________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે યશવિજજીને જ્ઞાનસાર, અધ્યાત્મપનિષદ હરિ ભદ્રસૂરિના અષ્ટકે, સિદ્ધસેનસૂરિની દ્વાર્વિશિકાઓ તથા આગમીય નેવે તને વિશાળ સંગ્રહ આ એક જ ગ્રંથમાં થઈ ગયેલ હોવાથી પૂજ્ય સાધુ, સાધ્વીઓ માટે આ એક જ ગ્રંથ વિશિષ્ટ સ્વાધ્યાયની ગરજ સારે છે ત્યારે ગૃહસ્થાશ્રમિઓને માટે તે ઉત્તમમાં ઉત્તમ અને મહામૂલ્યવાન આભૂષણ તરીકે સિદ્ધ થશે.
ગ્રંથ નિર્માતા :
સર્વથા નાની વયમાં જ સરસ્વતીના ઉપાસક બનવા માટે કલકત્તા શહેરમાં શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, નવયુગ પ્રવર્તક. સ્વ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને ચરણ સાન્નિધ્યમાં મહાવ્રતને ધારણ કરનારા પૂજ્ય ન્યાય વિશારદ ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજને સૌ કેઈ બરાબર ઓળખે છે. જેઓએ મહાવ્રતને સ્વીકારીને પણ જીવનની છેલ્લી ક્ષણ સુધી નૈષ્ઠિક બ્રહ્મચારી અને સરસ્વતી માતાની આરાધનામાં સર્વથા એક મના રહ્યા છે. - બ્રહ્મચર્યની સાધના સિવાય આન્તર જીવનની પવિત્રતા હોતી નથી અને તેના અભાવમાં એકાગ્રતા સધાતી નથી. અને એકાગ્રતા વિના કલમ અને જીભમાં સરસ્વતીને વાસ
તે નથી. પૂ. ન્યાયવિજયજી મહારાજ પૂર્ણરૂપે સરસ્વતી પુત્ર હતા, માટે જ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ત્યારે જ તે જીન્દગીની છેલ્લી ક્ષણે રુમ્સ અવસ્થામાં પણ ખાન-પાન નિદ્રા
For Private and Personal Use Only