Book Title: Karm ane Punarjanma Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 8
________________ ભારતીય તત્વજ્ઞાન પરિણામે પુણ્યરૂપ કર્મ બાંધીએ છીએ. ધન, વગેરે પ્રત્યેના રાગથી પ્રેરાઈ આપણે ચોરી વગેરે દુષ્કૃત્ય આચરીએ છીએ અને પરિણામે પાપરૂપ કર્મો બાંધીએ છીએ (યોગ ભાષ્ય ૨૦૧૨).૧ કર્મોનો બીજી રીતે પણ વિભાગ થાય છે. આ રીતે વિભાગ કરતાં કર્મો બે વગમાં વહેચાઈ જાય છે - દwજન્મવેદનીય કર્મો અને અદષ્ટજન્મવેદનીય કમોં. જે કર્મો પોતાનું ફળ વર્તમાન જન્મમાં જ આપી દે તે કમોં દષ્ટજન્મવેદનીય કહેવાય. જે કર્મો પોતાનું ફળ ભાવિ જન્મોમાં આપે તે કર્મો અદષ્ટજન્મવેદનીય કહેવાય. નારકોને દષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી. ક્ષીણક્લેશવાળાને અદષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી, કારણ કે તેને પુનર્ભવ સંભવતો નથી (યોગ ભાગ ૨.૧૨). યોગસૂત્ર ૨.૧૩ અનુસાર કર્મો ત્રણ જાતનાં ફળો આપે છે - જાતિ (જન્મ), આયુ અને ભોગ (સુખ-દુઃખવેદન). આને બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે કેટલાંક કર્મો જાતિરૂપ ફળ આપે છે, કેટલાંક કર્મો આયુરૂપ ફળ આપે છે અને કેટલાંક કર્મો ભોગરૂપ ફળ આપે છે. આમ કર્મોના ત્રણ પ્રકાર થયા - જાતિવિપાકી કર્મ, આયુવિપાકી કર્મ અને ભોગવિપાકી કર્મ. ૨.૧૩ સૂત્ર ઉપરના ભાષ્યમાં વધુમાં જણાવ્યું છે કે નવો જન્મ, તેને અનુરૂપ આપ્યું અને તેને અનુરૂપ ભોગ આ ત્રણે વિપાકો આપનાર તે તે કર્મો મૃત્યુથી અભિવ્યક્ત થાય છે. અર્થાતુ જે પ્રકારનું આયુ અને જે પ્રકારનો ભોગ અમુક જ જાતિમાં સંભવે બીજીમાં નહિ તેવા આયુ અને તેવા ભોગને નિયત કરનાર કર્મો જ મૃત્યુથી અભિવ્યક્ત થાય છે, બીજાં નહિ. જાતિવિપાકી કર્મ અદષ્ટજન્મવેદનીય જ હોય, જ્યારે આયુવિપાકી અને ભોગવિપાકી કર્મો દષ્ટજન્મવેદનીય અને અદષ્ટજન્મવેદનીય એમ બંને પ્રકારનાં સંભવે. આમ અદઈજન્મવેદનીય કર્મો ત્રિવિપાકી હોય છે, જ્યારે દજન્મવેદનીય કર્મો એકવિપાકી કે બેવિપાકી હોય છે, એકવિપાકી હોય ત્યારે માત્ર ભોગરૂપ વિપાકને જ આપે છે અને દ્ધિવિપાકી હોય ત્યારે ભોગરૂપ અને આયુરૂપ એ બે જ વિપાકોને આપે છે. " દઈજન્મવેદનીય કર્મોને એકભવિક હોવાનો અર્થાત્ મૃત્યુથી અભિવ્યક્ત થઈ સાથે મળી એક ભવનો (જન્મનો) આરંભ કરનાર હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કારણકે તે દષ્ટજન્મવેદનીય હોઈ વર્તમાન જન્મમાં જ પોતાનું ફળ આપી નિવૃત્ત થાય છે. પરંતુ અદષ્ટજન્મવેદનીય કર્મો બધાં જ એકભાવિક હોય છે કે નહિ તે પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નને જરા વિરતારથી સમજીએ. જે અદષ્ટજમવેદનીય કર્મો છે તેમાં ઘણાં જાતિવિપાકી, ઘણાં આયુવિપાકી અને ઘણાં ભોગવિપાકી હોવાનાં જ. આમાંથી કેટલાંક જાતિવિપાકી, કેટલાંક આયુવિપાકી અને કેટલાંક ભોગવિપાકીએ પૂર્વજન્મમાં મૃત્યુથી અભિવ્યક્ત થઈ ભેગાં મળી, વર્તમાન જન્મનો આરંભ કર્યો છે. હવે વર્તમાન જન્મમાં મૃત્યુ વખતે અભિવ્યક્ત થઈ ભેગાં મળી બીજાં કેટલાંક જાતિવિપાકી, આયુવિપાકી અને ભોગવિપાકી . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28