Book Title: Kalpasutra Kathasara Author(s): Sunandaben Vohra Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad View full book textPage 8
________________ પારમાર્થિક શુભેચ્છા સુશ્રાવિકા સુનંદાબહેન. ધર્મલાભ હો સર્વસન્માનનીય પૂજનીય શ્રી કલ્પસૂત્રની ગણના કેટલી આદરપાત્ર બની છે, અને લોકભોગ્ય થઈ છે તે તેની ચોથી આવૃત્તિનું પ્રકાશન જ બતાવે છે. શ્રી કલ્પસૂત્ર કથાસારની ઉપયોગિતા જિનશાસનનો રસિક આત્મા અંતરથી આવકારે છે. આ મંગલ સૂત્રાન્તર્ગત કથાસારનું જે રીતે સંપાદન કર્યું છે, તે જોતાં એક વખત પણ પુસ્તકનો પરિચય થતાં વારંવાર વાંચતાં ચિત્ત પ્રસન્નતાનો અનુભવ કરે. જિનાગમમાં શ્રી કલ્પસૂત્રનું જે મૂર્ધન્ય સ્થાન છે અને પ્રતિવર્ષ તે પર્યુષણપર્વમાં સર્વ સમક્ષ તેનું સંપૂર્ણ વાચન થાય છે તે પૈકીની કથાવાર્તાઓ બાળ લોકભોગ્ય ભાષામાં પીરસી તેના કથાવાર્દને જાળવી આચારવિચારને ઉન્નત કક્ષાએ લઈ જવાનો એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે, જે હજુ વધુ ને વધુ પ્રસાર પામે અને જિજ્ઞાસુઓ વારંવાર આ ગ્રંથનું મનનચિંતન કરી પોતાના ધ્યેયને સાધી શકે એ જ મનઃકામના. વિજયચંદ્રોદયસૂરિ ૨૦૫ર મહાસુદ ૧૫. તા.૪-૨-૯૬ ઓપેરા જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ W ain Education International For Private & Personal Use Only www.jainelibrary.com sr srPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 282