Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 47
________________ મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્ર વચ્ચેનો પત્રવ્યવહાર રાયચંદભાઇનો ઉત્તરઃ જૈનધર્મના સારને વ્યક્ત કરવા માટે હું અહીં મહાત્મા ગાંધી દ્વારા રાયચંદભાઇની સમક્ષ રજૂ કરવામાં આવેલા એક પ્રશ્ન અને એના ઉત્તરને અહીં રજૂ કરું . રાયચંદભાઇ આ સદીના એક મહાન જૈન વ્યક્તિત્વ મનાય છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "મને ત્રણ વ્યક્તિઓએ બહુ જ પ્રભાવિત કર્યો છે - ટોલ્સટોય, રસ્કિન અને રાયચંદભાઇ. ટોલ્સટોયે એમના પુસ્તકો દ્વારા... રાયચંદભાઇએ વ્યક્તિગત સંપર્ક દ્વારા... સર્પને તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો "દેહ અનિત્ય છે' એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સર્પને, તમારે મારવો કેમ યોગ્ય હોય? જેને આત્મહિત ઇચ્છવું હોય તેણે ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપે પણ ન હોય એ જ ઇચ્છવાયોગ્ય છે. ગાંધીજીનો પ્રશ્નઃ મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાંખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. Letter written in Gujarati on October 20, 1894 by Gandhi. (Reproduced from "Shrimad Rajchandra", 1964, Shrimad Rajchandra Ashram, Vol. 1, p. 489.) 69 70 For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.ysf.org.uk

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70