Book Title: Kakkawali Subodh Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષામાં ઉપકાર બુદ્ધિથી લખ્યું છે, એક એક અક્ષર પર પૃષ્ટનાં પૃષ્ઠ ભર્યા છે. જાણે સદબોધની એક ડીકસનેરી યા શબ્દકોષ વાંચતા હોઈએ એમ ભાસે છે. અતિ વાંચનથી તથા બહુશ્રુતપણુથી લખાયેલ આ ગ્રંથ વાંચતાં લાગી આવે છે કે ગુરૂશ્રીએ આટલો વિશાલ અનુભવ કયાંથી ને કયારે મેળવ્યો હશે ? જીણામાં ઝણ બાબત પર મર્મ અને તલસ્પેશિ વિવેચન, મનુષ્ય જીવનમાં ગ્રહસ્થાશ્રમીઓને ઉપયોગિ સદુપદેશ, સાધુ જીવનનો સચોટ ઉપદેશ, બાલકને આજ્ઞાઓ, યુવાનોને શિક્ષાઓ, પતિધર્મ અને પત્નિધર્મની મર્યાદા, ફરજો અને તેના આદર્શો, વિદ્ધોને માર્ગદર્શક સૂચનાઓ, સ્ત્રીકેળવણીની આવશ્યક્તા, ધનાઢોની ફરજો, શિક્ષકોના ઉચ્ચાદર્શ, સાચા શુદ્ધ પ્રેમીઓનાં લક્ષણ અને કર્તવ્ય જીવન સંગ્રામમાં જરૂરની શારીરિક શક્તિનાં વિકાસના અલભ્યમાર્ગો, બ્રહ્મચર્યના ફાયદા, કામ અને ધર્મના રક્ષણાર્થે ઈતિહાસ અને સુધારણુના અભ્યાસની જરૂરીઆત જીવનની અનૂપમ શાંતિ માટે ઉચ્ચ ગ્રહસ્થ જીવનની અને ઉત્કૃષ્ટ સાધુ જીવનની પ્રવૃત્તિઓ, ધર્મ દેશ કેમ અને કુટુંબની ઉન્નતિ અને રક્ષા માટે જોઇતી સેવા ભાવના, નીડરતા, સ્વાર્થ ત્યાગ એવં સર્વાર્પણની જરૂરીઆત અને તેની શિક્ષાથી માંડીને ઠેઠ ઉચ્ચ જીવન જીવી પરોપકાર, સેવા અને ત્યાગ દ્વારા અનુપમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી સ્વાનુભવે મોક્ષ પ્રાપ્તિ કરી લેવા સુધીની માર્ગદર્શક શિક્ષાવલી આ કકકાવલિમાં લીંટીએ લીટીએ ઉભરાય છે. આવા પ્રકારનાં પુસ્તકે વીરલ જેવામાં આવે છે, ગુરૂશ્રીએ અષ્ટાંગ યોગ, દ્રવ્યાનુયેગ, ચરણકરણાનું ગ, અધ્યાત્મજ્ઞાન, તત્વજ્ઞાન, ઈતિહાસ, શિલાલેખો ભજનો, સ્તવનો, પૂજા, સમાજ સેવા, સમાજ સુધારણું, કુદરત, આદિ પર સેંકડે અનુપમ ગ્રંથે હજારે પૃષ્ટોનાં ગદ્ય પદ્યમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત માગધી ભાષામાં લખ્યા પછીથી આ છેલ્લો ગ્રંથ જાણે ભાષાના પ્રત્યેક શબ્દ ઉપર નાનકડા ગ્રંથે જ લખી કોઈ પણ શબ્દ દ્વારા બોધ આપ રહી ન જાય એવા આશયથી લખી તમામ ગ્રંથની માળામાં એક મેર સમાન આ ગ્રંથ બનાવી માળા પૂર્ણ કરી જગતપર અનન્ય ઉપકાર કર્યો છે. જેમનું સમસ્ત જીવન જ જ્ઞાન-ધ્યાન-ગ-શાંતિ, સ્વાનુભવ, પ્રભુભક્તિ, ત્યાગ, તપ, વૈરાગ્ય અને વિથોદ્ધારના ઉચ્ચ આદર્શોની પૂર્તિ માટે જ હતું, અને તેની પૂર્ણતા કરી–પોતાનું ઇષ્ટ સાધ્ય સાધી આ વિશ્વમાંથી વિદાય થયા. તેઓના ઉપકાર તળેથી આ વિશ્વ ક્યારેય રૂણ વિનાનું ન થશે. આ ગ્રંથ ગુર્જરભાષામાં છે–સરળ છતાં સંપૂર્ણ ભાવવાહી, કાવ્યમાં હોવાથી અલંકાર યુક્ત છતાં બાળકપણ સમજી શકે અને માત્ર ભાષાના અમુક અક્ષરોની મર્યાદામાં રહેલું હોવા છતાં અમર્યાદિત સબોધ અને શિક્ષાઓ થી ઉભરાતે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 468