Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 9
________________ નમ્ર નિવેદનમ્ ગ્રંથ-પ્રયોજન શ્રી કલ્પસૂત્ર કથાસાર ગ્રંથની પ્રથમ આવૃત્તિના પ્રકાશનનો સર્વ શ લંડનનિવાસ સત્સંગી મિત્રોને ફાળે જાય છે. શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીના કલ્પસૂત્ર ગ્રંથની ટીકા ઉલ્લાસપૂર્વક શ્રવણથી અને અર્થસહયોગથી તે મિત્રોએ પ્રકાશન માટે અનુમોદના આપી હતી. કોઈ પૂર્વપુણ્યયોગે ૧૯૮૩માં લંડનમાં કેટલાક જિજ્ઞાસુ મિત્રો ભારતનાં કેટલીક તીર્થોના દર્શનાર્થે આવ્યા ત્યારે તેઓ શ્રી અધ્યાત્મ સાધના કેન્દ્રમાં તેના અધિષ્ઠાતા છે શ્રી ડૉ. સોનેજી(શ્રી આત્માનંદજી)ની નિશ્રામાં રહ્યા હતા. સત્સંગનો અપૂર્વ લાવે, મેળવી તેઓએ ડૉ. સોનેજીને લંડનની ધર્મયાત્રા માટે આમંત્રણ આપ્યું હતું, એ સત્સંગનો લાભ મેળવ્યો હતો. વળી ૧૯૮૫ના પર્યુષણ પર્વમાં તે મિત્રોએ સુનંદાબહેનને આમંત્રણ આપે વ્યાખ્યાનમાળા તથા વિવિધ સ્થાનોએ પ્રવચનો યોજ્યાં હતાં. ત્યાર પછી તે પર્યુષણ પર્વ શ્રી હેમચંદ્રાચાર્યરચિત શ્રીયોગશાસ્ત્રનું વાચન-વિવેચન કર્યું હતું. તે પ્રવચનોનું સંકલ કરી “અનંતનો આનંદ પુસ્તક કરવામાં આવ્યું છે. - ૧૯૮૬ના પર્યુષણપર્વમાં પુનઃ લંડનના નવનાત ઍસોસિયેશનના આમંત્રણ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. ત્યારે શ્રી કલ્પસૂત્ર ગ્રંથના આધારે પ્રવચનો થયો તેના સંકલનરૂપે આ શ્રીકલ્પસૂત્ર કથાસાર પ્રસિદ્ધ થયું હતું. જેને સંપ્રદાયની પ્રણાલી પ્રમાણે પ્રાચીન કાળમાં શ્રી કલ્પસૂત્રની વાચના સાધુને પૂરતી મર્યાદિત રહી હતી. છતાં કાળક્રમને અનુસરીને જ્યાં સાધુજનોનો યોગ ન માં ત્યાં ત્યાં પંડિતો કે ગૃહસ્થો તેનું અધ્યયન કરે છે. સામાન્યતઃ ગૃહસ્થોને તેના પ્રવચન અધિકાર મનાયો નથી. તેથી એક બહેન તરીકે પ્રસ્તુત ગ્રંથનું વિવેચન અને લેખન કરે તે કથંચિત્ અનધિકૃત મનાય ખરું છતાં પરદેશમાં સાધુજનોનું આગમન થતું ન હોવાઈ મોટા ભાગનો સમુદાય જૈન દર્શનના આવા મહત્ત્વના ગ્રંથથી અપરિચિત જ છે. આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 282