________________
- અષ્ટકર્મના વૃક્ષનો પરિચય :-)
મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૨૫, યોગ-૧૫ રૂપી ૪ મુખ્ય મૂળિયા છે. તે દરેક મૂળિયામાં તેની ઉત્તરશાખા તે પ્રમાણે બતાવી છે. તે મૂળિયાનું રાગ-દ્વેષરૂપી પાણી વડે મિથ્યાત્વી જીવ સીંચન કરી રહ્યાં છે. જેથી જીવ દરેક સમયે-સમયે કાર્મણ વર્ગણાઓ ગ્રહણ કરી રહ્યાં છે. તેથી કાશ્મણ શરીરરૂપી થડ બતાવ્યું છે. અને ૮ ભૂલકર્મની ૮ કર્મરૂપી ૮ ડાળીઓ બતાવી છે. જેના ઉત્તર ભેદો કુલ-૧૫૮ થાય છે. તે લીલા રંગના પાન બતાવ્યાં છે. પ્રથમની ૪ ડાળીઓ ધાતિકર્મની છે. પ્રથમ જ્ઞાનાવરણીયની ડાળીમાં ૧થી૫ = મતિજ્ઞાનાવરણીયાદિ-૫. બીજી દર્શનાવરણીયની ડાળીમાં પ્રથમ શાખામાં ૧થી૪ = ચક્ષુદર્શનાવરણીયાદિ-૪, બીજી શાખામાં ૧થી૫ = નિદ્રાદિ-૫ = ૯. ત્રીજી મોહનીયકર્મની ડાળીમાં પ્રથમ શાખામાં ૧થી૩ = દર્શનમોહનીય-૩, બીજી શાખાની ૧લી શાખામાં ૧થી૧૬ = અનંતાનુબંધિ આદિ ૪ કષાયના-૧૬ ઉત્તરભેદ, બીજી શાખાની ૨જી શાખામાં ૧થી૯ = ૯ નોકષાય, આરીતે ૩ ૧૬+ ૦ = ૨૮ ઉત્તરપ્રવૃતિઓ જાણવી. ચોથી અંતરાયકર્મની ડાળીમાં ૧થી૫ = દાનાંતરાયાદિ = ૫. આ ૪ ઘાતકર્મની પ+૯૧૨૮૫= ૪૭ ઉત્તરપ્રવૃતિઓ બતાવી છે. પથી૮ ડાળી તે અઘાતિકર્મની છે. પાંચમી વેદનીયકર્મની ડાળીમાં ૧થીર = સાતાદિ-૨. છઠ્ઠી આયુષ્યકર્મની ડાળીમાં ૧થી૪ = દેવાયુષ્યાદિ-૪. સાતમા નામકર્મની મુખ્ય બે શાખા પ્રથમ શાખામાં ગત્યાદિ-૧૪ પિંડપ્રકૃતિની ૪ શાખાઓમાં ૭૫ ઉત્તરપ્રકૃતિઓ બતાવી છે. પ્રથમ શાખામાં ૧થી૪ = દેવગત્યાદિ-૪ ગતિ, ૧થી૫ = એકેન્દ્રિયાદિ-૫ જાતિ, ૧થી૫ = ઔદારિકાદિ-૫ શરીર, ૧થી૩ = દારિકાદિ-૩ અંગોપાંગ = ૧૭. રજી શાખામાં ૧થી૧૫ = ૧૫ બંધન. ત્રીજી શાખામાં ૧થી૫ = દારિકાદિ-૫ સંઘાતન, ૧થી૬ = ૬ સંઘયણ, ૧થી૬ = ૬ સંસ્થાન. = ૧૭. ચોથી શાખામાં ૧થી૫ = શ્વેત વર્ણાદિ-૫, ૧થીર = ગંધ-૨, ૧થી૫ = રસ-૫, ૧થી૮ = સ્પર્શ-૮, ૧થી૪ = આનુપૂર્વી-૪, ૧થીર = વિહાયોગતિ-૨ (૫૨૫+૮+૪+૨=૨૬.) આ રીતે ૪ શાખામાં ૧૪ પિંડપ્રકૃતિઓની ૧૭+૧૫૧૭+૨૬૦૭૫ ઉત્તરપ્રકૃતિઓ બતાવી છે. બીજી મુખ્ય શાખામાં પ્રત્યેક ૨૮ પ્રકૃતિ બતાવી છે. તેમાં પ્રથમ શાખામાં અપ્રતિપક્ષ-પરાઘાતાદિ-૮ બતાવી છે. બીજી અને ત્રીજી શાખામાં સપ્રતિપક્ષ ત્રસાદિ-૧૦ અને સ્થાવરાદિ-૧૦ બતાવી છે. આ રીતે ૭૫+૮+૧૦+૧૦=૧૦૩ નામકર્મની ઉત્તરપ્રવૃતિઓ જાણવી. ૮મી ગોત્રકર્મની ડાળીમાં ૧થીર = ઉચ્ચગોત્રાદિ – ૨ જાણવી. સમ્યગુદૃષ્ટિ જીવ જ્ઞાન-ક્રિયારૂપી કુહાડાથી તે કર્મવૃક્ષનું છેદન કરી રહ્યાં છે.
ઇતિ કર્મવૃક્ષનો પરિચય સમાપ્ત
(- જ્ઞાનવૃક્ષનો પરિચય :-)
કર્મવૃક્ષની પાછળના પેઈઝમાં જ્ઞાનવૃક્ષનું ચિત્ર છે. આ ચિત્રમાં મતિજ્ઞાન વિગેરે પાંચ મુખ્ય ભેદોની ૫ ડાળીઓ બતાવી છે. તે જ્ઞાનના પાંચ મુખ્ય ભેદોના ૫૧ ઉત્તર ભેદો લીલા પાનમાં બતાવ્યા છે. અહીં “આત્મપુરુષનો જ્ઞાનગુણરૂપી” થડ બતાવ્યું છે. જ્ઞાન-ભક્તિ વગેરે રૂપી મૂળિયાનું કાળ-વિનયાદિ-૮ જ્ઞાનચારરૂપી પાણી વડે સિંચન કરતાં જ્ઞાની જીવ બતાવ્યો છે. તે સિંચનથી આ જ્ઞાનવૃક્ષ ફુલે-ફાલે છે. જેથી ક્ષપકશ્રેણિ વડે જીવ મધ્યમાં બતાવેલ કેવલજ્ઞાન પામે છે. અજ્ઞાન જીવ જ્ઞાનની અશાતાના આદિ રૂપી કુહાડાથી તે જ્ઞાનવૃક્ષનું છેદન કરી રહ્યાં છે.
ઇતિ જ્ઞાનવૃક્ષનો પરિચય સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org