Book Title: Jain_Satyaprakash 1955 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ રોચક વર્ણન છે. છેવટે ખરેખર પ્રીતનું પરિણામ દર્શાવીને સમાપ્તિ કરી છે. દેશી પ્રસંગને અનુરૂપ છે. (૧૫) શ્રી લક્ષ્મીવિમલજી આઠ ગાથામાં શ્રી નેમિજિન પ્રત્યે રાજૂલવતી કવિએ ઠીક ઠીક કહ્યું છે. અધ્યાત્મ પણ શૃંગાર સાથે હળે છે. સાદિ અનંત સંગ સધાવીને સંપૂર્ણતા સાધી છે. (૧૬) શ્રી. વિનીતવિજયજી– સાત કડીના શ્રી નેમિજિન સ્તવનમાં રાજિમતીના મુખે કવિએ વર્ણવેલ વિપ્રલંભ ગાર સુન્દર ખીલી ઊઠ્યો છે. અને અખંડ જોડ જામી ગઈ છે. (૧૭) શ્રી. ચતુરવિજ્યજી– રાજિમતીની વિનતિ સાત ગાથા સુધી ચાલે છે. કવિને મનમાં એ અખંડ જેડ એટલી અસર કરી ગઈ છે કે વગર નામે પણ વર્ણન દીપી ઊઠયું છે. (૧૮) શ્રી. રામવિજ્યજી– વિમલવિજ્યજી ઉપાધ્યાયના આ શ્રી. રામવિજયજી સ્તવનસૃષ્ટિમાં પ્રસિદ્ધ છે. શ્રી નેમિજિન સ્તવનની પાંચ જ કડી છે, છતાં ભાષાપ્રવાહ સાથે રસપ્રવાહ અખૂટ વહે જાય છે. રાજુલા સખીઓને કહે છે કે જાઓ અને શ્રી નેમિને મના–એ કહીને પિતાની પરિસ્થિતિ સુદર રીતે દર્શાવી છે. છેવટે શિવમંદિરમાં જઈ મળ્યા છે. (૧૯) શ્રી. અમૃતવિજયજી– - નાનું ત્રણ જ કડીનું શ્રી નેમિજિનસ્તવન શાસ્ત્રીય પદ્ધતિના “ કાનુડા' રાગમાં સરસ ખીલ્યું છે. પણ વિષય લાંબા એટલે એક સ્તવનમાં કવિવરને સંતોષ ન થાય એ સ્વાભાવિક છે. એકબે સ્તવનો નહિ પણ આખાં સાત સ્તવને કવિએ રચ્યાં છે. રસની જમાવટ ઉત્તરોત્તર વધતી ચાલી છે. આશાવરીમાં છ કડીનું, બીજું ત્રીજું પાંચ કડીમાં આશાવરી રાગનું, વસંત રાગમાં પાંચ કડીનું ચોથું ને પાંચમું પણ ત્રણ કડીનું વસંત રાગમાં, હું ત્રણ કડીનું જંગલી રાગમાં ને સાતમું ચાર ગાથાનું ભોપાલીમાં છે. રાગધારી પદ્યના રસિયાઓને સ્તવને ખૂબ આકર્ષણ જમાવે છે. સુન્દર સજાવટ સાથે જમાવટ કરવામાં આવે તે શ્રોતાઓ થંભી જાય એવી સામગ્રી છે. (૨૦) શ્રી. હરખચંદજી– સોરઠ રાગના છ ગાથાના સ્તવનમાં રાજિમતીની વિનવણી છે. શબ્દો અને ભાવ ભાવવાહી છે. હિન્દીની છાયા હોવાથી રમ્યતા વધી છે. એવી છાયા પ્રાચીનતાને ભાસ કરવામાં ઠીક ઉપયોગી નીવડે છે. (ર૧) શ્રી. ભાવવિજ્યજી ગોડી રાગમાં પાંચ ગાથાના શ્રી નમિજિનસ્તવનમાં શ્રીભાવવિજ્યજી સંસ્કૃત ભાષાના છાયાવાળા શબ્દો ગૂંથીને રમ્યતામાં સારો વધારો કરે છે. “રાજિમતી મનકમલ દિવાકર, કરુણા રસભંડાર' એ પ્રમાણે રાજિમતી સાથેનો સમ્બન્ધ કવિએ સુન્દર રીતે યાદ કર્યો છે. (૨૨) શ્રી ઉદયરત્નજી– સ્તવનાદિ સાહિત્યમાં આ કવિવરનું નામ મોખરે છે. રસિકતા, રોચકતા અને ઘરગથ્થુ શબ્દોને ખજાનો આ કવિવરમાં ખૂટ ખૂટે નહિ એવો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28