Book Title: Jain_Satyaprakash 1955 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩ અંક: ૪] ધૂપ-દીપ આપે છે અને ગ્રીષ્મ ઋતુમાં તેને અંગે ધારણ કરતાં તેમાંથી શીતળતા પ્રગટે છે, જે અંગને શીતળ રાખે છે. અને ચોમાસાની ઋતુમાં તે શીતષ્ણ રહે છે. નેપાળદેશની આ કાંબળો, દુનિયાના કેઈ પણ પ્રદેશમાં મળતી નથી.' મહારાજા શ્રેણિકે એ રત્નકંબલેને જોઈ નેપાળ જેવા પાડોશી દેશની આવી અમૂલ્ય કારીગરીને જેઈ—જાણીને રાજા શ્રેણિકને અત્યંત આનંદ થયો. મહારાજાએ વ્યપારીઓને રત્નકંબલનું મૂલ્ય પૂછવું. જવાબમાં વેપારીઓમાનાં એક વ્યપારીએ મહારાજા શ્રેણિકને જણાવ્યું “રાજન ! આ શાલ તે આપ જેવાના રાજભવનમાં જ શોભે! સામાન્ય માનવીનું આ ભેગવવાનું ભાગ્ય ન હોય. એક રત્નકંબલનું મૂલ્ય સવાલાખ સુવર્ણમુદ્રાઓ છે. આપના જેવા મગધના માલિકને તે આવી વસ્તુઓ આજે પગ લૂછીને કાલે ફેંકી દેવા જેવી ગણાય. આમાં દ્રવ્યનો કોઈ પ્રશ્ન ન હોઈ શકે.” શ્રેણિકે હસતાં હસતાં નેપાલના વ્યાપારીઓને કહ્યું: “મારે માટે તે દ્રવ્યનો પ્રશ્ન જ મોટો હોઈ શકે ! મગધને વૈભવ કે મગધને ધનભંડાર એ મારે નથી. એ તે કેવળ મારે સાચવીને સવ્યય કરવાની વસ્તુ છે. મગધના સામ્રાજ્યનો હું સ્વામી નથી. એ સામ્રાજ્ય મારી પ્રજાનું છે. હું તે કેવળ એનો રખેવાળ છું. હું પ્રજાને માલિક કે સ્વામી નથી. મારી પાસે છે પ્રજાના પાલક પિતાનું હૃદય અને માતાનું વાત્સલ્યઃ મારે આનંદ-પ્રમોદ, વિલાસ કે વૈભવ ભોગવવાના ન હોય ! એ બધું ભોગવવાનો અધિકાર મારી વહાલી પ્રજાને છે.” વ્યાપારીઓની સામે દૃષ્ટિક્ષેપ કરતાં મહારાજાએ કાંઈક ગંભીર બનીને ફરી કહ્યું: “તમે એક રત્નકંબલનું મૂલ્ય સવાલાખ સુવર્ણમુદ્રાએ કહ્યું કેમ ખરું ને? પણ મારા પિતાના અંગત ઉપભેગ કે મેજ-શોખની ખાતર આમ લાખે સોનામહોરે મારાથી કેમ ઉડાવી દેવાય? પ્રજાના સુખ-સગવડ કે આનંદની જ ચિંતામાં રહેતા મારા જેવાને આવા વિલાસો. ન શેજે.' નેપાલના વ્યાપારીઓ મગધના સર્વસત્તાધીશ શ્રેણિક રાજાના મુખેથી બેલાતા આ શબ્દોને સાંભળીને ક્ષણભર દિમૂઢ થઈ ગયા. એમને ઉત્સાહ ઓગળી ગયે. વાતાવરણમાં થોડીવાર નરવતા છવાઈ વ્યાપારીઓ વિચારવા લાગ્યા કે, “ભારતને વિશાલ સામ્રાજ્યને એકને એક માલિક આ શું બેલી રહ્યો છે? નાના બાળકની જેમ આવા ઘેલાં એ કેમ કાઢતા હશે ? શું કૃપણ કે સંકુચિત માનસને તે એ નહિ હોય ને ?” મહારાજાએ વ્યાપારીઓનાં મેં પર છવાયેલી અકળામણને કળી લીધી: વાતાવરણની નીરવતાને ભેદતાં ફરી તેઓ બોલ્યા : “તમે કદાચ એમ કલ્પના કરતા હશે કે મગધને મહારાજાને પિતાના ભેગ-વિલાસ પાછળ કે અંગત સુખ-સગવડ, મોજ-શોખ ખાતર લાખ ખર્ચી નાખતાં એને હાથે કણ પકડે છે? પણ ના, મગધની પ્રજા એ મારા વહાલા સંતાનના સ્થાને છે. મા કે બાપ, પિતાના સંતાનને ભૂખ્યા રાખીને, કેમ ખાઈ શકે ? પોતાના સંતાનોને નાગાં કે ચીંથરેહાલ કપડે ટળવળતા રાખીને એ પિતાના અંગ પર કપડું કેમ ઓઢી શકે? મારી વહાલી પ્રજાએ પિતાના હૃદયમંદિરના સિંહાસન પર મને જે શ્રદ્ધા તથા સદૂભાવથી પ્રતિષ્ઠિત કર્યો છે તે શ્રદ્ધા એ મારે આનંદ, એ સભાવે એ મારી મૂડી, એ મારું ધન અને એ જ મારું સામ્રાજ્ય છે. મા પોતાના બાળકને ખવડાવીને ભૂખે રહેવામાં સુખ અનુભવે છે. પતે ફાટેલું ચીથરું પહેરીને પોતાના પ્યારા બચ્ચાને મુલાયમ કપડાથી ઢાંકે છે, પિતાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28