Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 20
________________ ૪૪ ભારતીય તત્વજ્ઞાન કર્મના મૂળભૂત આઠ પ્રકાર છે. તેમને કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે: (૧) જ્ઞાનાવરણીય કર્મ – આત્માની શાનશક્તિને ઢાંકનાર કર્મ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. (૨) દર્શનાવરણીય કર્મ – અહીં દર્શનનો અર્થ નિરાકાર ઉપયોગ - બોધ છે. આત્માની નિરાકાર ઉપયોગરૂપ શક્તિને ઢાંકનાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય છે. (૩) વેદનીયકર્મ – જે કર્મોસુખદુઃખનો અનુભવ કરાવે છે તે વેહનીય કર્મ કહેવાય છે. (૪) મોહનીય કર્મ – મોહનીય કર્મના બે ભેદ છે : દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મ. તત્ત્વપક્ષપાતને રૂંધનાર કર્મ દર્શનમોહનીય કર્મ કહેવાય છે અને ચારિત્રને રૂંધનાર કર્મ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. (૫) આયુષ્યકર્મ – જે કર્મ આયુષ્યની મર્યાદાનું નિયમન કરે છે તે આયુષ્યકમ કહેવાય છે. (૬) નામકર્મ – જેનાથી એકેન્દ્રિય આદિ ભિન્ન જાતિઓ અને મનુષ્ય આદિ ભિન્ન ભિન્ન ગતિઓ તેમ જ શરીર, રૂપ, સ્વર આદિ વ્યક્તિત્વને ઘડતી બાબતો નક્કી થાય છે તે નામકર્મ છે. (૭) ગોત્રકર્મ – જે કર્મ ઉચ્ચ-નીચ ગોત્ર અને સામાજિક મોભો, માનમરતબો નક્કી કરી આપે છે તે ગોત્રકર્મ કહેવાય છે. (૮) અન્તરાયકર્મ – દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અન્તરાય ઊભો કરવાનું કાર્ય કરે છે તે કર્મ અન્તરાયકર્મ. (તસ્વાર્થસૂત્ર ૮.૪) જૈનોએ કર્મની દશ અવસ્યાઓ માની છે. તે નીચે પ્રમાણે છે : (૧) બંધ – કર્મનીબંધાવસ્થામાં, કર્મયુગલોનો આત્માની સાથેનીરક્ષીરસંબંધ હોય છે. (૨) સત્તા – કર્મની સત્તાવસ્થામાં, કર્મયુગલો પોતાનું ફળ ન આપતાં કેવળ સત્તારૂપે રહે છે. (૩) ઉદય – કર્મની ઉદયાવસ્થામાં, કર્મયુદ્ગલો પોતાનું ફળ આપવા તત્પર થાય છે અને પોતાનું ફળ આપે છે. (૪) ઉદીરણા - કર્મની ઉદીરણાવસ્થામાં, કર્મયુગલોને ખાસ પ્રયત્નવિશેષથી આત્મા તેમના નિયત સમય પહેલાં ફળ આપવા ઉન્મુખ બનાવે છે. (૫) સંક્રમણ – કર્મની સંક્રમણાવસ્થામાં, આત્માના ખાસ પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં પરિવર્તન થાય છે. (૬)-(૭) ઉદ્દવર્તના-અપવર્તના – કર્મની તે અવસ્થા કે જેમાં તેની સ્થિતિ અને રસમાં વધારો થાય તે ઉદ્વર્તના અને જેમાં ઘટાડો થાય તે અપવર્તના. અહીં પણ આ વધારો કે ઘટાડો આત્માના પ્રયત્નવિશેષથી થાય છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28