Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તો ૐ શ્રી સશુપે નમઃ प्रस्तावना. विदलयति कुबोधं बोधयत्यागमार्थ, __सुगति कुगतिमार्गी पुण्यपापे व्यनक्तिः अवगमयति कृत्याऽकृत्यभेदं गुरुयो, भवनलनिधिपोतस्तं विना नास्ति कश्चित् ।। “સંસાર સમુદ્રમાં વહાણ સમાન એવા ગુરૂ મહારાજ પ્રાણીઓના કુબોધને દૂર કરે છે, તેમજ શાસ્ત્રોના અર્થનો બોધ કરે છે. સુગતિ કુગતિના માર્ગરૂપ પુણ્ય અને પાપનો ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે, એટલું જ નહિં પણ કૃત્ય અને અકૃત્યના વિભાગને બોધ આપે છે. એવા તે સદગુરૂ વિના અન્ય કોઈ આ વિશ્વમાં તારક છેજ નહિં.” પ્રાતઃસ્મરણીય સચ્ચારિત્ર્યચૂડામણિ પંડિત પ્રવર ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની વિશ્વોપકારક લેખીની અને લેખન વ્યવસાયથી પ્રાયઃ ગુર્જરાદિ દેશોમાં ભાગ્યેજ કોઈ સંસ્કારી જેન–જેનેતર અજ્ઞાત હશે. જન્મથી ઉચ્ચ સંસ્કારે, ધર્મભાવના, વૈરાગ્ય અને ત્યાગના તિત્ર સંસ્કારો લઈ અવતરેલા આ ગહન જ્ઞાન, તિવ્ર સ્વાનુભવ અને સંયમ પ્રતિપાલક સમર્થ યોગીશ્વરે માત્ર ચોવીશ વર્ષના સંયમ (દિક્ષા પર્યાય) સમયમાં ૧૦૮ ઉપરાંત સ્વ–અને કેપકારક મહાન ગ્રંથ રચ્યા. અરે (મુનિજન્મ, દિક્ષા)થી સ્વર્ગગમન પર્યત-સ્વર્ગગમન પહેલાંના ચાર દિવસ પર્યત તેઓશ્રીની લેખીની જગદુપકારક ગ્રંથ આળેખતી જ રહી હતી. જાણે વિશ્વને ૧૦૮ ગ્રંથ રૂપી આધ્યાત્મ જ્ઞાન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સદ્દબોધ, સમાજ-સુધારણું અને અષ્ટાંગ યોગરૂપ દિવ્ય સુવાસથી છલોછલ ઉભરાતાં પુષ્પોની મનોહર માળાના ભેટ આપી જવાની પોતાની અભિલાષા પૂર્ણ કરવાજ જીવન ધારી રહ્યા હોય તેમ ગુરૂશ્રીએ ૧૦૮ ગ્રંથો પૂર્ણ કર્યા પછી સત્વરેજ સ્વર્ગવાસ કીધો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 468