Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 13
________________ વિES છે. અભ્યાસીઓને ઉપયોગી કેટલીક ઐતિહાસિક માહિતી નિ પૂ. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજવિરચિત શ્રી કલ્પસૂત્ર સુખબોધિકા રાથમાં આપેલી ડો. હર્મન જેકોબીની પ્રસ્તાવનાને આધારે અત્રે સંક્ષિપ્ત વિગત આિપવામાં આવી છે. તેમાં જણાવે છે કે ડૉ. હર્મન જેકોબીએ આ પ્રસ્તાવનામાં મુખ્યત્વે ઐતિહાસિક દૃષ્ટિને જ પ્રાધાન્ય આપ્યું છે. વળી જેમ જેમ નવાં પ્રમાણો મળતાં ગયાં મિ તેમ તેમણે ઘણા ફેરફાર પણ કર્યા છે. તેમનો મૂળ ગ્રંથ અપ્રાપ્યવતુ હોવાથી તેની પિસ્તાવના આ ટીકાગ્રંથમાં મૂકવામાં આવી છે. તેમના નિર્ણયો અક્ષરશઃ માન્ય રાખીએ છીએ તેમ ન માનવું છતાં તેમણે જે તુલનાત્મક પરિશ્રમ કર્યો છે તે અભિનંદનીય છે. આ પ્રસ્તુત માહિતીમાં પ્રસ્તાવનામાંથી ઉપયોગી ફકરાઓ જ ઉદ્ધત કરવામાં આવ્યા છે. ડૉ. હર્મન જેકોબી પ્રસ્તાવનામાં જણાવે છે કે આ સંપૂર્ણ ઉપોદઘાતમાં સર્વત્ર મેં જ વેતાંબર સંપ્રદાયનો જ આધાર લીધો છે, દિગંબરોની પોતાની સાંપ્રદાયિક માન્યતા છે, આ શ્વેતાંબર સંપ્રદાયથી અગત્યની બાબતોમાં ભિન્નતા ધરાવે છે. છે શ્વેતાંબરોની પરંપરાનુસાર મહાવીર-નિર્વાણનો સમય વિક્રમ સંવત પહેલાં ૪૭૦ આવર્ષે આવે છે અને દિગંબરોના મતે વિક્રમ સંવત પૂર્વે ૬૦૫ વર્ષે આવે છે. આ ૧૩૫ વર્ષનો તફાવત એ સંવત અને શક વચ્ચેના કાલની બરાબર છે. જ કલ્પસૂત્રના લોકવિશ્રુત લેખક ભદ્રબાહુ વિષે તેઓ જણાવે છે કે એમના સંબંધની હકીકતો અનૈતિહાસિક દંતકથાઓ સાથે ભેળસેળ થઈ ગઈ છે, તેમાંથી સન્ત તારવવું મુશ્કેલ છે. સ્થવિરાવલી અનુસાર મહાવીર પછી ભદ્રબાહુ છઠ્ઠા સ્થવિર હતા. તેમના ગોત્રનું નામ “પ્રાચીન' હતું. તેઓ યશોભદ્રના શિષ્ય હતા. તેમને ગોદાસ, અગ્નિદત્ત, જનદત્ત અને સોમદત્ત નામના ચાર શિષ્યો હતા. છે વજસ્વામી પછી પૂર્વોનું જ્ઞાન લુપ્ત થતું જતું હતું. આથી પાટલિપુત્રના સંઘે ૧૧ ) અંગો એકત્ર કરી દૃષ્ટિવાદ નામના બારમા અંગને પ્રાપ્ત કરવા માટે ૪૯૯ સાધુઓને . Jain Education international or Private & Personal Use Only .... . . . . . ) એ છે www.ainelibrary.o તો એની વાત કરી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 282