________________
છેઅહીં પાસે જ પાછળના ભાગમાં એક મોટું પુસ્તકાલય-જ્ઞાનમંદિર છે. જેમાં મોટી સંખ્યામાં હસ્તલિખિત અને છપાયેલાં પુસ્તક-શાસ્ત્રોને માટે સંગ્રહ છે. અહીં પણ ભેંયરું છે.
તેમજ અહીં જીવનનિવાસ યાત્રિકોને વિસામાનું સુંદર સાધન છે. યાત્રિકોને પૂજા કરવાનાં બધાં સાધનની અનુકૂળતા મળે છે. સાધુમહારાજે અને સાધ્વીજીઓ માટે પણ બધી જાતની સગવડ જળવાય છે.
આવું જ બીજું મનહર આગમમંદિર શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સુરતમાં બન્યું છે. તે તામ્રાગમ મંદિર છે. તેમાં જૈન આગમને તામ્રપત્ર ઉપર કોતરાવવામાં આવ્યાં છે. આ ત્રણ માળનું ભવ્ય મંદિર છે, જેની પ્રતિષ્ઠા ૨૦૦૪ ના મહા સુદ ૩ થઈ છે. અહીં યાત્રિકોને ભાતું અપાય છે. તેમજ પૂજા વગેરેની સંપૂર્ણ સામગ્રી મલે છે. સુરતથી લગભગ ૧ માઈલ દૂર છે. - આવી જ રીતે હિન્દ આઝાદ થયા પછી પણ ઘણું ફેરફાર થયા છે. ગિરિ. રાજ ઉપર પગથીયાંને સુંદર રસ્તે તૈયાર થાય છે. કુંડ વગેરે સાફ કરાવાયા છે, પ્રાચીન કિલ્લાને જીર્ણોદ્ધાર પણ થયો છે, બીજા રસ્તાઓ સુધારવા પ્રયત્ન ચાલે છે.
શ્રી યશોવિજયજી જેન ગુરૂકુલમાં ગુરૂકુલ સ્થાપક ગુરુદેવની અદ્વિતીય વિશાલ ભવ્ય મૂર્તિ, અને કેમ સ્કુલ તથા મિડલ કુલ શરૂ થઈ છે. પાલીતાણા શહેરમાં પૂ. પા. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યના પ્રયત્નથી અદ્વિતીય સાહિત્યમંદિર બન્યું. અને તેમાં હસ્તલિખિત અને છપાયેલાં અનેક પુસ્તકોને સારામાં સારે સંગ્રહ છે. . આવું જ ગિરનાર તીર્થ માટે પણ બન્યું છે. નવાબી રાજ્ય જતાં પ્રતિબે છે અને અડચણ દૂર થઈ છે. તીર્થને સંપૂર્ણ વહીવટ અને વ્યવસ્થા શેઠ આ. ક ની પેઢીને સોંપવામાં આવેલ છે.
વળી શત્રુંજય ગિરિરાજની ટુંક કદમ્બગિરિ ઉપર શાસનસમ્રાટુ પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી બાવન જિનાલયનું ભવ્ય મંદિર બન્યું છે. નીચે જિનમંદિર, વિશાલ ધર્મશાળા, ઉપાશ્રય વગેરે બળ્યા છે. અને સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી રહીશાળા ની પાજના રસ્તા ઉપર સુંદર જિનમંદિર અને વિશાળ ધર્મશાળા બની છે. સારે રસ્તો બનાવવાની તૈિયારી ચાલે છે. આવા અનેક ફેરફારો થયા છે.
એટલે કે સૌરાષ્ટ્ર વિભાગમાં, શત્રુંજય, ગિરનાર ઉપરાંત તલાજા, ઘઘા, અજારાની પંચતીથી, બરેચા વગેરે તીર્થો આપ્યાં છે.
કરછ વિભાગમાં ભદ્રેશ્વર, અબડાસાની પંચતીર્થી અને કટારીયા વગેરે તેમજ ખાખરના શત્રુંજયાવતાર ચિત્યને શિલાલેખ પણ આપે છે. ભદ્રેશ્વરમાં નવી ભેજનશાળા, આશ્રમ વગેરે બન્યાં છે. કટારીયામાં જૈન બેગ સ્થપાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com