Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund
View full book text
________________
મોટી પૂજ ભણાવે, ધ્વજા ચઢાવે, અષ્ટપ્રકારી પૂજાને સામાન દરેક મંદિરમાં આપે, વામિવાત્સલ્ય કરે, ત્યાંના મંદિરના જીર્ણોદ્ધારની જરૂર હોય તો તે પણ કરે, કરાવે બીજાં અનેક શુભ ખાતાઓની સંભાળ લે. જરૂર હોય ત્યાં ઉદારતાથી ધન આપે. સાધમ કોને મદદ આપી સહાયતા કરે. અને શાસનપ્રભાવના કરે. તેમજ જે તીર્થ માં આ સંઘ જાય ત્યાં ઉપર્યુક્ત બધી વિધિ કરવા સાથે તીર્થોદ્ધાર અથવા એકાદ દેવકુલિકા કરાવે, ખુટતાં ઉપકરણે આપે, પૂજારી-સેવક, ગરીબોને મદદ કરે, રક્ષક, યાચક વગેરેને ખુશી કરે, વડીલને અને સંઘજનેને પહેરામણી કરે અને અનેક પ્રકારે ધન ખચી સક્ષેત્રમાં પોતાનું ધન વાવી, મહત્ પુણ્યોપાર્જન કરી કૃતકૃત્યતા અનુભવે. - આવા સંઘમાં વર્તમાન ઈતિહાસ યુગના પ્રસિદ્ધ સંઘપતિઓનાં નામ આ પ્રમાણે મલે છે, સમ્રાટુ સમ્મતિ, મહારાજા વિક્રમાદિય, ગપગિરિના મહારાજા આમરાજા, પરમાતા પાસક મહારાજા કુમારપાલ, આભૂ મંત્રીશ્વર, આંબડમંત્રી, ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તેજપાલ, સંઘપતિ ગુણરાજ, શેઠ સમરાશાહ, શેઠ કશાહ, સોની તેજપાલ, જેસલમેરના બાફણ અને પટવાના સંઘે. છેલે શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ, શેઠ હઠીસિંહ, શેઠ મોતીશાહ, શેઠ સારાભાઈ ડાયાભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ વગેરેના સંઘ મહાપ્રભાવિક શાસન ઉદ્યોતકારી અને પ્રસિદ્ધિ પામ્યા છે.
આવા સંઘથી અનેક ગ્રામ-નગર-શહેરાના જિનમંદિરના દ્વાર થયા છે, નવાં જિનમંદિર પણ બંધાયા છે, માર્ગમાં આવતાં તીર્થોના પણ ઉધાર થયા છે. નવી ધર્મશાળાઓ-ઉપાશ્રયે બન્યા છે. પાંજરાપોળે પણ થઈ છે. અને ગામોના કુક્ષુપ સ્ટી સંપ થયા છે. અનેક ગામોમાં સાર્વજનિક જળાશ બનાવ્યા છે. સાર્વજનિક ધર્મશાળાઓ-નિશાળે વગેરેને મદદ અપાય છે. ગરીબોને, નિરાધાર અને અનાથને સહાય પહોંચાડાય છે. એટલે યાત્રા અનેક રીતે સંપૂર્ણ ફલદાયી જ છે. - આજના યંત્ર યુગમાં છરી” પાળતા સંઘ નીકળે તે છે જ; અને ટ્રેનમાં પણ સંઘ જાય છે, દૂર દૂરનાં તીર્થોની સ્પેશીયલે જાય છે અને યાત્રાઓને લાભ લેવાય છે.
યાત્રિકોને દરેક તીર્થોની માહિતી નથી હતી જેથી કેટલીકવાર તીર્થ કરવા જતાં રસ્તામાં આવતાં તીર્થોનું વિસ્મરણ થઈ જાય છે; તીર્થની યાત્રા કરવાનું રહી જાય છે, તેમજ તીર્થમાં જવા છતાંયે તીર્થની માહિતી ન હોવાથી પૂરે લાભ લેવાતું નથી. આ ખામી દૂર કરવા પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તે પ્રસ્તુત પુસ્તકમાં પ્રવાસે યોગી સંપૂર્ણ માહિતી આપવા સાથે તીર્થની પ્રાચીનતા, તીર્થ સ્થાપનાને ઈતિહાસ, પૂર્વકાલીન પરિસ્થિતિ અને ગૌરવ, પ્રાચીન શિલાલેખ તીર્થયાત્રિકોએ પિતાના સમયની આપેલી સ્થિતિનું ટ્રક ખ્યાન, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન ગૌરવ તેમજ અનુકૂલતા, પ્રતિકૂલતા અને મળતી સાધન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 652