Book Title: Karm ane Punarjanma Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 7
________________ કર્મ અને પુનર્જન્મ ૩૧ ઔષધિ, ભૂમિ, વગેરે અલ્પવીર્ય બની જાય છે, ઋતુઓ વિષમ બને છે, ઈત્યાદિ (જુઓ બૌદ્ધધર્મદર્શન, નરેન્દ્રદેવ, પૃ. ૨૬૪) પાતંજલ યોગદરમાં કર્મ અને પુનર્જન્મ યોગદર્શન પુનર્જન્મ સ્વીકારે છે. નવજાત શિશુને ભયંકર પદાર્થને જોઈ થતા ભય અને ત્રાસ ઉપરથી અનુમાન દ્વારા યોગભાકાર વ્યાસ (૪.૧૦ અને ૨.૯)" પૂર્વજન્મને સિદ્ધ કરે છે. વળી, સંસ્કારોમાં સંયમ (=ધારણા, ધ્યાન અને સમાધિ) કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થાય છે એમ સૂત્રકર પતંજલિએ સૂત્ર ૩.૧૮માં જણાવ્યું છે " આમ પૂર્વજન્મ સિદ્ધ થતાં પુનર્જન્મ પણ સિદ્ધ થાય છે. જીવ જે પ્રવૃત્તિ કરે છે તેના સંસ્કાર ચિત્તમાં પડે છે. આને કર્મસંસ્કાર, કર્ભાશય કે માત્ર કર્મ કહેવામાં આવે છે. આ કમ પ્રાકૃતિક છે. તે ચાર પ્રકારનાં છે-કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુલાકૃષ્ણ. દુર્જનોનાં કર્મો કૃષ્ણ હોય છે કારણ કે તેઓ કાળાં કામોના કરનારા છે. સામાન્ય જનોનાં કર્મો શુક્લકૃષ્ણ હોય છે, કારણ કે તેઓ પરપીડારૂપ કાળાં અને પરોપકારરૂપ ધોળાં કામોના કરનારા હોય છે. યજ્ઞયાગરૂપ બાહ્ય સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મોય શુકલકૃષ્ણ હોય છે કારણ કે આ બાહ્ય સાધનના અનુષ્ઠાનમાં પરપીડા અનિવાર્યપણે રહેલી હોય છે. તપ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ આંતર સાધનોના અનુષ્ઠાનથી ઊપજતાં કર્મો શુક્લ હોય છે, કારણ કે આ આંતર સાધનોના અનુષ્ઠાનમાં પરપીડા હોતી નથી. જેમના રાગ આદિ ક્લેશો ક્ષીણ થઈ ગયા હોય છે તે ચરમદેહ વિવેકી પુરુષનાં કર્મો અશુક્લ-અકૃષ્ણ હોય છે. આ વિવેકી પુરુષ પરોપકારરૂપ શુભ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમનાં કર્મો શુક્લ નથી હોતાં કારણ કે તેમની પ્રવૃત્તિ નિષ્કામ હોય છે. તેમનાં કમને તેથી અશુક્લ ગણ્યાં છે. વળી, તેઓ પરપીડારૂપ કળી પ્રવૃત્તિ પણ કરતા નથી. બાહ્ય દષ્ટિએ તેમની પ્રવૃત્તિ પરપીડાજનક જણાય તો પણ તેમનો તેની પાછળનો આશય તો પરોપકારનો અને પરકલ્યાણનો જ હોય છે એટલે તેમનાં તે કર્મો કૃષ્ણ નહિ પણ અકૃષ્ણ ગણાય. આમતેમનાં કર્મો અશુક્લાકૃષ્ણ જ હોય છે. વિવેકી પુરુષ સિવાયના પુરુષમાં પ્રથમ ત્રણેય પ્રકારનાં કર્મો સંભવે છે. આ બધું વિવેચન યોગભાગ ૪.૭માં છે. વળી યોગભાષ્કાર જણાવે છે કે કેટલીક વાર કૃષ્ણ કર્મોનો નાશ શુક્લ કર્મોથી થઈ શકે છે. (૨૦૧૩). લેશપૂર્વક પ્રવૃત્તિ કરીએ તો જ કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે. જો પ્રવૃત્તિ ક્લેશરહિત હોય તો કર્મસંસ્કારો ચિત્તમાં પડતા નથી. આમ કલેશ જ કર્મબંધનું કારણ છે.. કર્મસંસકારો ક્લેશમૂલક છે (૨.૧૨)." કર્મસંસ્કારો અર્થાત્ કર્મો પુણ્યરૂપ અને પાપરૂપ એમ બે પ્રકારના હોય છે. પુણ્યરૂપ કર્મો અને પાયરૂપ કર્મો બંનેય ક્લેશભૂલક છે. દાખલા તરીકે, રાગ ક્લેશને લઈએ. સ્વર્ગ, વગેરે પ્રત્યેના રાગથી પ્રેરાઈ આપણે ધર્મરૂપ પ્રવૃત્તિ કરીએ છીએ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28