Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૮ ભારતીય તત્વજ્ઞાન * બૌદ્ધ ધર્મદનમાં કર્મ અને પુનર્જન્મ કર્મસિદ્ધાન્ત ભગવાન બુદ્ધના નૈતિક આદર્શવાદની આધારશિલા છે. પ્રતીત્યસમુત્પાદનું ચક્ર કર્મના નિયમને આધારે જ ચાલે છે. દ્વાદશાંગ ભવચકની ધરી * કર્મસિદ્ધાન છે. કર્મ અને ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યા કરે છે. “ જ પુનર્જન્મને સ્વીકાર્યા વિના ચાલે નહિ. જે કર્મોનું ફળ આ જન્મમાં નથી મળતું તેમનું ફળ પછીના જન્મોમાં મળે છે. બોધિ પ્રાપ્ત પછીબુદ્ધને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું હતું. વળી, પોતપોતાનાં કર્મથી પ્રેરિત પ્રાણીઓને વિવિધ યોનિઓમાં જતાં-આવતાં તેમણે પ્રત્યક્ષ જોયાં હતાં. અમુક પ્રાણી તેના કર્મ અનુસાર કયોનિમાં જન્મશે એનું જ્ઞાન તેમને હતું. આમ કર્માનુસારકોનેક્યો પુનર્જન્મ પ્રાપ્તયો એનું જ્ઞાન એમને માટે સ્વવેદ્ય અનુભવ હતો. (જુઓ મજૂઝિમનિકાયનાતેવિશ્વવચ્છગોરાસુત્તતથાબોધિરાજકુમારસુત્ત, અને અંગુત્તરનિકાયનું વેરંજક બ્રાહ્મણ સુત્ત). મહાત્મા બુદ્ધને એક વખત ચાલતાં ચાલતાં પગમાં કાંટો વાગ્યો, ત્યારે તેમણે ભિક્ષુઓને કહ્યું, “હે ભિક્ષુઓ! આ ભવથી એકાણુમા ભવમાં મેં એક પુરુષને શક્તિથી હણ્યો હતો. એ કર્મના વિપાકે મારો પગ વીંધાયો. ભગવાન બુદ્ધના શિષ્ય-શિખ્યાઓને પણ પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન હતું. ભિક્ષણી ઋષિદાસીએ ઘેરીગાથામાં (ગાથા ૪૦૦૪૪૭) પોતાના પૂર્વજન્મોનું માર્મિક વર્ણન ક્યું છે. જગતમાં મનુષ્યો બુદ્ધિમાન-મંદબુદ્ધિ, ગરીબ-તવંગર, અલ્પાયુ-દીર્ધાયુ જણાય છે. કર્મને સ્વીકાર્યા વિના આ વિષમતાનો ખુલાસો થઈ શકતો નથી." કર્મ જ પ્રાણીઓને હીન યા ઉત્તમ બનાવે છે. જેવું કર્મ તેનું ફળ. જે મનુષ્ય હિંસા કરે છે, ક્રોધ કરે છે, ઈષ્ય કરે છે, લોભ કરે છે, અભિમાન કરે છે તે વર્તમાન શરીર છોડી મર્યા પછી દુર્ગતિમાં પડે છે અને જો મનુષ્યયોનિમાં જન્મે છે તો હીન, દરિદ્ર અને બુદ્ધિહીન બને છે. જે મનુષ્ય શુભ કર્મ કરે છે તેની સુગતિ થાય છે અને જે મનુષ્યોનિમાં જન્મે છે તો ઉત્તમ, સમૃદ્ધ અને પ્રજ્ઞાવાન થાય છે. (જુઓ મજૂઝિમનિકાયનાં ચૂલકમ્મવિલંગસુત્ત, મહાક—વિભંગસુત્ત, સાલેયસુત્ત તથા વેરંજકસુત્ત). સારાંશ એ કે વિશ્વની વ્યાવસ્થામાં કર્મ જ પ્રધાન છે, સત્કર્મોને કુશલ કર્મો કહે છે, કારણકે એમનું ફળ કુશલ (સારું) છે. કુરાલ કર્મો કાં તો થોડા વખત માટે દુ:ખથી બચાવે છે કાં તો હંમેશ માટે. પ્રથમ પ્રકારનાં કુશલ કમને સામ્રવ કુશલ કર્મો કહેવામાં આવે છે અને બીજા પ્રકારનાં કુશલ કમને નિરાસવ કુલકર્મો કહેવામાં આવે છે. પાપકર્મો અકુશલ છે, કારણ કે તેમનું ફળ અનિષ્ટયા દુઃખ છે. સારાવ કુરાલ કર્મનું ફળ સુખ, અભ્યદય અને સુગતિ છે. નિરાસવ કુશલ કર્મનું ફળ જ નથી, તે વિપાકરહિત છે, દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે, આ દુઃખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે, રોગના અભાવની જેમ નિર્વાણ શાન્ત અવસ્થા છે. (જુઓ બૌદ્ધધર્મદર્શન, આચાર્ય નરેન્દ્રદેવ, પૃ. ૨૫૭-૧૫૮). ગીતાની પરિભાષામાં કહેવું હોય તો કહી શકીએ કે સામ્રવ કુશલ કર્મો કર્મ છે, નિરાસવ કુશલ કર્મો અકર્મ છે અને અકુશલ કર્મો વિકર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28