Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 39
________________ ૨. પુસ્તિકા વિશે : અંગ્રેજી પુસ્તકમાં જૈન પ્રાર્થનાઓ રોમનાઈઝડ લિપિમાં આપેલ છે કે જે શબ્દ શ અંગ્રેજી અનુવાદ જ કહી શકાય. પ્રાર્થનાઓ એમના મૂળભૂત સ્વરૂપે દેવનાગરી લિપિમાં પુસ્તકના છેલ્લા વિભાગમાં આપવામાં આવી છે. જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે કે 'તમે અને માત્ર તમે જ તમારા જીવનની દરેક ઘટનાઓ માટે જવાબદાર છો. તમે જ તમારાં વર્તમાન કર્મો દ્વારા ગુણાંકોનો સરવાળો, બાદબાકી કરો છો કે જેની અસર તમારાં ભવિષ્ય પર થાય છે જ. તમારું વર્તમાન થોડું ઘણું તમારાં ભૂતકાળનાં કરેલાં ગુણાંકોનું પરિણામ છે. અહીં એ નોંધી શકાય છે કે ભગવાન આદિનાથ અને મહાવીર સ્વામીની આરતી એમના જીવનની દિવ્યતાને પ્રકટ કરે છે. જે યાદ કરવાથી આપણા પર પણ એ ગુણોની અસર વર્તાય છે. આગળ જતાં, આ પ્રાર્થનાઓ દરેકને પોતાની પૂર્ણતાને પામવામાં કે આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક થાય છે. અહીં કોઈ સર્જનહાર ઈશ્વર નથી, ના તો કોઇ શક્તિ છે જે આ પ્રવાહનું ખંડન કરી શકે. આ YJF સમુદાય મહિનામાં એક વાર નિયમિત મળે છે. જેમાં પ્રથમ સામૂહિક પ્રાથનાઓ અને પછી જૈન મૂલ્યો અને એની વર્તમાન મુખ્ય વિચારધારા ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ચર્ચામાં યુવાન જૈનો વધુ સક્રિય છે. અમે આ પુસ્તિકાને બે ભાગમાં વિભાજિત કરી છે. ૧) જૈન વિચાર ૨) પ્રાર્થના. અંગ્રેજી પુસ્તકની બીજી આવૃત્તિમાં અમે દરે ક અંગ્રેજી વિચારોનો હિન્દી અનુવાદ ઉમેર્યો છે. તેના માટે અમે ડૉ.એન.એલ.જૈન (જૈન સેન્ટર) - રેવા, ભારતના ખૂબ આભારી છીએ. For Private & Personal use only www.yjf.org.uk For Private & Personal Use Only www.yjf.org.uk

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70