્વાભવિક અને સુસંગત માર્ગથી ટ્યુત થવાપણું છે, એમાં વિકાસ સાધાનાની અનુકૂળતા નથી, પણ જીવનની વિડબના છે.” (જૈનદર્શન, પૃ. ૩૬૩) જૈનો સ્વીકારે છે કે પૂર્વજન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલાં કર્મ પણ આ જન્મમાં ફળે છે. આના સમર્થનમાં ન્યાયવિજ્યજી ભગવતીસૂત્રને અંકે છે. (જેનદર્શન પૃ. ૩૫૫). દસકાલિયસત્તની અગત્યસિંહયુણિણ (પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, પૃ. ૫૭) આ બે પ્રકારનાં કર્મો માટે અનુકમે પરલોકદનીય અને ઈહલોકવેદનીય એવાં નામો વાપરે છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28