Book Title: Jivan Shuddhinu Ajvalu Author(s): Ratanben K Chhadva Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre View full book textPage 6
________________ Lover Cover છે. ત્યારે ભગવાન મહાવીરે ચીંધેલ શ્રાવકધર્મ રૂપી બાર વ્રતો આ બધા જ પ્રશ્નોના ઉકેલરૂપ લાગે છે. ભગવાન મહાવીર કરૂણાના સાગર હતા. તેમણે વિશ્વના દરેક માનવીના હિત કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે. એક ગૃહસ્થ પણ ઘરમાં રહીને ઉત્તમ જીવન જીવી શકે છે. પોતાના આત્માનું તેમ જ બીજાનું કલ્યાણ કરી શકે છે. રાત્રિભોજનનો ત્યાગ, કંદમૂળનો નિષેધ વગેરેનું વિવેચન જૈન-જૈનેતર ગ્રંથોના આધારે દર્શાવ્યું છે. જીવનમાં દરેક નાનામાં નાના કાર્યમાં પણ ‘જયણા’ રાખવી જોઈએ. એક ‘અહિંસા’ને સમજવાથી સત્ય, અચૌર્ય, અબ્રહ્મ અને અપરિગ્રહનું અવતરણ પોતાની મેળે જ આવી જાય છે, તેમ જ માનવી મૈત્રી, કરૂણાભાવ, સમતાભાવ જેવા સદ્ગુણોનું વિકાસ સાધી શકે છે, એવું સચોટ ગૃહસ્થ ધર્મનું પ્રતિપાદન આ ગ્રંથમાં કર્યું છે. મને આ શ્રુતજ્ઞાનના માર્ગમાં આગળ ધપાવનાર ખરા હકદાર મારા જીવનસાથીનું પ્રેરક બળ તો મળ્યું જ સાથે સાથે કુટુંબીજનોની હૂંફ પણ મળી. બધાનો સાથ અને સહકારથી હું મારા લક્ષ્યને હાંસલ કરી શકી છું. આ શોધ નિબંધ અર્થે લીધેલી વિવિધ જ્ઞાનમંદિરોની તેમ જ વિવિધ લાયબ્રેરીઓની મુલાકાતો દરમ્યાન સહુ કર્મચારીઓનો મળેલો સુંદર સહકાર કાયમી સંભારણું બની ગયું. સમગ્ર કાર્યમાં જે જે વ્યક્તિઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરી છે. તેમનો બધાનો આ અવસરે આભાર માનું છું. આ પ્રસ્તુત ગ્રંથમાં મારાથી ક્યાંય પણ જિનાજ્ઞા – શાસનવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તેમ જ છાપ-ભૂલ રહી ગઈ હોય તો અંતઃકરણથી ક્ષમા ચાહું છું ‘મિચ્છામિ દુક્કડમ્' ગ્રંથ પ્રકાશનના અણમોલ અવસરે... આ શોધ – નિબંધ આજે ગ્રંથરૂપે પ્રકાશન થઈ રહ્યો છે ત્યારે અહંમ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ ગુરુ જૈન ફિ. લિ. રી. સેન્ટરના સંચાલક શ્રી ડૉ. ગુણવંત બરવાળિયાનો આભાર માનું છું. પ્રસ્તાવના રૂપે આશીર્વાદના ઉપહાર આપનાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ધનવંત શાહ અને ડૉ. કલાબહેન શાહનો આભાર સહ ધન્યતાની લાગણી અનુભવું છું. શ્રાવકમાંથી સાધુતા અને સાધુતામાંથી વીતરાગતા પ્રગટે એ જ એનું ફળ છે. આ ફળને આત્મસાત કરવા માટે હૃદયમાં રહેલી સાચી તાલાવેલીને જગાડવા માટે આ ગ્રંથ ખૂબ જ સહાયક બને એવી મંગલ ભાવના... SK - ડૉ. રતનબેન છાડવાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 496