Book Title: Karm ane Punarjanma
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 11
________________ કર્મ અને પુનર્જન્મ ૩૫ તો પછી તેને તે બધા સંસ્કારો વર્તમાન એક જન્મમાં જાગવા જોઈએ અને પરિણામે તેને એક જન્મમાં અન્ન તરફ, ઘાસ તરફ, લીમડા તરફ અને હાડકા તરફ પણ રાગ થવો જોઈએ. પરંતુ એવું તો છે નહિ. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે જીવ પોતાના પૂર્વ કર્મ અનુસાર જ્યારે નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહને ઉત્પન્ન કરનાર કર્મોનો વિપાક થયો હોય છે અને આ દેહોત્પાદક કર્મોના વિપાકની સાથે તે દેહને અનુરૂપ કર્મો જ વિપાકોનુખ બને છે - અર્થાત તે દેહને અનુરૂપ સંસ્કારો જ જાગૃત થાય છે - જ્યારે બાકીનાં અભિભૂત જ રહે છે. કોઈ માનવનો આત્મા માનવજન્મ પછી નિજ કર્મ અનુસાર જોવાનર જન્મ પ્રાપ્ત કરે તો અનંત પૂર્વજન્મોમાંથી પૂર્વકાલીન વાનરજન્મોમાં પ્રાપ્ત કરેલા સંસ્કારો જ જાગ્રત થાય છે. તેથી તે વખતે તેને માનવોચિત રાગ જન્મતો નથી. આમ કેવળ જાતિ જ રાગનું કારણ નથી. રાગનું કારણ પૂર્વસંસ્કારો છે અને તે સંસ્કારોની જાગૃતિનું એક નિયામક કારણ જાતિ છે. એટલે જ કણાદે કહ્યું છે કે અમુક પ્રકારની જાતિ (જન્મ યા દેહ) અમુક પ્રકારના રાગ ઉત્પન્ન કરે છે. (વૈશેષિક સૂત્ર ૬.૨.૧૩)ર જીવોમાં જુદી જુદી જાતનાં શરીરો, જુદી જુદી જાતની શક્તિઓ અને જુદી જુદી જાતના સ્વભાવો આપણને જણાય છે. આ વિચિત્ર્યનું કારણ તેમણે પૂર્વજન્મોમાં કરેલાં જુદી જુદી જાતનાં કર્યો છે. આમ પૂર્વજન્મોનાં વિચિત્ર મને માખ્યા વિના જીવો વચ્ચે જે ભેદ જણાય છે તેનો ખુલાસો થઈ શક્તો નથી. એક જ માબાપના સમાન પરિસ્થિતિમાં ઉછરેલા જોડિયા બાળકોમાં જણાતા ભેદનો ખુલાસો પૂર્વજન્મમાં કરેલાં કર્મો અને તેની અસરો માન્યા વિના થઈ શકે નહિ. (ન્યાયસૂત્ર ૩.૨.૬૦), જો પૂર્વજન્મ હોય તો પૂર્વજન્માનુભૂત કોઈ કોઈ વિષયનું જ સ્મરણ કેમ થાય છે? પૂર્વજન્માનુભૂત બધા વિષયોનું સ્મરણ કેમ થતું નથી ? પૂર્વજન્મમાં હું કોણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેનું સ્મરણ કેમ થતું નથી ? આના ઉત્તરમાં ન્યાયશેષિક ચિંતકો જણાવે છે કે આત્મસાત જે પૂર્વસંસ્કારો આ જન્મમાં ઉદ્દબુદ્ધ થાય છે તે સંસ્કારો જ સ્મૃતિને ઉત્પન્ન કરે છે. ઉબુદ્ધ સંસ્કારો જ સ્મૃતિનું કારણ છે. જે સંસ્કારો અભિભૂત રહે છે તે સ્મૃતિ જન્માવતા નથી. સંસ્કાર હોય એટલે સ્મૃતિ થાય જ એવું નથી. સ્મૃતિ થવા માટે પૂર્વે સંસ્કારની જાગૃતિ થવી આવશ્યક છે. આ જન્મમાં જે વસ્તુઓ બાળપણમાં અનુભવી હોય છે તે બધીનું સ્મરણ શું આપણને વૃદ્ધાવસ્થામાં થાય છે? ના, બાળપણમાં અનુભવેલ વિષયોના સંસ્કાર વૃદ્ધાવસ્થામાં હોય છે પણ તે બધા જાગૃત થતા નથી. વળી, આપણે જાણીએ છીએ કે દુ:ખને કારણે કેટલીક વ્યક્તિઓ પરિચિત વ્યક્તિને પણ ભૂલી જાય છે કારણ કે દુઃખે તે પરિચિત વ્યક્તિના પડેલ સંસ્કારોને અભિભૂત કરી દીધા છે. એવી જ રીતે, જીવનું મૃત્યુ થતાં તે મૃત્યુ તેના અનેક સુદઢ સંસ્કારોને અભિભૂત કરે છે. પરંતુ પુનર્જન્મ યા દેહાન્તરપ્રાપ્તિ થતાં તેના અનેક પૂર્વસંસ્કારો જાગ્રત થાય છે. જેઓ સંસકારોને ઉબુદ્ધ કરે છે તેમને સંસ્કારના ઉદ્દબોધક ગણવામાં આવે છે. આ ઉદ્દબોધકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28