Book Title: Jain Thoughts And Prayers English Gujarati Author(s): Kanti V Mardia Publisher: Yorkshire Jain FoundationPage 44
________________ ૫.અહિંસા અને જીવન પ્રતિ આદરભાવઃ આપણાં મન વચન અને કર્મોનાં માધ્યમથી બધાં જીવો પ્રતિ આદરભાવ રાખવાથી આપણું આધ્યાત્મિક સ્તર ઊંચે આવે છે. એનાથી આપણાં ‘કર્મોનું સ્તર' પણ પ્રભાવિત થાય છે. ખરાબ કે ખોટાં કર્મોથી તીવ્ર કર્મ-બંધ પડે છે. અને સારાં કર્મોથી મંદ કે મૃદુ કર્મ બંધ પડે છે. પાછળના પાને આપેલી આકૃતિમાં જીવનનો આ અનુક્રમ આપેલો છે. આ ધારણાના આધાર પરથી શાકાહાર (આહારસંબંધી કેટલાંક વધારાના પ્રતિબંધ પણ) આત્મ-વિજયનું એક સૂત્ર માનવામાં આવે છે. એ પ્રમાણે દારૂ અને અન્ય માદક દ્રવ્ય માટે માત્ર એટલા માટે મનાઇ કરવામાં આવી છે કે એમાં લાખો સૂક્ષ્મજીવો હોય છે. અર્થાત એમના સેવનથી વિકાર ઉત્પન્ન થાય છે, કષાય ઉત્પન્ન થાય છે, જે આત્મવિજયનો પરમશત્રુ છે. 63 For Private & Personal Use Only www.yjf.org.uk ૬.રત્નત્રયઃ જૈનધર્મની શિક્ષાઓને "રત્નત્રય"ના રૂપમાં નીચે પ્રમાણે સંક્ષેપિત કરી શકાય છે. ૧)સમ્યક્દર્શન, ૨) સમ્યક્ જ્ઞાન, ૩) સમ્યક્ ચારિત્ર. સ્વચાલિત વિશ્વ, આત્મા, કર્મ તથા નવ તત્ત્વમાં વિશ્વાસ રાખવો એ સમ્યક્ દર્શન છે. એ વિષયોમાં અનેકાંતવાદની દ્રષ્ટિથી જાણકારી મેળવવી એ સમ્યક્ જ્ઞાન છે. એ પરિણામ સ્વરૂપ આત્મ-વિજયના માર્ગને અનુરૂપ આચરણ એ સમ્યક્ ચારિત્ર છે. 64 For Private & Personal Use Only www.yjf.org.ukPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70