Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 18
________________ ભારતીય તત્ત્વજ્ઞાન આત્મા સ્વભાવથી અમૂર્ત છે પરંતુ પૌગલિકકર્મ સાથે તેનો નીરક્ષીર જેવો સંબંધ અનાદિ હોઈને સંસારી અવસ્થામાં તેને કથંચિત્ મૂર્તિ માનવામાં આવેલ છે. આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થા થાય છે–ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઔદયિક. કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઓપશમિક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક, કર્મના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થનાર ક્ષાયોપથમિક અને કર્મના ઉદયથી પેદા થનાર ઔદયિક. આ ઉપરાંત પાંચમો ભાવ પારિણામિક છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન જ છે. (તસ્વાર્થસૂત્ર ૨.૧): ૪ કર્મનું જીવ ભણી આવવાનું (= આસવનું) કારણ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. આમ મનવચનકાયાના વ્યાપારો, જેમને જેનો યોગ કહે છે તે, કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે. આત્મા ભણી આકર્ષાયેલાં કર્મોનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો તે બંધ છે. ઉમાસ્વાતિ મહારાજ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચને ગણાવે છે. પરંતુ ખાસ તો આ પાંચમાંથી ક્યાય જ બંધનું મુખ્ય કારણ છે. (તત્ત્વાર્થસૂત્ર ૬. ૧-૨ અને ૮.૧) આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢકેિ છે, તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળાં ફળો આપે છે અને અમુક જગ્યામાં આત્માને "લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ રાક્તિને ઢાંકરો, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો શા છે? જેના મતે તેમને આત્મા ભણી લાવવામાં કારણભૂત આત્માની પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંશે તે નક્કી કરે છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો તેવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કમોં આત્માની જ્ઞાનશક્તિને ઢાંકો. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતામંદતા ઉપર છે. “ કષાય ચાર છે – ક્રોધ, માન, માયા અને લોભ તે રાગ-દ્વેષનો જ વિસ્તાર છે. જેમ વધારે તીવ્ર ક્યાયપૂર્વકની પ્રવૃત્તિ તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કમ વધારે વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે. આમ, જેનો કષાયોને છોડવા ઉપર વિશેષ ભાર મૂકે છે, પ્રવૃત્તિને છોડવા પર તેટલો નહિ. જૈનોએ સાંપરાયિક અને ઇર્યાપથિક કર્મબંધ સ્વીકાર્યા છે અને જણાવ્યું છે કે કષાયસહિત પ્રવૃત્તિ કરનારને સાંપરાયિક કર્મબંધ થાય છે અને કષાયરહિત પ્રવૃત્તિ કરનારને ઈર્યાપથિક કર્મબંધ થાય છે. સાંપરાયિક કર્મબંધને સમજાવવા માટે તેઓ ભીના ચામડા પર પડેલી રજના ચોદવાનું દષ્ટાંત આપે છે અને ઇર્યાપથિક કર્મબંધને સમજાવવા માટે સૂકી ભીંત પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28