Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 11
________________ છે. ચિત્તની ચંચળતાનું શમવું, અને એકાગ્રતાનું બળ વધવું એ સદ્ભુતલેખનના અનુભવથી હું સમજાય છે. ગ્રંથલેખનમાં આત્મલક્ષે વિવિધ વિષયોનું ચિંતન વાસ્તવમાં જીવને સંવરભાવ = માટે સહાયક બને છે. ભૂમિકાનુસાર નિર્જરાનું કાર્ય પણ સિદ્ધ થાય છે. તેમાં ખરેખર છે ગુરુકૃપાનું જ માહાભ્ય છે તેમ સમજાય છે. કેવળ સ્વ-પર-શ્રેયરૂપ આ નિર્દોષ આ પ્રવૃત્તિમાં કોઈ અન્ય અભિલાષા ન હોવાથી તેની ફળશ્રુતિ કેવળ આનંદદાતા બને છે. તે . પ્રસ્તુત ગ્રંથનું માહાભ્ય પણ અનુપમેય મનાયું છે. તેથી તેનું સંપાદન કરવું તેમાં છે અહોભાગ્ય માનું છું. કલ્પસૂત્રની વાચના વિષે મૂળ કલ્પસૂત્ર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુની કૃતિ છે. આ કલ્પસૂત્ર ગ્રંથ તેમણે તે પ્રત્યાખ્યાનપ્રવાહ નામના નવમા પર્વના દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે રચ્યો છે $ હતો. તેનાં ઘણાં ભાષાંતરો અને ટીકાઓ લખાયાં છે. - પૂર્વકાળે મુનિવરો નવકલ્પ વિહાર કરતા અને એ રીતે ક્રમે કરીને જે સ્થાનમાં આ ચાતુર્માસ રહેવાનું થાય ત્યાં ભાદરવા સુદ પંચમીને દિવસે રાત્રિએ સાંવત્સરિક રે પ્રતિક્રમણ કર્યા પછી એક યોગ્ય સાધુ સૂત્રપાઠ ઊભે ઊભે બોલતા અને બીજા સર્વ - સાધુ “કમ્પસમ પાવતિય કાઉસગ્ગ કરેમિ” કહી કાઉસગ્ગ કરી એ મુખપાઠ સાંભળતા પરંતુ આનંદપુરના રાજાના પ્રિય પુત્રના અકાળ અવસાનથી તે રાજાને શોકમુક્ત કરવા 3 જનસમુદાયમાં પણ કલ્પસૂત્રની વાચનાનો પ્રારંભ થયો. ત્યાર પછી વર્તમાનકાળે. રૂ. મુનિવરો જનકલ્યાણ નિમિત્તે પર્યુષણ પર્વમાં પાંચ દિવસ તેની વાચના કરે છે અને * સંવત્સરીને દિવસે પૂરા ગ્રંથનાં બારસો સૂત્ર વાંચી સંભળાવે છે. ભગવાન મહાવીરના 2નિર્વાણ પછી ૯૮૦ વર્ષે આ ગ્રંથની વાચનાનો પ્રારંભ થયો હતો. આમ કાળને અનુસાર વાચના, ટીકા અને લેખનની પદ્ધતિ વિકસતી ગઈ છે તેનો 2 આપણને સહેજે ખ્યાલ આવે છે. તેથી આ ગ્રંથનું માહાસ્ય વધે છે. છે કથાસારમાં શું છે ? Rain Educશ્રી કલ્પસૂત્ર કથાસારમાં મુખ્યત્વે ભગવાન શ્રી મહાવીર, શ્રી પાર્શ્વનાથ, શ્રીઅરિષ્ટ , S

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 282