Book Title: Jain_Satyaprakash 1955 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખંડ જોડ [ શ્રી નેમિ-રામિતીના ગૂર્જર કવનનો આછો પરિચય ] લેખકઃ પૂજ્ય પંન્યાસ શ્રી. ધુરંધરવિજયજી (ગતાંકથી પૂર્ણ ) (૯) શ્રી. જિનવિજયજી– સ્તવના સાહિત્યમાં આમનું નામ આગળ પડતું છે. જ્ઞાનપંચમીનું, મૌન એકાદશીનું ઢાળવાળું સ્તવન રોચક અને વ્યાપક છે. નવ ગાથાના શ્રીનેમિજિનસ્તવનમાં કુરંગસિદ્ધિગણિકા નવ ભવને નેહ અને વાર્ષિક દાન એ ચાર ઉપાલંભ રાજૂલ આપે છે. છેવટે જેડ અખંડ બને છે. આમની બીજી ચાવીશીમાં ૧૫ ગાથાનું શ્રી નેમિજિન સ્તવન છે, તેમાં શરૂમાં થોડો ઉપાલંભ આપી રાજિમતી ચોમાસાનું વર્ણન ઉત્તેજક રીતે આલેખે છે. દેશી પણ પ્રસંગને અનુરૂપ છે. છેવટે આધ્યાત્મિક વિવાહવિધિ વર્ણવીને દામ્પત્યને દીપાવ્યું છે. (૧૦) શ્રી. પદ્મવિજયજી પાવહ નામે પ્રખ્યાત થયેલા આ કવિવરનું પદ્યસાહિત્ય વિશિષ્ટ છે એટલું જ નહિ ઘણું જ અસરકારક છે. શ્રીનવપદજીની પૂજા માસી દેવવંદન આદિ કૃતિ વારંવાર તેમની યાદ અપાવે છે. તેમની સ્તવન વીસી બે છે. તેમાં પ્રથમ ચોવીશીમાં બોલે ગૂંચ્યા છે. બીજી એવીશીમાં સાત કડીનું શ્રીનેમિજિન સ્તવન છે. રાજૂલ પિતાની સ્થિતિ અને પરિસ્થિતિ વર્ણવે છે. છેવટે વ્રત લે છે. સ્તવનની રોચકતા દેશી અને શબ્દસ કલાથી સારી ખીલી છે. (૧૧) શ્રી. જ્ઞાનવિમલજી આ કવિવરનું સ્તવન વગેરે પદ્યસાહિત્ય પારાવાર છે. ઢગલાબંધ સ્તવને હોવા છતાં કેમાં નીરસતા નથી આવવા દીધી એ ખરેખર અદ્ભુત છે. શ્રી સિદ્ધાચલજીનાં તેમના બનાવેલાં ૩૬ સે સ્તવનો છે અને સર્વ મળી ૩૬ હજાર સ્તવનો છે એમ કહેવાય છે. પાંચ ગાથાના શ્રીનેમિજિન સ્તવનમાં રાજિમતીથી ન લલચાયા એ મહત્તા વર્ણવીને એકરસ :પ્રીતિ જાળવી એ ખુબી છે. મેક્ષ મેળવવા માટે એવી પ્રીતિ કરતાં શીખવું એ પ્રમાણે હિતશિક્ષા આપીને સ્તવન પૂર્ણ કર્યું છે. (૧૨) શ્રી દેવચંદજી – દ્રવ્યાનુયોગ નીતરતા સ્તવનથી પ્રસિદ્ધ શ્રી દેવચંદજી મહારાજના સાત ગાથાના શ્રી. નેમિજિન સ્તવનમાં દ્રવ્યાનુગના તરવરાટ સાથે રાજિમતીજી ખડાં થાય છે. જીવનમાં જિનવરચગે રાજિમતીજીએ દ્રવ્યાનુયોગ અનુભવ્યો એ રીતે ભવ્યાત્માએ અનુભવો જોઈએ. (૧૩) શ્રી. નયવિજયજી— સાત કડીમાં શ્રી નવિજ્યજી પ્રભુનું બાહ્ય-અભ્યિન્તર સુન્દર સ્વરૂપ આલેખીને છેવટે રાજિમતીને સંભાળીને સ્તવન પૂર્ણ કરે છે. (૧૪) શ્રી. હું સરન9– સાત ગાથાનું શ્રી નેમિજિન સ્તવન છે તેમાં રાજિમતીના રસિક ઉપાલંભ સાથે પ્રીતિનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28