Book Title: Jain Thoughts And Prayers English Gujarati Author(s): Kanti V Mardia Publisher: Yorkshire Jain FoundationPage 46
________________ સૂત્ર ૧. સૂત્ર૨. સૂત્ર ૩. જૈન ધર્મનાં સ્વતઃ સિદ્ધ સૂત્રઃ પ્રત્યેક સંસારી આત્મા કર્મ-દ્રવ્યની સાથે સંદૂષિત રહે છે અને એ પોતાને શુદ્ધ કરવા ચાહે છે. વિભિન્ન જીવોની કોટિમાં જોવા મળતી ભિન્નતા કર્મદ્રવ્યની પ્રકૃતિ અને એનાં કર્મ-ધનત્વની વિવિધતાના કારણે હોય છે. કર્મ-બંધથી જીવ વિભિન્ન ગતિઓ અથવા જન્મ-મૃત્યુનાં ચક્રોમાં ફર્યા કરે છે. સૂત્ર૪અ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી કર્મોનો બંધપડે છે અથવા આસવ થાય છે. સૂત્ર૪૫. પોતાની જાત પ્રત્યે કે બીજા કોઇના પણ પ્રત્યે હિંસાથી ભારે કર્મોનો આસવ થાય છે અથવા બંધ પડે છે. આનાથી વિપરિત બીજાને સન્માર્ગ બતાવવાથી સકારાત્મક અહિંસા ઉત્પન્ન થાય છે જેનાથી લઘુતમ કર્મોનો આસવ થાય છે અથવા બંધ પડે છે. સૂત્ર ૪ ક. તપ અને સાધના નવાં કર્મોનાં બંધને રોકવા માટે કવચનું કામ કરે છે અને કર્મોની નિર્જરા માટેનો પથ પ્રશસ્ત કરે છે. જુઓ કે.વી.મરડિયા (Gujarati2011; English 1990, 2016) 67 For Private & Personal use Only www.yjorg.uk ચાર સ્વતઃ સિદ્ધ સૂત્રોના પ્રેરણાસ્રોતઃ સૂત્ર ૧: જીવા ઇતિ.....કર્મ સંયુક્તા (પંચાસ્તિકાય - સાર) સૂત્ર ૨: નરક,તિર્યંચ મનુષ્ય, દેવ ઇતિ....નામ સંયુક્તા પ્રક્રયા... (પંચાસ્તિકાય - સાર) સૂત્ર૩: પરિનામાત કર્મ કર્યાનો ભવિત, ગતિસુ ગતિઃ (પંચાસ્તિકાય - સાર) સૂત્ર૪ અઃ મિથ્યદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગ બંધહેત્વા (તત્વાર્થ સૂત્ર) સૂત્ર૪બ: પ્રણિધાતેન....સપ્તમ્મ...નરકમ ગતા...અહિંસા ફલમ સર્વમ્કિમ્નયતહઃ કામદૈવસહ. (યોગશાસ્ત્ર) સૂત્ર ૪ ક: તપસા નિર્જરા કા. (તત્વાર્થસૂત્ર) 68 For Private & Personal Use Only www.yjf.org.ukPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70