________________
'કર્મ અને પુનર્જન્મ
૩૯
સૂત્ર ૪.૧.૨૦ જણાવે છે કે ના, ઈશ્વર ફળનું કારણ નથી કારણ કે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી.' આ સૂત્ર અનુસાર ઉપરના સૂત્રમાં નિરૂપવામાં આવેલો સિદ્ધાંત ખોટો છે, કારણ કે ખરેખર કર્મફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું જણાતું નથી.
ર
સૂત્ર ૪.૧.૨૧ જણાવે છે કે કર્મ (તેમ જ ફળ) ઈશ્વરકારિત હોવાથી ઉપરના બેય સિદ્ધાંત તર્કહીન છે. આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બન્ને સિદ્ધાંત ખોટા છે. એક કર્મ-ફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને કળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી. પરંતુ ઇચ્છિત ફળ મેળવવા કયું કર્મ કરવું તે જાણવું જોઈએ. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર આપે છે. પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ ક્ક્ષાએ કેવું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો રાગ આદિથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે. ઈશ્વર કેવળ ઉપદેશા, માર્ગદર્શક, કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતો નથી. વૈધ કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈધે રોગ મટાડ્યો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગ આદિ રોગનો ઇલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો-ઈશ્વરે ફળ આપ્યું–ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળસંપાયિતા છે. આમ સંભવ છે કે ગૌતમને મતે દોષમાંથી મુક્ત થયેલાને, જીવન્મુક્ત ઉપદેશાને ઈશ્વર ગણવામાં આવેલ છે અને તે જ કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન જીવોને કરાવે છે.
V
ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોએ સદામુક્ત સૃષ્ટિકર્તા ઈશ્વરને સ્વીકારેલ છે. આ ઈશ્વર જીવોને તેમનાં કર્મ અનુસાર ફળો આપે છે. એથી એના ઈશ્વરપણાને કે એની સ્વાધીનતાને કંઈ ખાધ આવતો નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકોની યોગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તો રોડ રોઠ મટી જતો નથી. ઈશ્વર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મને અનુરૂપ ભોગસામગ્રી ઉપસ્થિત કરે છે; તેના કર્મના વિષાકાળે તે કર્મનું યોગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે. (ન્દલી પૃ. ૧૩૩). મીમાંસાદર્શનમાં કર્મ અને પુનર્જન્મ
મીમાંસાદર્શન પણ આત્માને નિત્ય માને છે. એટલે તે પણ પૂર્વજન્મ અને પુનર્જન્મને સ્વીકારે છે.
વેદપ્રતિપાદ્ય કર્મ ચાર પ્રકારનાં છે−(૧) કામ્ય કર્મ તેને કહેવામાં આવે છે જે કોઈ કામનાવિશેષની સિદ્ધિને માટે કરવામાં આવે છે. (૨) પ્રતિષિદ્ધ કર્મ તે છે જે અનર્થોત્પાદક હોવાથી નિષિદ્ધ છે. (૩) નિત્ય કર્મ તે છે જે ફલાકાંક્ષા વિના કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org